Breaking News

એક પ્રેમીએ ખોલી બેવફા ચાની દુકાન ચાના ભાવ છે અલગ અલગ જાણીને લાગશે નવાઈ…

મધ્ય પ્રદેશમાં એક પ્રેમીને પોતાની પ્રેમિકાએ દગો આપ્યો પછી તેની યાદમાં એ પ્રેમી યુવકે એક ચાની દુકાન ખોલી. વધારે મજાની વાત હવે આવે છે. તમને આ દુકાનનું જણાવીએ આ પ્રેમીએ પોતાની દુકાનનું નામ બેવફા ચાયવાલા એવું રાખ્યું છે. આ દુકાન પર ચાની બે કિંમત જોવા મળે છે મતલબ કે એક જ સરખી ચા ની કિંમત અલગ અલગ હવે એવું કેમ એ તમને જણાવી દઈએ.

જો અહીંયા કોઈ કપલ ચા પીવા આવે છે તો તેમને અહીંયા 20 રૂપિયામાં ચા આપવામાં આવે છે અને જો ભૂલથી પણ કોઈ એવો વ્યક્તિ ચા પીવા આવે કે જેમને પ્રેમમાં દગો મળ્યો છે તો તેમને આ ચા 15 રૂપિયામાં મળે છે. આ ચાની કિંમતને કારણે આ દુકાન અહીંયા ખુબ ફેમસ છે. આ દુકાનના મલિકનું નામ દિપક છે. દિપકના કહેવા પ્રમાણે તેને પ્રેમમાં દગો મળ્યો હતો એ પછી તેણે પોતાની દુકાનનું નામ બેવફા ચાયવાલા રાખ્યું.

જ્યારે દીપકને પૂછવામાં આવ્યું કે તે લોકોને ફ્રી ચા કેમ આપે છે. જેઓ પ્રેમમાં છેતરાયા છે, ત્યારે દીપકે કહ્યું કે તેની સાથે પણ કંઈક આવું જ થયું છે. જેના કારણે તે છેતરાયેલા લોકોને ડિસ્કાઉન્ટમાં ચા આપે છે. દીપકે કહ્યું કે જે પણ અહીં ચા પીવા આવે છે. તેઓ ચોક્કસપણે તેને પૂછે છે કે તેણે તેની દુકાનનું નામ બેવફા ચાય વાલા શા માટે રાખ્યું છે.

દિપક અનુસાર તે કોઈને પણ પોતાની પ્રેમકહાની જણાવતા નથી. જો કે મીડિયાએ જયારે દિપકને તેમની પ્રેમ કહાની વિષે પૂછ્યું તો દીપકે એટલું જ કહ્યું કે તેણે કોઈ બેવફા થવા પર જીવનથી દૂર ચાલ્યા જવાનું દુઃખ તેણે સહન કર્યું છે અને એટલા જ તેણે પોતાની ચાની દુકાનનું નામ બેવફા ચાયવાલા રાખ્યું છે.

દીપક વતી દેશના જવાનોને મફત ચા આપવામાં આવે છે. દીપક કહે છે કે તે દેશ માટે કંઈક કરવા માંગતો હતો. એટલા માટે તે દેશના જવાનોને મફતમાં ચા પીવડાવે છે. સોશિયલ મીડિયા પર દીપકની દુકાનની ખૂબ ચર્ચા થઈ રહી છે અને દૂર-દૂરથી લોકો અહીં આવીને ચા પી રહ્યા છે.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *