Breaking News

અંકિતા લોખંડે અને વિક્કી કરશે લગ્ન તારીખ આવી મીડિયા સામે જુઓ તેમનો ખુબ જ રોમેન્ટિક ફોટો…

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે વિકી જૈન સાથે બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંને અવારનવાર ઘણી જગ્યાએ એકબીજાની સાથે દેખાય છે. આ સિવાય આ કપલ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક ફોટો અને વિડિઓ શેર કરતા હોય છે. આ વચ્ચે જ એક સમાચાર આવી રહ્યાં છે કે અંકિતા અને વિક્કી એ લગ્ન કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. સમાચાર તો ઘણા સમયથી આવી રહ્યા હતા પણ હવે તારીખ પણ સામે આવી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિતા લોખંડે અને વિકી જૈને તેમના ખાસ દિવસ માટે 12, 13 અને 14 ડિસેમ્બર નક્કી કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપલે તેમના લગ્ન માટે કેટલાક નજીકના સેલેબ્સ અને સંબંધીઓને પહેલેથી જ જાણ કરી દીધી છે. જોકે, આ અંગે દંપતી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે અંકિતા અને વિક્કીએ લગ્ન માટે ઇન્વિટેશન કાર્ડ પર છપાવવા શરુ થઇ ગયા છે. આ પછી જલ્દી જ નજીકના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપવામાં આવશે. અંકિત અને વિક્કી એ છેલ્લા 3 વર્ષથી પણ વધુ સમયથી સાથે છે.

બંને અવારનવાર પોતાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. હાલમાં જ બંનેની દિવાળી પાર્ટીના કેટલાક ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ ફોટા અને વીડિયોમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

વિક્કી એક બિઝનેસમેન છે અને તે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. અંકિતા અને વિક્કીની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. એ પછી બંનેએ ઘણીવાર મુલાકાત કરી અને પછી મિત્રતા થઇ અને પછી બંનેને પ્રેમ થઇ ગયો. વિક્કી પહેલા અંકિતા લોખંડે એ દિવગંત સુપર સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનમાં હતીઃ પણ પછી વર્ષ 2016માં તેઓ અલગ થઇ ગયા હતા.

About gujju

Check Also

બે દિવસ પહેલા ગાયબ થયેલ અભિનેત્રીની ક@પાયેલ લા@શ મળી બાચકામાં બાંધેલી…

અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ એકદિવસ પહેલા ગુમ થઇ ગઈ હતી. હવે એક એવા સમાચાર આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *