Breaking News

10 વર્ષની બાળકી કમાઈ ચુકી છે કરોડો રૂપિયા 15 વર્ષની ઉંમરે થશે રિટાયર્ડ…

દુનિયામાં લોકો બિઝનેસવિષે વિચારી વિચારીને આખી ઉમર કાઢી નાખતા હોય છે. તેમ છતાં પણ તેઓ કોઈ યોગ્ય બિઝનેસ મેળવી શકતા નથી. વર્ષોની મહેનત પછી અને ઘણી મુશ્કેલીઓ પછી કોઈ રીતનો વેપાર સેટ કરી શકે છે, પણ આજે અમે તમને એક એવા સમાચાર જાણવશુ કે જે તને ખુબ નવાઈમાં ડુબાડી દેશે. એક 10 વર્ષની બાળકી રમકડાનો વેપાર કરીને એટલી કમાણી કરે છે કે તે આવનાર 5 વર્ષમાં રિટાયરમેન્ટ લઈ લેશે. હા તમે સાચું વાંચ્યું છે. 15 વર્ષની ઉંમરે આ બાળકી રિટાયર્ડ થઇ જશે.

આ છોકરી ઓસ્ટ્રેલિયાની છે અને તેનું નામ પિક્સી કર્ટિસ છે. આ છોકરીએ ગયા મહિને જ 105,000 પાઉન્ડ એટલે કે 1 કરોડ 5 લાખથી વધુની કમાણી કરી હતી. એક મોટા અખબારના સમાચાર અનુસાર, પિક્સી તેની માતા રોક્સી સાથે મળીને ફિજેટ્સ અને રંગબેરંગી પોપિંગ રમકડા બનાવે છે. તેમના દ્વારા બનાવેલા રમકડાંની માંગ પણ ઘણી વધારે છે. અખબારના સમાચાર મુજબ, પિક્સીના નામ પર હેર એસેસરીઝ બ્રાન્ડ પણ છે. જે તેની માતા રોક્સીએ જ્યારે તે ઘણી નાની હતી ત્યારે બનાવી હતી.

આ હેયર એસેસરીઝની બ્રાન્ડમાં સ્ટાઈલિશ હેયર બેન્ડ, હર કલીપ અને બીજો સમાન પણ વેચવામાં આવે છે. બાળકીની માતા રોક્સીએ જણાવ્યું કે, ‘મારા માટે જે સૌથી વધુ રોમાંચિત કરવાવાળી વસ્તુ એ છે કે તેમાં કમાવવાની ક્ષમતા છે, જે તે આટલી નાની ઉંમરે છે અને આ પ્રતિભા મારામાં ક્યારેય નહોતી, જો કે હું સફળ થવા જરૂર માંગતી હતી.’

10 વર્ષની બાળકીની માતા રોક્સી જણાવે છે, ‘જયારે હું 14 વર્ષની હતી ત્યારે મને મેક્ડોનાલ્ટ્સમાં નોકરી મળી હતી અને મને એ સમયે ફક્ત નોકરી જ કરી પણ આજે મારી દીકરીને કારણે મને એક ઉદ્યોગી બનવાનો મૌકો મળ્યો. પણ આમાં સૌથી સારી વાત એ છે જે મને અત્યારસુધી મળ્યું છે તે બધું મારી દીકરીને હાલની ઉંમરમાં જ મળી ગયું છે. તેઓ આગળ જણાવે છે કે, ‘દીકરી પિક્સી માટે અમે બધું જ સેટઅપ કર્યું છે જેથી તે 15 વર્ષની ઉંમરમાં જ રિટાયર્ડ થઇ શકે.’

આ પ્રતિભાશાળી 10 વર્ષની છોકરી, પિક્સી, હાલમાં સિડનીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ વર્ષની શરૂઆતમાં, પિક્સી અને તેના ભાઈને 141,000 પાઉન્ડ અથવા 1 કરોડ 41 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર આપવામાં આવી હતી. Pixie ની માતા, Roxy, PR માં કામ કરે છે. તે તેના બાળક અને પતિ ઓલિવર કર્ટિસ સાથે સિડનીમાં $6.6 મિલિયનની હવેલીમાં રહે છે. રોક્સીએ વર્ષ 2012માં ઓલિવર કાર્ટીસ સાથે લગ્ન કર્યા હતા. માતા રોક્સી પાસે પીઆર સહીત અનેક સફળ કોમ્યુનિકેશન બિઝનેસ છે. તે પોતાના બાળકો સાથે મળીને આ બધી વેપાર બહુ સારી રીતે સંભાળી રહી છે.

About gujju

Check Also

માસ્ક વગર આઈસ્ક્રીમ લેવા પહોંચી હતી મહિલા, દુકાનદારે ટોકી તો કંઇક કર્યું આવું, જુઓ વિડીયો

કોરોના વાયરસનો ફેલાવો હજુ પણ ચાલુ છે. કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *