Breaking News

14 વર્ષની જ ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ રસના ગર્લ બાળકને મોત વિશે પડી ગઈ હતી ખબર…

માણસના જીવનનો કોઈ ભરોસો નથી. આ વાતનો સાક્ષાતકાર કોરોના કાળમાં થઈ ગયો છે. કયા વ્યક્તિ સાથે ક્યારે શું થઈ જાય કોઈ કહી શકતું નથી. આવું જ કંઈ બોલિવૂડની બાળ કલાકાર તરુણી સચદેવ સાથે થયું હતું. આ નામ કદાચ મોટાભાગના લોકોને યાદ નહીં હોય. પરંતુ બધા લોકોને રસના ગર્લ તો યાદ જ હશે. જી હાં રસના ગર્લ જે માસૂમિયત સાથે સ્ક્રીન પર આઈ લવ યુ રસના બોલતી હતી. આ નાનકડી છોકરીનું નામ તરુણી સચદેવ હતું. જે એક ઈંડિયન મોડલ અને બાળ અભિનેત્રી રહી ચુકી હતી.

તરુણી સચદેવ નાની ઉંમરમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી પરંતુ જીવને તેની સાથે એવી રમત રમી કે તેણે દુનિયાને 14 વર્ષની ઉંમરે જ અલવિદા કહી દીધું. તો ચાલો આજે જાણીએ કે શું થયું હતું રસના ગર્લ સાથે.

14 મેના રોજ મુંબઈમાં જન્મેલી તરુણી સચદેવ બાળ કલાકાર હતી. તેના પિતા હરેશ સચદેવ એક ઉદ્યોગરતિ છે અને માતા મુંબઈના ઈસ્કોનના રાધા ગોપીનાથ મંદિરની એક ભક્ત મંડળીની સભ્ય હતી. તરુણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો હતો અને તે તેની માતા સાથે મંદિરમાં તહેવારો સમયે થતા નાટકમાં ભાગ લેતી હતી.

તરુણી 5 વર્ષની ઉંમરથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવી હતી અને તે પોતાના સમયની સૌથી વધારે પૈસા કમાતી બાળ કલાકારમાંથી એક હતી. તરુણી રસના, કોલગેટ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયંસ મોબાઈલ અને એલજી, કોફી બાઈટ, ગોલ્ડ વિનર, શક્તિ મસાલા જેવા ઘણા ઉત્પાદનોની એડમાં ટીવી પર દેખાતી હતી.

તે સમયે તે ઈંડસ્ટ્રીની સૌથી ઉત્તમ અને સૌથી વધુ બીઝી રહેતી કલાકાર બની ગઈ હતી. તેણે ઘણી ટીવી એડમાં કામ કર્યું હતું. તરુણીએ સ્ટાર પ્લસના શો ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ ?માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શોને ત્યારે શાહરુ ખાન હોસ્ટ કરતા હતા. તેમણે 2004માં મલયાલમ ફિલ્મ વેલ્લિનક્ષત્રમથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

14 મે 2012ના રોજ અચાનક ખબર આવી કે તરુણી આ દુનિયાને છોડીને જતી રહી છે એટલે કે તેનું નિધન થયું છે. નેપાળમાં અગ્નિ એર ફ્લાઈટ સીએચટી પ્લેન ક્રેશ થયું હતું ત્યારે તે આ ફ્લાઈટમાં હતી. તે પોતાની માતા ગીતા સચદેવ સાથે તે ફ્લાઈટમાં હતી અને આ દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. જોગાનુજોગ આ દિવસે જ તેનો જન્મદિવસ પણ હતો.

નેપાળમાં 20 સીટર વિમાન ક્રેશ થયું હતું જેમાં 16 ભારતીયો હતા. આ દુર્ઘટનામાં 13 યાત્રી અને ચાલક દળના 2 સભ્યોના મોત થયા હતા. જેમાંથી એક તરુણી પણ હતી. આ દિવસે જાણે તરુણીને ખબર હોય કે તે પરત ફરશે નહીં તેમ નેપાળ જવા માટે રવાના થતા પહેલા તે પોતાના બધા મિત્રોને મળી અને ગળે લગાડ્યા હતા. ત્યારે તેણે તેના મિત્રોનું કહ્યું હતું કે તે તેમને છેલ્લીવાર મળી રહી છે. તેણે તે સમયે તેના મિત્રોને મસ્તીમાં કહ્યું હતું કે આજે ફ્લાઈટ ટેકઓફ થશે અને પ્લેન ક્રેશ થાય તો…. આટલું કહી તેણે તેના મિત્રોને ફરી આઈ લવ યૂ કહ્યું અને રવાના થઈ ગઈ.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *