Breaking News

બુધવારના દિવસે જો તમે પણ કરો છો આ કામ તો તમને થઇ શકે છે નુકશાન…

આપણે બધા જાણીએ જ છીએ કે અઠવાડિયાના દરેક દિવસે કોઈને કોઈ દેવી અને દેવતાને પૂજવામાં આવે છે. બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત કરવામાં આવેલ છે. ગણપતિ બાપ્પાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર ગણપતિ બાપાની કૃપા હોય છે એ વ્યક્તિના જીવનમાં કોઈપણ મુશ્કેલી આવતી નથી. પણ બુધવારના દિવસે ગણપતિ પૂજા કરવી જોઈએ અને એ દિવસે અમુક નિયમો છે જે બધાને માનવા જોઈએ.

આજના સમયમાં પણ એવા ઘણા લોકો છે જે બુધવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાય કરે છે અને તેમની વિશેષ પૂજા કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં તે એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જે બુધવારે પણ ન કરવા જોઈએ, નહીં તો જે વ્યક્તિ આ કામો કરે છે તે તેના પરિવારમાં દુ:ખ અને મુશ્કેલીઓ વધારવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, પણ વ્યક્તિને પૈસાની ખોટનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ બુધવારે કયું કામ ન કરવું જોઈએ.

બુધવારના દિવસે ભૂલથી પણ આ કામ ના કરવા જોઈએ.

આ વાત બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બુધવારના દિવસે ક્યારેય પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું નહિ. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે ઇન્વેસ્ટમેન્ટમાં નુકશાન જાય છે. આ સિવાય બુધવારના દિવસે કોઈપણ સાથે ઉધાર પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહિ. એવું માનવામાં આવે છે કે બુધવારના દિવસે કોઈને ઉધાર આપેલ પૈસા ક્યારેયપણ પરત મળતા નથી અને જો તમે કોઈ પાસેથી ઉધાર પૈસા લીધા છે તો તે આપવામાં પણ બહુ મુશ્કેલી થાય છે.

બુધવારના દ્વીએસે કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ કેમ કે આ અશુભ માનવામાં આવે છે. બુધવારના દિવસે મહિલાએ ખાસ કરીને આ ધ્યાન રાખવાનું છે. આ દિવસે કાળા કપડાં બિલકુલ ના પહેરવા જોઈએ.

જો તમે બુધવારના દિવસે કોઈ યાત્રા પર જઈ રહ્યા છો તો તમારે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ દ્વીએસે પશ્ચિમ દિશામાં યાત્રા ક્યારેય કરવી જોઈએ નહિ. એવી માન્યતા છે કે બુધવારના દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી નુકશાન થાય છે.

ફક્ત બુધવારના દિવસે જ નહિ પણ અપશબ્દ તો ક્યારેય કોઈને કહેવા જોઈએ નહિ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બુધવારના દિવસે તો ખાસ કોઈની નિંદા કરવી નહિ અને કોઈને અપશબ્દ કહેવા નહિ. આમ કરવાથી તમને ઘણી મુશ્કેલીઓ થશે.

About gujju

Check Also

સદીઓ બાદ થયુ આવુ મહા ચંદ્રગ્રહણ શું મચાવશે ભારે ઉથલ-પાથલ?…

વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ રાજકીય ઉથલપાથલનું કારણ બનશે. આ લગભગ 6 સદીઓનું સૌથી લાંબુ આંશિક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *