Breaking News

35 વર્ષથી મહિલાના પેટમાં હતું બાળક ડોકટરો પણ જાણીને ચોંકી ગયા….

ગર્ભાવસ્થા એ સૌથી સુંદર સમય હોય છે. ઘણી મહિલાઓ આ અનુભવને ખુબ જ એન્જોય કરે છે. જયારે પણ મહિલા ગર્ભવતી થાય છે તો એ દરમિયાન થોડા જ સમયમાં તેને આ સમાચાર વિષે ખબર પડી જાય છે. મહિલા આ વાત જાણતી હોય છે કે તે ગર્ભવતી છે અને તેના પેટમાં બાળક છે. પણ આજે અમે તમને એક એવો કિસ્સો જણાવશું જ્યાં મહિલા ગર્ભવતી થઇ ગઈ પણ વર્ષો સુધી તેને આ વાતની ખબર હતી જ નહિ. તેમના પેટમાં 35 વર્ષથી બાળકનું ભ્રુણ હતું. જો કે જયારે તેમના પેટમાં ખુબ દુખાવો થયો ત્યારે તે ડોક્ટર પાસે ગઈ. પછી જે થયું એ જાણીને ખુબ હેરાન થઇ જવાયું.

આ ચોંકાવનારો કિસ્સો અલ્જીરિયાનો છે. અહીં એક 73 વર્ષની મહિલાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તેથી તે ડૉક્ટર પાસે ગઈ. જ્યારે ડોક્ટરોએ તેના પેટમાં દુખાવાનું કારણ શોધી કાઢ્યું તો તેઓના પણ હોશ ઉડી ગયા. તેઓને જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલાના પેટમાં ઘણા વર્ષોથી સાત મહિનાનો ગર્ભ હતો. તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ હતી કે મહિલા પાસે આ અંગે કોઈ માહિતી નહોતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મહિલાના પેટમાં પહેલા પણ ઘણીવાર દુખાવો થયો હતો. તેણે ડોક્ટરને બતાવ્યું હતું પણ ડોક્ટર આ દુખાવા પાછળનું કારણ શોધી શક્યા હતા નહિ. પણ આ વખતે મહિલાને પેટમાં ખુબ જ દુખે છે એટલે તે ડોક્ટરને બતાવવા માટે જાય છે. આ દરમિયાન તેના પેટમાં 35 વર્ષ જૂનું 7 મહિનાનું ગર્ભ મળ્યું હતું. આ ભ્રુણને લીધે મહિલાને હજી સુધી કોઈપણ નુકશાન થયું નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ભ્રુણ એ હવે મહિલાના પેટમાં સ્ટોન બની ગયો હતો. ડોક્ટર આ સ્ટોનને બેબી સ્ટોન કહે છે. મહિલાની તપાસમાં ડોક્ટરને ખબર પડે છે કે આ બેબી સ્ટોનનું વજન 4.5 પાઉન્ડ એટલે કે 2 કિલો જેટલું છે.

ડોકટરો કહે છે કે જ્યારે ગર્ભાશયની જગ્યાએ ગર્ભ પેટમાં બને છે ત્યારે આવું થાય છે. બાળકમાં સતત લોહીની અછતને કારણે ગર્ભનો વિકાસ થઈ શકતો નથી. આ કારણે ભ્રૂણને બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી. આવી સ્થિતિમાં, ભ્રૂણ ધીમે ધીમે પથ્થરમાં ફેરવવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે મહિલાના પેટમાં રહેલા ગર્ભને ‘બેબી સ્ટોન’ કહેવામાં આવતું હતું. જેના કારણે મહિલાને પેટમાં ભયંકર દુખાવો થવા લાગ્યો.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *