Breaking News

માતા અને ત્રણે દીકરીઓની હાલત ખરાબ સાળો કરી રહ્યો છે 1 કરોડ રૂપિયાની માંગ…

ખેડૂત આંદોલનમાં લખબીર સિંહની હત્યા પછી તેમના ઘર અને પરિવારની પરિસ્થિતિ સામે આવી છે. તમે પણ આ પરિવારની પરિસ્થિતિ જોઈને લાગણીશીલ થઇ જશો. ચાલો તમને જણાવીએ શું થયું લખબીર સિંહના મૃત્યુ પછી.

લખબીર સિંહની પત્ની જસપ્રીત કોરનું એવું કહેવું છે કે જે રીતે મારા પતિને સાજિસ કરીને બોર્ડર પર લઈને જઈને મારી નાખવામાં આવ્યા હતા, એવું કામ જો મારી દીકરો સાથે થઈ ગયું તો તે ક્યાંયની નહિ રહે. હવે તો આ દીકરીઓ જ તેમના જીવનનો સહારો છે. તેમને ત્રણ દીકરીઓ છે. જયારે રવિવારના દિવસે ગામ ચિમ ખુર્દના સમશાન ઘાટમાં જસપ્રીત કોર પોતાના પતિ લખબીર સિંહ ટીટુની અસ્થિઓ લેવા માટે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, “અજજ માનવતા હી નહિ, રબને વી મુહ મોડ લિયા એ”

જસપ્રીત કોર કહે છે કે, “મારા પતિ ક્યારેય ગામની બહાર એકલા નથી ગયા, ચાર વર્ષ એમણે કોલ મોબાઈલ પણ નથી કર્યો, પછી તેની સાથે આવી દુશમની કોણ કરે. એ ખબર પડવી જ જોઈએ.” જસપ્રીત કોરની ત્રણ દીકરીઓ છે જેમનું નામ તાનિયા, સંદીપ અને કુલદીપ છે. તે પોતાની ત્રણે દીકરીઓને ગળે લગાવીને રડ્યા લાગેછે. જસપ્રીત કોરની નાની દીકરી હંમેશા માતાને પૂછ્યા કરે છે કે, “મમ્મી મારા ડેડી એ શું ભૂલ કરી હતી કે તેમને ગામના લોકોએ આવી રીતે દોરીથી બાંધી દીધા હતા. અસ્થિયાઁ લેતા પહેલા અરદાસ કેમ ના કરવામાં આવી”

તમને જણાવી દઈએ કે લખબીર સિંહની વિધવા બહેન રાજબીર કોર કહે છે કે, “હવે તો મારુ પણ અહીંયા આ ઘરમાં રહેવાનું મન નથી થતું.” તેમને કહ્યું અને પછી કહે છે કે પહેલા મારા પતિનું મૃત્યુ થઇ ગયું અને હવે ભાઈ લખબીર પણ નથી રહ્યો. તેમની બહેન કહે છે કે હવે તો તેમનું જીવવાનું કોઈપણ કારણ જ નથી.

લખબીર સિંહના સાળાનું નામ સુખચેન સિંહ છે, જે આ બધા મામલાને સીબીઆઈ દ્વારા તાપસ થાય એવી માંગણી કરી રહ્યા છે. તેઓ જાણવા માંગે છે કે આખરે હકીકત શું છે. આ સાથે જ સુખચેન સિંહએ લખબીરના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે  અને સુરક્ષા પણ આપવામાં આવે એવી માંગ કરી રહ્યા છે જેથી ફરથી તેમના પરિવારના કોઈને નુકશાન થાય નહિ.

સિંઘુ બોર્ડર પર જ દલિત યુવક લખબીર સિંહની હત્યાના આરોપી સરબજીતને શનિવારે સોનીપત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપી સાથે કોર્ટ પહોંચી હતી. કોર્ટે સરબજીતને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. નિહાંગ શીખ સરબજીતે કુંડલી પોલીસ સ્ટેશન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને તેણે હત્યાની કબૂલાત પણ કરી હતી.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *