Breaking News

બાળકનો જીવ બચાવવા માટે માતાએ પોતાનો જીવ જોખમમાં મુક્યો…

માતા અને બાળકનો સંબંધ એ દુનિયાનો સૌથી સુંદર અને અધભૂત સંબંધ હોય છે. એક માતા હંમેશા પોતાના સંતાન માટે કશુંપણ કરી છૂટવા તૈયાર હોય છે. માતા ક્યારેય પોતાના બાળકને તકલીફમાં જોઈ શકતી નથી. એક માતા વિશ્વમાં સૌથી વધુ જો કોઈને પ્રેમ કરતી હોય તો એ છે પોતાના સંતાન ને. બાળકની દરેક જીદ એ માતા કરવા મહેનત કરતી હોય છે. આટલું જ નહિ બાળકની કોઈપણ મુશ્કેલીમાં માતા હંમેશા તેની સાથે જ હોય છે.

સોશિયલ મીડિયા પર હમણાં એક વિડિઓ ખુબ વાઇરલ જઈ રહ્યો છે જેમાં એક માતા પોતાના બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. આ વિડિઓમાં તમે પણ જોઈ શકશો કે એક માતા પોતાના દીકરાને બચાવવા માટે પોતાના જીવની પરવા કરતી નથી. દિલને સ્પર્શી જતો આ વિડિઓ અલગ અલગ સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે. આ વિડિઓ હજી સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા આ થોડાક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે એક માતા પોતાના બાળક સાથે દિવાલ પાસે બેઠી છે. તે તેની સાથે વાત કરી રહી છે અને તે દરમિયાન તેને લાગ્યું કે દિવાલ નીચે પડી રહી છે. પછી થોડી જ ક્ષણોમાં દિવાલ ખરેખર નીચે પડવા લાગી. આવી સ્થિતિમાં, તેના લાલને બચાવવા માટે, માતા તેની ઉપર આવી અને તેના પર ઇંટો પડવા દીધી.

આ વિડિઓ ટ્વીટર પર IFS સુશાંત નંદાએ શેર કર્યો હતો. આ વિડિઓ હજી સુધી લાખથી વધુ વખત જોવાઈ ગયો છે અને અનેક લોકોએ શેર પણ કર્યો છે. આ વિડિઓ શેર કરતા તેઓ લખે છે કે, “દુનિયાને માતાની જરૂરત છે.” એટલું જ નહિ એક યુઝરે લખ્યું હતું કે એક મા જ હોય છે જે બધી મુશ્કેલી પોતાના ઉપર લઈ લે છે. ઘણા આ માતાને સુપર વુમન કહે છે.

About gujju

Check Also

ગુજરાતની આ છોકરીને અમિતાભ બચ્ચન લખે છે પત્ર, આ છોકરી તેના પગથી ચલાવે છે ફોટોકોપીની દુકાન…

ઘણી વખત શારીરિક ઉણપને કારણે વ્યક્તિને સમાજમાં હલકી ગુણવત્તાવાળા વિચાર સાથે જોવામાં આવે છે, જે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *