Breaking News

14 શરતો પર આર્યન ખાનને આપવામાં આવ્યા જામીન જાણો એ શરતો વિષે…

આર્યન ખાન એ છેલ્લા કેટલાય દિવસથી ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ હતો અને જેલમાંથી તેને કઢાવવા માટે છેલ્લા કેટલાય સમયથી શાહરુખ ખાન એ દીકરા આર્યન ખાનને જેલમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને આખરે આર્યન ખાનને જામીન મળી ગયા છે. પણ તમને જણાવી દઈએ કે આર્યન ખાનને જેલમાંથી એમ જ છોડી દેવામાં નહોતો આવ્યો તેની સામે અમુક શરત મુકવામાં આવી હતી. એ જો આર્યન માનશે તો જ તેના જામીન કન્ટીન્યુ રહેશે.

આ 14 શરત માન્યા પછી જ અરુણ ખાનને જેલમાંથી છોડવામાં આવ્યો.

1. કોર્ટના આદેશ પ્રમાણે જામીન પછી આર્યન ખાનને એક લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવવા પડશે.2. જો આવા કોઈ કેસમાં આર્યન ખાન ફરીથી સામેલ છે એવું જાણવા મળે છે તો તેની સામે NDPCની અંતર્ગત ધારા લગાવવામાં આવશે.3. આર્યન હવે આ કેસ સાથે જોડાયેલ કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ લેવડ દેવડ કરશે નહિ અને તેમની સાથે વાત પણ કરશે નહિ.4. હવે તે આગળ કોઈપણ એવું કામ નહિ કરે જેનાથી તેમના આ કેસ પર ખરાબ અસર થાય.5. આર્યન કોઈપણ ગવાહી આપનાર કે પછી પુરાવા સાથે છેડછાડ કરશે નહિ.6. હમણાં તેનો પાસપોર્ટ તેમને જમા કરાવવો પડશે જેથી તે પરમિશન વગર ભારત છોડીને જાય નહિ.7. આર્યન ખાન મીડિયા સામે આવીને કશું જ નિવેદન આપશે અહીં.
8. જજ સાહેબની રજા લીધા વગર તે મુંબઈની બહાર જઈ શકશે નહિ.9. જો તેને કોઈ કારણસર બહાર જવાનું થાય છે તો તેને તપાસ અધિકારીઓને બધી જાણકારી આપવાની રહેશે. અને જે કામ માટે તેમને બહાર જવું છે એ કામ વિષે પણ જાણ કરવી પડશે.10. દર અઠવાડિયામાં શુક્રવારના દિવસે સવારે 11 થી બપોર 2 સુધીમાં આર્યન ખાન NCB ઓફિસમાં હજરી આપશે.11.  જો ક્યારેક કોર્ટમાં આર્યન ખાનની જરૂરત પડે છે તો કોઈપણ કામ છોડીને તેણે પહેલા કોર્ટમાં હાજરી આપવી પડશે.12. એકવાર તેની ટ્રાયલ શરૂ થઈ જાય પછી, તે કોઈપણ ટ્રાયલ દરમિયાન મોડા નહીં આવી શકે પરંતુ તેણે સમય પહેલાં પહોંચવું પડશે.13. આરોપીએ દરેક તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે સિવાય કે કોઈ અનિવાર્ય કારણથી અટકાવવામાં આવે.14. જો આર્યન આમાંથી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો કોર્ટ સ્થળ પર જ તેના જામીન રદ કરી શકે છે.

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *