Breaking News

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી જાણો ક્યાં રહેશે કોલ્ડવેવ…

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ઘાતક ઠંડીની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. અને સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અને નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને આગામી 5 દિવસ કાતિલ ઠંડી રહેશે. 16, 17 અને 18 ડિસેમ્બરે ઠંડી જામશે. 16મી પછી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી છે.

રાત્રે ઠંડીનો ચમકારો

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડી વધવા લાગી છે. લોકપ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે રાત્રિનું તાપમાન શૂન્ય નોંધાયું હતું. રસ્તાઓ, કાર, વૃક્ષો બરફથી ઢંકાઈ ગયા હતા. ગુજરાતમાં આજે નલિયામાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં આજથી ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાનગી હવામાન એજન્સીએ અમદાવાદમાં 15મી અને 17મીએ 10 ડિગ્રી ઠંડીની આગાહી કરી છે. અમદાવાદમાં દિવસે પ્રમાણમાં ગરમી હતી પરંતુ રાત્રે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

માઉન્ટ આબુમાં રાત્રિ દરમિયાન તાપમાન 0 ડિગ્રીએ પહોંચી ગયું હતું

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ઉંચકાયો છે. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે રાત્રિનું તાપમાન 0 ડિગ્રીએ પહોંચ્યું હતું. દિવસનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે. માઉન્ટ આબુમાં રસ્તાઓ, કાર, ઝાડના પાંદડા પર બરફના થર જોવા મળ્યા હતા. હાલમાં માઉન્ટમાં નવદંપતીઓની સંખ્યા વધી રહી છે. લોકો પહાડમાં થીજી ગયેલા બરફ પર હિમનો આનંદ લેતા જોવા મળ્યા હતા.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *