Breaking News

84 વર્ષના વૃદ્ધે 12મી વાર લીધો કોરોના વેક્સીનનો ડોઝ તંત્ર થયું દોડતું અને પછી…

બિહારના માધેપુરા જિલ્લાથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. અહીંયા 84 વર્ષના એક વૃદ્ધ કે જેમનું નામ બ્રમ્હદેવ મંડલ છે તેમનો દાવો છે કે તેમણે કોરોનાની રસી 11 વાર લીધી છે. આ વ્યક્તિના દાવા પછી બિહારના સ્વાસ્થ્ય વિભાગમાં ખલબલી મચી ગઈ હતી. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ તપાસ પણ શરુ કરી દીધી છે. વૃદ્ધના આ દાવાથી સ્વાસ્થ્ય વિભાગ ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

84 વર્ષીય બ્રહ્મદેવ મંડલ મધેપુરાના ઉદકીશુગંજના ઔરાઈ ગામના રહેવાસી છે. જેને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે રવિવારે 12મી વખત કોરોનાની રસી લેતા ઝડપ્યા હતા. તે દરમિયાન તે રસી લેવાની પ્રક્રિયામાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં હાજર લોકોએ તેને ઓળખી લીધો અને ત્યારબાદ કોરોનાની રસી આપવાનો ઇનકાર કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ માટે પોતાના પરિવાર અને નજીકના સભ્યોના અલગ-અલગ આઈડી અને મોબાઈલ ફોન નંબરનો પણ ઉપયોગ કર્યો હતો.

જેમણે દાવો કર્યો છે તે પોસ્ટલ વિભાગના રિટાયર્ડ કર્મચારી છે. તેમણે કોરોનાની પહેલી રસી 13 ફેબ્રુઆરી 2021ના લીધી હતી એ પછી તેમણે માર્ચ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ સતત કોરોનાની રસી લીધી છે. આ પ્રકારથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 11  વાર કોરોનાની રસી લગાવી ચુક્યા છે.

આ વાત સામે આવ્યા પછી કોરોના રસી આપવામાં આવેલ આ મોટી લાપરવાહીને લઈને જયારે મધેપુરાના સિવિલ સર્જન ડૉ. અમરેન્દ્ર પ્રતાપ શાહીને સવાલ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું છે કે, ‘હકીકત સામે લાવવા માટે અમે તપાસના  છે. તપાસ પછી એ વ્યક્તિના કોરોનાની રસીની કેવીરીતે અપાઈ તે જાણી શકાશે.

84 વર્ષના વૃદ્ધનું કહેવું છે કે તેણે 11 વખત રસી અપાવવા માટે તેના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો 8 વખત ઉપયોગ કર્યો હતો અને તેના મતદાર આઈડી કાર્ડ અને પત્નીના મોબાઈલ નંબરનો ત્રણ વખત ઉપયોગ કર્યો હતો. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે મંડલનો દાવો છે કે જ્યારે પણ તેને કોરોનાની રસી મળી ત્યારે તેને ખૂબ સારું લાગ્યું.

About gujju

Check Also

માસ્ક વગર આઈસ્ક્રીમ લેવા પહોંચી હતી મહિલા, દુકાનદારે ટોકી તો કંઇક કર્યું આવું, જુઓ વિડીયો

કોરોના વાયરસનો ફેલાવો હજુ પણ ચાલુ છે. કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *