Breaking News

માતા બની કુમાતા 5 મહિનાની દીકરી સાથે કર્યું એવું કાર્ય કે તમારા પગ નીચેથી જમીન ખસી જશે…

બાળક જ્યારે નાનું હોય છે ત્યારે માતા બાળકની ખુબ કેર કરતી હોય છે. તે સહેજ પણ જો બીમાર પડે કે પછી બાળકને કોઈ ઘાવ થાય તો માતા ખુબ ડરી જતી હોય છે. તે કોઈપણ સંજોગોમાં પોતાના બાળકને સેફ રાખવા માંગતી હોય છે. પણ આજે અમે તમને એક એવી માતા સાથે માલાવીશું કે જેણે પોતાની 5 મહિનાની બાળકીને લાડ કરવાની જગ્યાએ ચપ્પાના ઘા મારી દીધા. એટલું જ નહિ આ ક્રૂર માતાએ પોતાની નાજુક દીકરીને ગળું દબાવીને મારી પણ નાખે છે.

આ ચોંકાવનારો કિસ્સો અમેરિકાના ન્યુયોર્ક શહેરનો છે. આરોપી મહિલાનું નામ ક્રિસ્ટી અલ્કાઝર છે. તેની ઉંમર 26 વર્ષ છે. મહિલા પર તેની 5 મહિનાની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે. દીકરીના શ્વાસ રૂંધાતા પણ માતાને ચેન ન મળ્યો. તેણે પુત્રીની છાતી પર છરી વડે અનેક ઘા માર્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો બાળકીની લાશ લોહીના ખાબોચિયામાં જમીન પર પડી હતી. પોલીસને યુવતીના મૃતદેહની આસપાસ અનેક છરીઓ પણ મળી આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. તેણે ન્યુ જર્સીના પેન્સ ગ્રોવમાં એક ઘરની અંદર બાળકીની હત્યા કરી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો બાળકી લોહીથી લથપથ જમીન પર મૃત હાલતમાં પડી હતી. તે જ સમયે તેની આરોપી માતા નજીકમાં ઉભી હતી અને એક વ્યક્તિ સાથે દલીલ કરી રહી હતી. બાળકીની છાતી પર છરીના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. પોલીસે સ્થળ પરથી મહિલાની ધરપકડ કરી હતી.

આરોપી મહિલાના પાડોશમાં રહેવાવાળા એક વ્યક્તિએ જણાવ્યું કે આ સમયે જયારે આ મહિલા ઔ કાર્ય કરી રહી હતી ત્યારે તે ત્યાં હાજર હતો નહિ. જો કે પોલીસે પોલીસ એ હથકડી લગાવીને મહિલાને લઈ જઈ રહી હતી ત્યારે તે મહિલા ખુબ શાંત દેખાઈ રહી હતી. તેના ચહેરા પર સહેજ પણ પસ્તાવો કે દુઃખ દેખાઈ રહ્યું હતું નહિ. તે મહિલા જોવામાં બિલકુલ સામાન્ય દેખાઈ રહી હતી. લગભગ તે ડિપ્રેશનમાં હતી એટલે તે પોતાની સુજ્બુજ ખોઈ બેઠી હતી.

અન્ય એક પાડોશીએ જણાવ્યું કે યુવતીને માર્યા બાદ મહિલા ચીસો પાડી રહી હતી. તે કહેતી હતી કે ‘મને ખબર હતી કે કંઈક ખોટું હતું.’ મહિલા જે પુરુષ સાથે દલીલ કરી રહી હતી તે કોણ હતો તે હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ, પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે બાળકીની હત્યા સમયે તેના પિતા હાજર ન હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *