Breaking News

બોલીવુડના આ અભિનેતાના ઘરમાં એકસાથે રહે છે 76 કુતરાઓ તેમને રહેવા માટે હોય છે ACવાળા રૂમ…

કૂતરો એ વ્યક્તિનો સૌથી વફાદાર મિત્ર હોય છે. આ ફક્ત એક વાક્ય નથી આ હકીકત છે. આજ કારણ હોય છે કે લોકો કૂતરાને પોતાના ઘરમાં પાળે છે. કૂતરો ફક્ત ઘરની રક્ષા કરે છે એટલું જ નહિ પણ તે પોતાના માલિકને ઈમોશનલ સપોર્ટ પણ આપે છે. કુતરાઓ સાથે રહેવાથી વ્યક્તિનું મન ફ્રેશ રહે છે. સામાન્ય રીતે લોકોના ઘરમાં બે કે ત્રણ કુતરા પાળેલા હોય છે. જો કે આજે અમે તમને બૉલીવુડના એક એવા કલાકાર વિષે જણાવશું તેમના ઘરે બે ત્રણ કે ચાર નહિ પણ 76 કુતરાઓ છે. બૉલીવુડના આ સ્ટાર બીજું કોઈ નહિ પણ એ છે બૉલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી.

મિથુન ખૂબ જ અમીર વ્યક્તિ છે. આ જ કારણ છે કે તેઓ આટલા બધા કૂતરા રાખવા પરવડી શકે છે. જો સૂત્રોનું માનીએ તો મિથુનની કમાણીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 240 કરોડ રૂપિયા છે. મિથુને ભલે અત્યારે ફિલ્મોથી દૂરી બનાવી લીધી હોય, પરંતુ આ પૈસા તે પોતાની વિવિધ હોટલ દ્વારા કમાય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જેમિની મોનાર્ક ગ્રુપ હેઠળ જેમિનીની ઘણી હોટલ ચાલી રહી છે. તેની મોટાભાગની આવક અહીંથી જ આવે છે.

આજે આપણે મિથુનનો કુતરાઓ પ્રત્યેના પ્રેમની વાત કરવાના છીએ. મિથુનના મુંબઈમાં બે ઘર છે એક બાંદ્રામાં અને બીજું મડ આઇલેન્ડમાં. મિથુનના મુંબઈ વાળા ઘરમાં કુલ 38 કુતરાઓ રહે છે. આનું કારણ એ છે કે મિથુન એક પશુપ્રેમી વ્યક્તિ છે. તેમને જાનવરો સાથે થોડો વધારે જ પ્રેમ છે. મિથુન કુતરાઓનું ધ્યાન રાખવા માટે એક એનજીઓ Dog Care Center Kenel Club of India પણ જોઈન કર્યું છે. કુતરાઓ સિવાય મિથુનના ઘરમાં અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે મિથુન પોતાના ઘરના તમામ પ્રાણીઓને એસી રૂમમાં રાખે છે. આ રૂમોમાં આ પ્રાણીઓ રમવા માટે ઘણી રમતો પણ ઉપલબ્ધ છે. દિવસ દરમિયાન તમામ શ્વાનને દોરડા વડે બાંધીને રાખવામાં આવે છે જ્યારે રાત્રે ખુલ્લા મુકવામાં આવે છે. આટલા બધા કૂતરા હોવાના કારણે મિથુનનું ઘર મુંબઈમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

મિથુનના મુંબઈના ઘર સિવાય ઉંટીવાળા ઘરમાં 76 કુતરાઓ છે. એવામાં જયારે પણ મિથુન ઉંટીવાળા ઘરે જાય છે તો ત્યાં પણ તેઓ કુતરાઓ સાથે સારો સમય પસાર કરે છે. આ ખુબ સારી વાત છે કે મિથુન જેવા કલાકારો પોતાના પૈસાનો સારો ઉપયોગ પણ કરી રહ્યા છે, તે પોતાના આ પ્રાણીપ્રેમને લઈને સમાજમાં પણ એક સારું ઉદાહરણ પૂરું પાડે છે.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *