Breaking News

પોતાના પ્રેમને મેળવવા માટે જીવ જોખમમાં મુક્યો અને પછી લગ્ન કરવા માટે કર્યું અનોખું કામ…

મધ્યપ્રદેશથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમને ખુબ નવાઈ લાગશે. અહીંયા આકાશ નામનો એક યુવક એ પોતાના પ્રેમને મેળવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો. જો કે આ પ્રેમ કહાનીમાં કોઈ વિલન નથી પણ આ પ્રેમ કહાનીમાં વિલન કોઈ બીજું જ હતું. આ પ્રેમ કહાનીમાં આકાશે પોતાની પ્રેમિકા સાથે લગ્ન તો કરી લીધા અને તેમણે સમાજ સામે એક સકારાત્મક સંદેશ પણ આપ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે શું છે આખી બાબત.

મધ્યપ્રદેશના આકાશએ હમણાં ભારતી નામની એક યુવતી સાથે કોર્ટમાં લગ્ન કર્યા છે. તેમના લગ્ન જોઈને ત્યાં બધા જ લોકો તાળીઓ વગાડીને તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. વાત એમ છે કે આકાશની પ્રેમિકા ભારતી એ એવા ઘરમાં રહે છે જ્યાં તેના માતા પિતા દીકરીને થોડા પૈસા માટે વેશ્યાવૃત્તિ જેવું કામ કરવા માટે મજબુર કરવામાં આવી હતી. આપણા દેશમાં અમુક એવી જગ્યા છે જ્યાં બહુ નાની ઉંમરે બાળકીઓને આવા ગંદા કામ કરવા માટે મજબુર કરવામાં આવતી હોય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે માલવાના નીમચ, મંદસૌર, રતલામ જિલ્લાઓની આસપાસ આવા અઢીસો જેટલા કોઠા બનાવવામાં આવ્યા છે જ્યાં છોકરીઓ વેચવી સામાન્ય છે. એ જ આકાશ દુનિયા માટે એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે, જેણે બંછા સમુદાયમાં છોકરીઓના ગંદા કૃત્યો સામે અવાજ ઉઠાવ્યો છે. આકાશ તેના મનમાં નિશ્ચિત હતો કે જો પોલીસ તેને આ કામમાં મદદ નહીં કરે, તો તે પોતે જ આ દુષ્ટતાને મૂળમાંથી નાબૂદ કરશે. આવી સ્થિતિમાં, તેણીએ ફ્રીડમ ફર્મ નામની એનજીઓ સાથે મળીને લગભગ 60 છોકરીઓને બદનામીના દલદલમાંથી બહાર કાવામાં મદદ કરી.

3 વર્ષ પહેલા આકાશ અને ભારતીની મુલાકાત થઇ હતી. ત્યારે ભારતી બહુ નાની હતી અને તે આગળ ભણવા માંગતી હતી. જયારે તેની માતા તેને વેચવા માટે તૈયાર થઇ ગયી હતી. જેમ તેમ આકાશ તેને બચાવે છે અને હોસ્ટેલમાં ભણવા માટે મોકલી આપે છે પણ પછી આકાશ અને ભારતીને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. બંને પછી એકબીજા સાથે લગ્ન કરીને સમાજ માટે એક મિસાલ બનાવે છે. જો કે આકાશ માટે આ બધું કરવું સહેલું નહોતું તેણે ભારતીને આઝાદ કરાવવા માટે ઘણીવાર પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. ખરેખર આ વ્યક્તિએ ખુબ સારું કામ કર્યું કે એવા વતાવરણમાંથી તે યુવતીને છોડાવી.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *