Breaking News

કરિયરના પહેલા જ શૂટિંગમાં લેવી પડી હતી ગર્ભનિરોધક ગોળી આ અભિનેત્રી સાથે…

આજના સમયમાં બહારથી બૉલીવુડમાં આવીને નામ મોટું કરવું એ ઘણી અઘરી બાબત છે, કેમ કે ક્યાંક ને ક્યાંક બોલીવુડમાં એવું જોવા મળે જ છે કે અહીંયા કોઈ કોઈનું ગોડફાધર નથી. એટલું જ નહિ નવા કલાકારો માટે આ ઇન્ડસ્ટ્રી ખુબ અઘરી સાબિત થાય છે. બૉલીવુડમાં સક્સેસ થવું એ બહુ મુશ્કેલ કામ છે. આજે અમે તમને જે અભિનેત્રી વિષે જણાવવાના છે તેનું પણ બૉલીવુડમાં સફર ખુબ રસપ્રદ રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ રાધિકા મદનની. અમે બધા રાધિકાને નાના પડદાથી પસંદ કરીએ છીએ. આજે રાધિકા તેની શાનદાર એક્ટિંગને કારણે ઘણા લોકોની પહેલી પસંદ બનીને ઉભરી રહી છે. હાલમાં જ મહેનતના બળ પર ઉંચાઈઓ પર પહોંચનારી રાધિકા મદનનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે તે રાતોરાત હેડલાઈન્સમાં આવી ગઈ છે. ચાલો જાણીએ આ ખાસ વાત વિશે.

તમને જણાવી દઈએ કે ટીવીની દુનિયાથી બૉલીવુડમાં આવનાર રાધિકાએ એક ઇન્ટરવ્યૂમાં અનેક ચોંકાવનાર ખુલાસા કર્યા હતા. એ પછી તેમના પિતાનું રિએક્શન જોવા જેવું હતું. રાધિકાએ કલર્સ ટીવી ચેનલના મશહૂર શો ‘મેરી આશિકી તુમ સે હી’ થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં તે લીડ અભિનેત્રી હતી. તેમની આ પ્રેમકહાનીને ખુબ પસંદ કરવામાં આવી હતી.

તે જ સમયે રાધિકાને બોલિવૂડમાં પહેલો બ્રેક ફિલ્મ ‘પટાખા’થી મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું હતું. જો કે રાધિકાના જણાવ્યા અનુસાર તેની પ્રથમ ફિલ્મ હતી “મર્દ કો દર્દ નહી હોતા”. પરંતુ પટાખાનું શૂટિંગ પહેલા પૂરું થયું હતું, તેથી તે તેની ડેબ્યૂ ફિલ્મ તરીકે બહાર આવી હતી.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે કે રાધિકાને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆતના શૂટ દરમિયાન જ ગર્ભનિરોધક ગોળી લેવાની જરૂર પડી હતી. રાધિકાએ આ વાતને લઈને જણાવ્યું હતું કે, ‘મને પહેલા જ શૂટમાં ગર્ભનિરોધક ગોળી ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું. એ સમયે મને સરપ્રાઈઝ આપવા માટે મારા મમ્મી પપ્પા દિલ્હી આવ્યા હતા. જયારે પપ્પાએ આ દવાઓ જોઈ તો તેમને બહુ અજીબ લાગ્યું હતું.

રાધિકા મદનના પિતાએ જ્યારે તેમની પુત્રી પાસે ગોળીઓ જોઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રાધિકાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, “મને એ વિચારીને ખૂબ જ આશ્ચર્ય થયું કે મારા પ્રથમ શૂટ વિશે મારા પિતા લોકોને શું જવાબ આપશે. મને ઘણીવાર લાગતું હતું કે તે મારા પ્રથમ શોટની પ્રશંસા કરશે અને પ્રશંસા કરશે પરંતુ તે સમયે એવું કંઈ થયું ન હતું.

તમને જણાવી દઈએ કે રાધિકાને ‘મર્દ કો દર્દ નહિ હોતા’ ફિલ્મ માટે ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાની સાથે કામ કર્યું હતું. જો કે આ ફિલ્મ બહુ ઓછી સ્ક્રીન પર દેખાડવામાં આવી હતી એટલા માટે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં બહુ ખાસ કમાલ કરી શકી હતી નહિ. તો ઈરફાન ખાનના કરિયરની છેલ્લી ફિલ્મ ‘અંગ્રજી મીડીયમ’માં પણ તેણે ખુબ સુંદર કામ કર્યું હતું.

About gujju

Check Also

લગ્નનું વચન આપીને પ્રેમિકા સાથે બાંધ્યા સંબંધ ગર્ભવતી થતા જ પ્રેમીએ કર્યું ના કરવાનું કામ…

પ્રેમ થાય ત્યારે જેટલી ખુશી થાય તેનાથી પણ વધુ દુઃખ ત્યારે થાય જયારે પ્રેમમાં દગો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *