Breaking News

હાથી વિષેની આ 15 વાતો જાણીને તમારી આંખો ચાર થઇ જશે…

તમે હાથી તો ઘણીવાર જોયો હશે. ટીવીમાં પણ જોયો હશે અને પ્રાણીસંગ્રહાલયમાં પણ જોયો હશે અને સર્કસમાં પણ જોયો હશે. પણ તમે હાથી સાથે જોડાયેલ આ 15 વાતો ક્યારેય નહિ જાણતા હોવ, જો તમને આ પોસ્ટમાંથી કશુંક પણ જાણવા જેવું લાગે તો આ પોસ્ટ શેર જરૂર કરજો. અમારું પેજ લાઈક કરજો.

1. હાથી પાણીની ગંધને 4.5 કિલોમીટર દૂરથી જ સૂંઘી શકે છે. પણ તમને જણાવી દઈએ કે હાથી એક મિનિટમાં ફક્ત 2 કે 3 વાર જ શ્વાસ લેતા અને છોડતા હોય છે.2. હાથી એક જ એવું પ્રાણી છે જે કૂદી નથી શકતું અને જેના ચાર ઘૂંટણ હોય છે.3. સિંહ ભલે જંગલનો રાજા હોય પણ, તે ક્યારેય પણ ગેંડા અને હાથી સાથે લડવા માંગતો નથી.4. હાથીની ગર્જનાનો અવાજ પણ અલગ અલગ હોય છે, તેઓ જે પણ હાથીની ગર્જના સાંભળે એની તે નકલ કરી શકે છે.

5. હાથી ક્યારેય એકબીજા સાથે લડતા નથી. જો તેમના જૂંડમાંથી કોઈનું મૃત્યુ થઇ જાય તો જૂંડના બધા જ હાથીઓ અજીબ અજીબ હરકત કરીને શોક મનાવતા હોય છે.6. હાથીને સાફ રહેવું ખુબ પસંદ હોય છે તેઓ રોજ નાહવાનું પસંદ કરે છે.

7. હાથી પોતાની સૂંઢથી જમીન પર પડેલું કશું પણ ઉપાડી શકે છે અને તે સૂંઢથી પેન્ટિંગ પણ કરી શકે છે.8. માદા હાથી દર ચાર વર્ષે બાળકને જન્મ આપે છે. તે મહિલા હાથી 22 મહિના સુધી ગર્ભવતી રહે છે. નવા જન્મેલ હાથીના બચ્ચાની લંબાઈ 83 સેમી અને વજન 112 કિલો હોય છે.

9. હાથીના શરીરનો સૌથી મુલાયમ ભાગ કાનની પાછળ હોય છે, હાથીનો મહાવત હાથીને કંટ્રોલમાં રાખવા માટે કાનની પાછળના ભાગમાં પગ મારતો હોય છે10. જવાન આફ્રિકન હાથીનું વજન 6160 કિલો હોઈ શકે છે અને ભારતીય હાથીનું વજન 5000 કિલો સુધી હોઈ શકે છે.

11. હાથીનું જીવનકાળ 70 વર્ષ સુધીનું હોય છે. તે એક માનવી જેટલું જ જીવન જીવી શકે છે.12. જાનવરોમાં હાથીનું મગજ સૌથી મોટું હોય છે અને હાથી લાંબા સમય સુધી પાણીમાં તરી શકે છે.13. આખા દિવસમાંથી 16 કલાક તેઓ ખાવાનું ખાવામાં વિતાવે છે. એક દિવસમાં તેઓ 120 કિલો ભોજન ખાઈ જતા હોય છે. ખાસ વાત એ છે કે તેમાંથી તે ફક્ત 35 ટકા જમવાનું જ પચાવી શકે છે.

14. નર હાથી એ 12 થી 15 વર્ષનો થાય એટલે જૂંડ છોડી દેતો હોય છે., હાથીનું બચ્ચું આરામ કરવા માટે સૂંઢ ચુસ્તૂ હોય છે.

15. હાથી પોતાના પગનો ઉપયોગ સાંભળવા માટે પણ કરે છે. તેઓ જયારે જમીન પર ચાલે છે તો એક પ્રકારનું કંપન ઉદ્ભવતું હોય છે આ કંપનથી તેઓ પોતાની આસપાસના બીજા હાથી વિષે જાણી શકે છે.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *