Breaking News

શહેનાઝ ગીલે સિદ્ધાર્થને આપ્યું અનોખું ટ્રિબ્યુટ વિડિઓ જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

એ દુઃખદ દિવસ આજે પણ કોઈ ભૂલી શકશે નહિ. એ દિવસ લગભગ દરેક ભારતીય માટે ખુબ દુઃખ દાયક હતો. ટીવીનો ખુબ જ પોયુલર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ અંતિમ શ્વાસ લીધા હતા. આટલા ફિટ અને એક્ટિવ હોવા છતાં પણ તેમને આટલી નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હતો અને અચાનક તે આ વિશ્વ છોડીને ચાલ્યા ગયા હતા. તેમના ગયાને બે મહિના થઇ ગયા પણ હજી ઘણા લોકો તેમના મૃત્યુ પર હજી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

અત્યારે ચાહકો શહેનાઝ ગિલની સૌથી વધુ ચિંતા કરી રહ્યા છે કારણ કે બે મહિના પછી પણ શહનાઝ હજુ સુધી સિદ્ધાર્થની યાદોને ભૂલી નથી, અલબત્ત, હવે તે કામ પર પાછી ફરી છે પરંતુ હજી પણ તે પોતાને અધૂરી અનુભવે છે. તેણીએ એક મહિના માટે પોતાની જાતને કામ અને સોશિયલ મીડિયાથી દૂર કરી હતી, પરંતુ હવે તે તેના જૂના પ્રોજેક્ટ્સ કરવા માટે હિંમત એકઠી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને શહનાઝ એ ટીવીની એક ખુબ જાણીતી જોડી છે જે પણ શોમાં આ બંને સાથે હોય એટલે સમજી લેવાનું કે એ શો હિટ જ હોય. બિગ બોસમાં તે બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. તેમની જોડીને લોકો ખુબ પસંદ કરી રહ્યા હતા. અવારનવાર તેમના અનેક ફોટો અને વિડિઓ સોશિયલ મીડિયા પર શેર થતા હતા. લોકોને તો એવી આશા હતી કે તે બંને ખુબ જલ્દી જ લગ્ન કરી લેશે. પણ અચાનક સિદ્ધાર્થના જવાથી બધા જ ચાહકો ખુબ નિરાશ થઇ ગયા હતા.

શોમાં દરેક વખતે તે કેવી રીતે સિદ્ધાર્થને પોતાનો પ્રેમ વ્યક્ત કરતી હતી અને તેને વારંવાર કહેતી હતી કે, “તું મારી છે અને મારી જ રહેશે”. તે જ સમયે, શહનાઝ હજી પણ આ બિંદુ સુધી જીવી રહી છે અને સિદ્ધાર્થના ગયા પછી, હવે તેણે તેની યાદમાં એક ગીત ગાયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે તેના રિલીઝના થોડા કલાકોમાં જ લાખો લોકોએ તેને જોયો અને દરેક તેને જોઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં.

ગીતના વિડિયોમાં શહનાઝ ગિલે સિદ્ધાર્થની યાદોને ખૂબ સારી રીતે દર્શાવી છે, એ પણ જણાવ્યું છે કે કેવી રીતે તે હવે તેના વિના જીવવા માટે મજબૂર છે અને આજે પણ તે માની રહી છે કે તે તેની સાથે ક્યાંક હાજર છે. કદાચ આ જ કારણ છે કે તેણે ગીતનું ટાઇટલ પણ ‘તુ યહી હૈં’ આપ્યું છે. આ ગીત અત્યાર સુધી કરોડો લોકોએ જોઉં છે જો તમે નથી જોયું તો અત્યારે જ અહીંયા જ જુઓ.

About gujju

Check Also

બે દિવસ પહેલા ગાયબ થયેલ અભિનેત્રીની ક@પાયેલ લા@શ મળી બાચકામાં બાંધેલી…

અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ એકદિવસ પહેલા ગુમ થઇ ગઈ હતી. હવે એક એવા સમાચાર આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *