Breaking News

લખબીર સિંહ હ@ત્યા કેસ બીજો એક આરોપી આવ્યો સામે મેં જ તેનો પગ તલવાર…

લખબીર સિંહ હત્યા પછી સરવજીત નામના વ્યક્તિએ જાતે જ પોલીસ સામે આવીને આત્મસમર્પણ કર્યું હતું અને પોલીસે તેને ગિરફ્તાર પણ કરી લીધો હતો અને હવે બીજું એક નામ નારાયણ સિંહ સામે આવ્યું છે આ વ્યક્તિને પોલીસે પકડી પડ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર સવારે લખબીર સિંહની ખુબ જ દર્દનાક રીતે હત્યા કરવામાં આવી હતી.

જે રીતે પોલીસ સામે પહેલા સરવજીતએ આત્મસમર્પણ કર્યું હતું એવી જ રીતે નારાયણ સિંહ પણ આત્મસમર્પણ કરે છે. કહેવાય છે કે તેઓ શ્રી અકાળ તખ્ત સાહેબ પર આત્મસમર્પણ કરવા જતા હતા જો કે તે પહેલા જ પોલીસ તેમને પકડી લે છે. પંજાબ પોલીસ નારાયણ સિંહને અમૃતસર જંડીયાલાના અમરકોટ ડેવિડ પુરાથી પકડી લે છે. નારાયણએ એ વાત કાબુલ કરી છે કે તેમણે જ લખબીરની હત્યા કરી છે.

નારાયણ સિંહ ગિરફ્તારી પછી જણાવે છે કે તેણે એટલે કે લખબીર સિંહએ ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન કર્યું હતું અને પછી તે ભાગી ગયો હતો. આ પછી અમુક નીહંગ તેની સાથે ખુબ મારપીટ કરે છે અને મેં પોતે તલવારથી તેનો પગ કાપીને અલગ કરી નાખ્યો હતો. તેઓ એ પણ કહે છે કે તેમને એ વાતનું થોડું પણ દુઃખ નથી કે તેમણે લખબીરને મારી નાખ્યો છે.

બીજી બાજુ મૃતક લખબીર સિંહના અંતિમ સંસ્કાર તરનતારનના ચિમ ખૂઈ ગામમાં કરી દેવામાં આવે છે જોકે નીહંગ સિંહ લોકોની બીકે સત્કાર કમિટીની ઘોષણાને લીધે લોકો આમાં શામિલ થતા નથી. તેમની ના તો કોઈ અંતિમ સંસ્કારની વિધિ થાય છે ના તો કોઈ રીત રિવાજ થાય છે. મૃતકને ગામનો એક વ્યક્તિ મોઢું સંતાડીને મુખાગ્નિ આપી દે છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેને સાંજે સવા સાત વાગે અંતિમ સંસ્કાર આપવામાં આવે છે.

વાત એમ હતી કે મૃતક લખબીર સિંહ પર આરોપ છે કે તેણે ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન કર્યું હતું અને આ ઘટના સાથે જોડાયેલ અમુક વિડિઓ અને ફોટો પણ સામે આવ્યા હતા. એક વિડિઓમાં એક વ્યક્તિ લખબીરને લઈને કહે છે કે આને ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન કર્યું છે અને જે પણ વ્યકિત એવું કરશે તેની સાથે આવું જ કરવામાં આવશે.

આ ઘટના શુક્રવાર સવારે બની હતી. સરવજીત સિંહએ લખબીર સાથે બહુ નિર્દયતાથ વર્તન કર્યું હતું. તે વ્યક્તિ વારંવાર દયાની ભીખ માંગી રહ્યો હતો. તે વારંવાર પોતાના ગુરુનું નામ કહી રહ્યો હતો. જો કે કોઈ તેનું કશું જ સાંભળતા નથી અને તેને મારી નાખવામાં આવે છે.

About gujju

Check Also

દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા જાન્યુઆરીમાં હુમલાની શકયતાથી ફફડાટ…

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે યુક્રેનના ટોચના જનરલે ચેતવણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *