Breaking News

ભીખ માંગીને નહિ પણ મહેનત કરીને કમાવવામાં માને છે આ વૃદ્ધ મહિલા…

તમે ટ્રાફિક સિગ્નલ પર અને રોડ પર ઘણા બધા જુવાન અને સ્વસ્થ વ્યક્તિને ભીખ માંગતા જોયા હતા. આ લોકો આળસુ અને મહેનત ના કરવી પડે એટલે ભીખ માંગીને પૈસા કમાવવા માટેનું સૌથી સરળ કામ કરવા લાગે છે. પણ બીજી બાજુ એવા પણ અમુક લોકો છે જે મુશ્કેલથી ખુબ મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પણ મહેનત કરવાથી પાછા પડતા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ ભીખ માંગવા તૈયાર થતા નથી. તેમની અંદર રહેલ આત્મા એ તેમને ભીખ માંગવા જેવું કામ કરવા દેતું નથી. એવા લોકોને તો ફક્ત બે સમયની મહેનત કરેલી રોટલી મળી જાય એટલે બહુ થયું. આજે અમે તમને પુણે મહારાષ્ટ્રની એક એવી મહિલા વિષે જણાવીશું કે તેમના વિષે જાણીને તમને પણ ગર્વ થશે અને પ્રેરણા મળશે. આ મહિલાનું નામ છે રતન.

વૃદ્ધ મહિલા ભિખારી નહીં પણ મહેનતથી કમાયેલા પૈસા માંગે છે
રતન પુણેના એમજી રોડ પર પેન વેચનાર તરીકે કામ કરે છે. હંમેશા હસતા રહેતા રતનએ તેના પેન બોક્સ પર એક ખાસ લાઈન લખી છે – “હું કોઈ પાસે ભીખ માંગવા નથી માંગતી. મહેરબાની કરીને 10 રૂપિયામાં બ્લ્યુ પેન ખરીદી લો, આભાર આશીર્વાદ. તેમના દ્વારા કહેલી આ વાત કોઈપણ માર્ગ પર વ્યક્તિનું દિલ જીતી લે છે. પછી તે તેમની પાસેથી પેન ખરીદ્યા વગર રહી શકતો નથી.

રતનની આ સ્ટોરી લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેમની કહાની સાંસદ વિજય સાંઈ રેડ્ડી વીએ પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. તેઓ લખે છે કે, ‘રતન પુણેની એક સિનિયર સીટીઝન છે. તેમણે જીવનમાં ભીખ માંગવી એ યોગ્ય સમજ્યું નહિ પણ તેમણે મહેનત કરીને પૈસા કમાવવાનું નક્કી કર્યું. તે રસ્તા પર રંગબેરંગી પેન વેચવાનું કામ કરે છે. તે મહેનત અને ગર્વની કમાણી કરીને ખુબ ખુશ હોય છે. તેમની ઈમાનદાર જીવન જીવવાની જે નિષ્ઠા છે એ લોકોને ખુબ પસંદ આવી રહી છે, તેમનામાંથી ઘણા લોકોએ પ્રેરણા લેવા જેવી છે. આ પછી આ પેન વાળી દાદી ખુબ વાઇરલ જઈ રહ્યા છે. તમે ફોટો જોયો કે નહિ.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *