Breaking News

લંડન પછી હવે મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં ખરીદી આલીશાન હોટલ કિંમત જાણીને આંખો થઇ જશે ચાર…

આપણા દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ એક વર્ષમાં જ આ ડીલ કરી છે. વાત એમ છે કે મુકેશ અંબાણીએ ન્યુયોર્કની લકઝરી હોટલ મેંડારિન ઓરિએન્ટલને ખરીદી લીધી છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ આ હોટલ 9.81 કરોડ ડોલરમાં ખરીદી છે. જો ભારતીય ચલણ પ્રમાણે આ કિંમત જોઈએ તો આ હોટેલની કિંમત 728 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની આ નવી હોટલને વૈશ્વિક ઓળખ મળી છે. હોટેલે AAA ફાઇવ ડાયમંડ હોટેલ, ફોર્બ્સ ફાઇવ સ્ટાર હોટેલ અને ફોર્બ્સ ફાઇવ સ્ટાર સ્પા સહિત અનેક એવોર્ડ જીત્યા હોવાનું કહેવાય છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે હોટલના રૂમમાં ઘણી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. કેટલાક રૂમ નદી તરફ છે, કેટલાકમાં સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલ છે. આ હોટલની અંદરથી તમે વૈભવી નજારો મેળવી શકો છો.

આ હોટલમાં પેન્ટહાઉસ અને બે રૂમ સુઈટ જેવા રૂમો પણ છે. આ સિવાય આર્ટ મ્યુઝીયમ, મ્યુજિક કલેક્શન, શેફસાઈઝ કિચન, સ્ટડી અને મીડિયા સેન્ટર, લાર્જ ફ્લોર ટુ સીલિંગ વિન્ડો, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટેમ  સુવિધાઓ છે. આ સિવાય હોટલમાં એક લગ્જરી બાર પણ છે. અહીંયા ખુબ શાનથી પાર્ટીઓ પણ ઉજવી શકાય છે. તમે જોઈ શકો છો કે હોટલના રંગ અનુસાર અહીંયા ડાઇનિંગ હોલને બહુ જ સુંદરતાથી સજાવવામાં આવ્યા છે. આ હોટલમાં સ્પા એન્ડ વેલનેસ એરિયા પણ છે.

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીએ જે હોટલ ખરીદી છે તે વર્ષ 2003માં તૈયાર થઈ ગઈ હતી. મેન્ડરિન ઓરિએન્ટલ એ 80 કોલંબસ સર્કલ, ન્યુ યોર્ક ખાતે સ્થિત એક વૈભવી હોટેલ છે, જે હડસન નદી, સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની બાજુમાં સ્થિત છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) એ ઇક્વિટી રિટર્ન પર કોલંબસ સેન્ટર કોર્પોરેશન (કેમેન) નું સમગ્ર ઇશ્યુ કર્યું છે. આશરે $981 મિલિયન. શેર મૂડી હસ્તગત કરવા માટે કરાર કર્યો.જે કેમેન ટાપુઓમાં સમાવિષ્ટ કંપની છે અને મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં 73.37 ટકા હિસ્સાની પરોક્ષ માલિક છે. મેન્ડરિન ઓરિએન્ટલ એ ન્યૂ યોર્ક સિટીની આઇકોનિક લક્ઝરી હોટેલ્સમાંની એક છે.”

About gujju

Check Also

રજનીકાંતની દીકરી એશ્વર્યા અને અભિનેતા ધનુષે લીધા છૂટાછેડા જાણો તેમની પ્રેમકહાની વિષે…

સામાન્ય જીવનમાં લગ્નને જન્મો જન્મ માટેનું બંધન માનવામાં આવે છે, પણ ફિલ્મી સિતારાઓ માટે લગ્ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *