Breaking News

હવે શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા પર લગાવ્યો ગંભીર આરોપ રડતા રડતા અભિનેત્રીએ કહી હકીકત…

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધતી જ રહી છે. રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં હમણાં સુધી જેલમાં હતો જેને હમણાં જ જામીન મળ્યા છે. હવે એક અભિનેત્રી કે જે બૉલીવુડની બોલ્ડ બ્યુટી કહેવાય છે તેણે રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો છે. આ અભિનેત્રી એટલે કે શર્લિન ચોપડા. તેણે હમણાં જ જુહુ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ દગાબાજી અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસને કરેલ કમ્પ્લેનમાં અભિનેત્રી જણાવે છે કે તેણે રાજ કુન્દ્રાની ‘જેએલ સ્ટ્રીમ’કંપની માટે 3 વિડિઓ શૂટ કર્યા હતા. પણ કામ થઇ ગયા પછી પણ તેને પૈસા મળ્યા નથી. શર્લિન કહે છે કે વિડીઓમાં કામ કર્યા પછી તેને પૈસા આપવામાં આવ્યા નથી. શર્લિન ચોપડાએ આ વિષે એક વિડિઓ પણ શેર કર્યો છે જેમાં તે કહે છે કે શરીરના દેખાડાના વિડિઓ પછી પણ કલાકારને તેઓ પૈસા આપતા નથી.

વિડીઓમાં તે જણાવે છે જેમાં તે મીડિયા સાથે વાત કરતી દેખાય છે. વિડીઓના કેપશનમાં લખેલું છે કે આજે હું જુહુ પોલીસ સ્ટેશન ગઈ હતી, રાજ કુન્દ્રા અને શિલ્પા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે. તે પોતાની ફરિયાદમાં કહે છે કે રાજે તેનું શોષણ તો કર્યું જ છે સાથે અંડરવર્લ્ડથી ધમકી પણ અપાવી છે. વિડિઓમાં તે કહી રહી છે કે હવે તે ડરી ડરીને જીવવા માંગતી નથી.

શર્લિનએ પોતાની વાત આગળ મૂકી અને કહ્યું, તમે કલાકારના ઘરે જાઓ અને તેનું જાતીય શોષણ કરો. તે પછી ધમકી આપીને કહે છે કે જાતીય શોષણનો કેસ પાછો લો નહીંતર હું તમારું જીવન બગાડી દઈશ. આ જ વિડીયોમાં અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, તે માત્ર ચુકવણીની જ નહીં પણ ડરના વાતાવરણમાં ગૂંગળામણભર્યા જીવન વિશે પણ છે. હવે હું આ રીતે જીવી શકતી નથી. શર્લિનએ આ અંગે પોલીસને પણ જણાવ્યું છે. શર્લીને આગળ કહ્યું કે આજે હું ડરીશ નહીં. મેં પોલીસને કહ્યું છે કે હવે હું ડરમાં જીવી શકતી નથી. હવે હું આવા વાતાવરણમાં રહી શકતી નથી.

About gujju

Check Also

61ની ઉંમરમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ એકદમ નાનકડા સ્કર્ટમાં…

અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘એન્ટીમ’ તાજેતરમાં રીલિઝ થઈ છે. ભાઈજાનના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *