Breaking News

રાજકોટના રોયલ પરિવારની સંપત્તિના ભાગલા માટેની વાત હવે પહોંચી કોર્ટ સુધી…

વિશ્વમાં જમીન અને સંપત્તિને લઈને અવારનવાર ઘણા બધા વાદ-વિવાદ જોવા મળે છે. પણ જયારે વાત 4500 કરોડની સંપત્તિની હોય તો તેના ભાગલા પડવા એ બહુ મોટો વિવાદ બની શકે છે. આપણા રાજકોટમાં એક એવી જ વાત સામે આવી છે કે જ્યાં એક રાજઘરાનાની સંપત્તિનો વિવાદ હવાઈ કોર્ટમાં પહોંચી ગયો છે. આ વિવાદની મુખ્ય કારણ રણજિત વિલાસ પેલેસ છે અહીંયા અત્યારે રાજા માંધાતા સિંહ જાડેજા રહે છે. આ ઘરાનાની કુલ સંપત્તિ 550 એકડ જમીન, 1.4 લાખ વર્ગમીટર એરિયામાં ફેલાયેલ રંદરદાજીલ ફાર્મ, ચાંદીનું ફર્નિચર, ચાંદીનો રથ, એન્ટિક પીસ, ઘરેણાં અને ખંજર આવું ઘણુંબધું અહીંયા સામેલ છે.

આ જમીન અને પ્રોપર્ટી માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં એક માંધાતા સિંહ જાડેજા છે બીજી તેમની બહેન અંબાલિકા દેવી છે જેમણે આ સંપત્તિનો પાંચમો ભાગ મેળવવા માટે માંગ કરી છે. પછી આના બે મહિના પછી રાજાનો ભત્રીજો કે જે 24 વર્ષનો છે અને રણસુરવીર સિંહ જાડેજાએ પોતાના દાદાની મિલ્કતમાં પોતાનો ભાગ માંગ્યો છે. કાનૂન પ્રમાણે આ બંને કેસમાં મહેલ સહીત બધી સંપત્તિના અધિકારો મેળવવા માટે દાવો કરી રહ્યા છે. અત્યારે કોર્ટમાં નક્કી કરવામાં આવ્યું છે કે પિતૃક સંપત્તિને વસિયત પ્રમાણે નહિ પણ તેને પરિવારમાં બધા જ કાનૂની વારસદારોને સમાન રીતે વહેંચવામાં આવશે.

પ્રદ્યુમનસિંહ જાડેજા રાજકોટમાં 15 મા રાજા અને ઠાકોર સાહેબ હતા, ત્યારબાદ તેમના પુત્ર મનોહરસિંહને ગાદી સોંપવામાં આવી હતી. તે જ સમયે, વર્ષ 2018 માં મનોહર સિંહના મૃત્યુ પછી, માંધાતા સિંહ જાડેજાને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા અને તેઓ 17 મા રાજા તરીકે ઉભરી આવ્યા. અહીં અંબાલિકા મનોહર સિંહની પુત્રી છે જ્યારે રણસુરવીર સિંહ મનોહર સિંહના નાના ભાઈ પ્રહલાદ સિંહના પૌત્ર છે. આવી સ્થિતિમાં, બંને બહેન-ભાઈઓ પ્રદ્યુમન સિંહના વંશજ છે.

વર્ષ 2019માં અંબાલિકાને પાંચમો ભાગ આપવા માટે મનાઈ કરવામાં આવી હતી પણ પછી તે કેસમાં કહેવામાં આવ્યું હતું કે આ તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે અને તેમને તેમના ભાગ આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ પછી પાછળના વર્ષે અંબાલિકા અને માંધાતા સિંહ વચ્ચે સંબંધ ત્યારે વધારે ખરાબ થઇ જાય છે જયારે રાજતિલક દરમિયાન અંબાલિકાનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી અંબાલિકાના કેસ પર 20 સપ્ટેમ્બરના દિવસે સુનાવણી થવાની હતી જયારે માંધાતા સિંહનું નિવેદન લેવાનો સમય થોડા સમય માટે સ્થગિત કરી દેવમાં આવે છે,

અંબાલિકા પછી, રણશુરવીરે દાદાની મિલકતમાંથી પોતાનો હિસ્સો માંગીને દાવો દાખલ કર્યો હતો પરંતુ માંધાતા સિંહ જાડેજાનો જવાબ ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ પછી, માંધાતાસિંહ જાડેજાએ જવાબ આપ્યો કે વરિષ્ઠતાનો નિયમ છે, આવી સ્થિતિમાં, મોટા પુત્રને સમગ્ર મિલકત સંભાળવી પડે છે, અન્ય વારસદારોને માત્ર મિલકતની જાળવણી આપવામાં આવે છે. એટલે કે, હવે માંધાતા સિંહે કહ્યા મુજબ વરિષ્ઠતાના નિયમો અનુસાર, હવે કાનૂની નિયમો અનુસાર પૂર્વજોની મિલકત અવિભાજ્ય રહેવી જોઈએ.

About gujju

Check Also

પૃથ્વી પર દર સેકન્ડે બહાર આવે છે 300 લિટર પાણી વૈજ્ઞાનિકો પણ સ્ત્રોત શોધવામાં નિષ્ફળ…

આપણે 21મી સદીમાં પહોંચી ગયા છીએ અને વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આ પછી પણ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *