Breaking News

અનોખો પથ્થર સમજીને ઘરે લાવી આ વસ્તુ પછી અચાનક જ તેમાં લાગી આગ અને પછી…

વ્યક્તિનું મન ખુબ જિજ્ઞાસુ હોય છે. તેને કોઈને કોઈ વસ્તુઓ જુએ પછી તેને મેળવવા માંગતો હોય છે. તેને લાગે છે કે તેને  વસ્તુ અમીર બનાવી શકે છે. જો કે હમણાં જબ્રિટન ની રહેવાસી કેંટમાં રહેવાસી એક 38 વર્ષની જોડી ક્રુઝને આવું વિચારવું મોંઘુ પડ્યું છે. તે પોતાની 8 વર્ષની દીકરી સાથે રજાઓ ગાળવા સમુદ્ર કિનારે ગઈ હતી. અહીંયા તેને એક અનોખો પથ્થર મળ્યો હતો જે તેમની માટે એક આફતની પોટલી બનીને આવી છે.

વાસ્તવમાં, જ્યારે તે દરિયા કિનારે ફરતી હતી, ત્યારે તેણે આ અનોખા પથ્થરને અશ્મિ સમજી લીધો હતો. તેણી તેને તેના ઘરે લાવ્યો. પરંતુ થોડા સમય પછી આ પથ્થર ફૂટ્યો. હકીકતમાં, તેણીએ અશ્મિ તરીકે જે પથ્થર ઘરે લાવ્યો હતો તે ખરેખર બીજા વિશ્વ યુદ્ધનો ગ્રેનેડ હતો. હવે તે આ વાત સમજે તે પહેલા આ ગ્રેનેડ તેના રસોડામાં વિસ્ફોટ થયો.

જોડી ક્રુઝે જાતે જ આ આખી ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેણે અમુક ફોટો પણ સામે મૂકી હતી સાથે લખ્યું હતું કે, ‘આમ તો મને આ બધું શેર કરવું યોગ્ય નથી લાગતું પણ હું એક વોર્નિંગ તરીકે આ મૂકી રહી છું. છેલ્લા વિકેન્ડ પર હું દરિયા પર ફરવા ગઈ હતી તો મને એક અનોખી વસ્તુ કે જેને હાડકા જેવું સમજીને ઘરે લઈ આવી હતી.

જ્યારે મેં ‘ફોસિલ આર્કોલોજી સાઇટ’ પર તેના ફોટા શેર કરીને તેની માહિતી માંગી, ત્યારે લોકોએ હોટ પિન ટેસ્ટ વિશે જણાવ્યું. પછી મેં તેના પર ગરમ પિન લગાવતા જ તેનો એક ભાગ ઓગળવા લાગ્યો અને આગના ગોળામાં ફેરવાઈ ગયો. તમે જોઈ શકો છો કે તેણે મારા રસોડામાં શું કર્યું. તે વાસ્તવમાં બીજા વિશ્વયુદ્ધનો ગ્રેનેડ હતો જે ગરમ સોયમાંથી આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો.

ગ્રેનેડમાં જેવી આગ લાગી કે મારી દીકરીએ ચીસ પાડી પછી મેં તેને રસોડાની સિંકમાં ફેંકી દીધો અને ત્યાં ખુબ મોટો ધડાકો થયો. અમે લકી હતા કે અમને કોઈ નુકશાન થયું નહિ. મારા મનમાં ફક્ત એ જ ચાલી રહ્યું હતું કે હું મારી દીકરી, મારુ ઘર અને મારા પાલતુ પેટ્સને કેવીરીતે બચાવું.

કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રેનેડ 80 વર્ષ જૂનો છે. તે તોફાનો અને દરિયાઈ મોજાનો સામનો કરીને બીચ પર આવ્યો હોવો જોઈએ. આગ ઓલવવા આવેલા એક અગ્નિશામકે જણાવ્યું કે સામાન્ય રીતે ગ્રેનેડમાં રક્ષણાત્મક કોટિંગ હોય છે. આ ગ્રેનેડ પર પણ આવી વસ્તુ દેખાતી હતી. આ ઘટનામાંથી બોધપાઠ લીધા બાદ જોડીએ કહ્યું કે હું ફરી ક્યારેય બીચ પરથી કોઈ પણ પ્રકારની વસ્તુ લાવીને ઘરે નહીં લાવીશ.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *