Breaking News

કભી ખુશી કભી ગમ ફિલ્મની નાનકડી કરીના થઇ ગઈ છે ખુબ જ સુંદર અને બોલ્ડ ફોટો જોઈને વિશ્વાસ નહિ કરી શકો…

કરીના કપૂરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં નાની કરીનાનો રોલ માલવિકા રાજે નિભાવ્યો હતો.આજે એ નાનકડી કરીના ખુબ મોટી રહૈ ગઈ છે અને ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે. નાનપણમાં કરીના જેવી દેખાતી માલવિકા હવે કરીના અને કરિશ્મા જેવી દેખાઈ રહી છે, તે થોડી યંગ કરીનાની જેવી પણ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે માલવિકા અત્યારે Zee5 ઓરીજીનલ ફિલ્મ સ્કેડમાં લીડ રોલ ભજવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ કોરોના કાળ દરમિયાન થયું હતું.

માલવિકા રાજે કભી ખુશી કભી ગમમાં કરીનાની ભૂમિકા ભજવ્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. માલવિકા કહે છે કે તે ફેશન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ એન્જોય કરી રહી હતી. જ્યારે તેને સ્ક્વોડ ફિલ્મની ઓફર મળી ત્યારે તે ખુશ હતી પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે એક એક્શન ફિલ્મ છે, તો માલવિકાએ તેને એક પડકાર તરીકે સ્વીકારી.

હમણાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેણે કભી ખુશી કભી ગમ ફિલ્મની યાદો શેર કરી હતી. તે જણાવે છે કે એ ફિલ્મ સમયે તેની ટ્રેનિંગ ચાલી રહી હતી. એક્ટિંગ, ડાન્સ ક્લાસ અને એ સિવાય ડિક્શનની ટ્રેનિંગ પણ લીધી છે. એક્શન એ તેમની માટે નવી હતી. માલવિકા પોતાની ડેબ્યુ ફિલ્મ સ્કેડમાં એરિયા નામની સ્નાઇપરનું પાત્ર ભજવ્યું છે. તે ઇન્ડિયા સ્પેશિયલ ફોરસેજની એક મૅમ્બર બની છે. માલવિકાએ ફિલ્મ શૂટ કોરોના વાઇરસ ફેલાયો એ પહેલા કર્યું હતું અને જયારે કોરોના ફેલાય છે તે વચ્ચે પણ શૂટિંગ શરુ રાખ્યું હતું.

આ દરમિયાન માલવિકા પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. સ્વસ્થ થયા પછી, તેણે ફરીથી આઉટડોર શૂટ માટે જવું પડ્યું. તેણે કહ્યું કે શૂટિંગ દરમિયાન સેટ પર ઘણી તકેદારી રાખવામાં આવી હતી. દર 2 કલાકે લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. પોતાના જીવનની પ્રથમ ફિલ્મની વાર્તાઓ વિશે અભિનેત્રીએ કહ્યું કે, તે સમયે હું ઘણી નાની હતી. મને ખ્યાલ નહોતો કે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરવી કેટલી મોટી વાત છે.

માલવિકાએ આ દરમિયાન જણાવ્યું હતું કે કઈ જીના શૂટિંગ દરમિયાન તેણે સેટ પર નમ્ર અને જમીન સાથે જોડાઈ રહેતા શીખ્યું. એ સમયે સેટ પર બહુ પોઝિટિવ વાતાવરણ હતું ને કોઈને પણ નાનું અનુભવ કરાવવામાં નહોતું આવતું. આ દરમિયાન તેણે ખાસ કરીને શાહરુખ ખાનની ખુબ વખાણ કર્યા હતા. માલવિકા જણાવે છે કે એકવાર શાહરુખ ખાન સેટ પર લંચ કરી રહ્યા હતા. તે જયારે સેટ પર પહોંચે છે ત્યારે તેઓખવાનું છોડીને તેને મળવા માટે વાવ્યા હતા. તેમની આ વાત મને ખુબ ગમી હતી એ વાત હું આજ સુધી ભૂલી નથી. લોકો સામાન્ય રીતે એવું કરતા નથી પણ શાહરુખ સર ખુબ અદભુત છે તેઓ ખુબ વિનમ્ર વ્યક્તિ છે.

માલવિકાની એક કોમન ફ્રેન્ડ હતી જેણે તેના માટે ‘સ્કવોડ’ના ડિરેક્ટર નિલેશ સહાય સાથે વાત કરી હતી. તે કહે છે, ‘નિલેશ અને મારો કોમન ફેમિલી ફ્રેન્ડ છે. જ્યારે તે પોતાની ફિલ્મ માટે અભિનેત્રી શોધી રહ્યો હતો ત્યારે તેણે મારો સંદર્ભ આપ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર મારી તસવીરો જોઈ, તેણે મારા પિતાને ફોન કર્યો. મેં તેના માટે ઓડિશન પણ આપ્યું અને મને આ ફિલ્મ મળી.

About gujju

Check Also

બે દિવસ પહેલા ગાયબ થયેલ અભિનેત્રીની ક@પાયેલ લા@શ મળી બાચકામાં બાંધેલી…

અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ એકદિવસ પહેલા ગુમ થઇ ગઈ હતી. હવે એક એવા સમાચાર આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *