Breaking News

શરદ પૂનમ પહેલા કરો આ ઉપાય મનોકામનાથી લઈને સંતાન પ્રાપ્તિ પણ થશે…

મનોકામના પુરી કરવા માટે તમારે શરદ પૂનમ પહેલા આ કામ કરવાના રહેશે. તમે આમાંથી કોઈપણ ઉપાય કરીને તમારી મનોકામના પુરી કરી શકો છો. આની માટે તમારે કોઈપણ મંદિરમાં ધજા અર્પણ કરવાની રહેશે. તમે ઈચ્છો તો તમારા ઘરના મંદિર પર પણ ધજા લગાવી શકો છો. ધજા તમારે હંમેશા લાલ રંગની અર્પણ કરવાની રહેશે. આ સાથે જો કોઈ દેવીનું મંદિર છે તો તમારે માતાજીને ચૂંદડી પણ ચઢાવવી જોઈએ.

તમારે ઘરના નજીકમાં આવેલ હનુમાનજી મંદિરે જવાનું રહેશે અને ત્યાં જઈને તમારે પાનનું બીડું ધરાવવાનું રહેશે. આ ઉપાય તમારે સતત 3 દિવસ કરવાનું છે. જયારે પણ આ કામ કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારે પાન ધરાવો ત્યારે તમારી મનોકામના હનુમાનજીને જણાવવાની રહેશે. આમ કરવાથી તમારી મનોકામના હનુમાનજી જલ્દી પુરી કરી દેશે.

જો તમે ધન સંબંધિત કોઈ મુશેક્લી અનુભવી રહ્યા છો તો તમારે શરદ પૂનમ પહેલા સોના અથવા ચાંદીની કોઈ વસ્તુ જેવી કે સાથિયો, હાથી, કાળાશ, શ્રીયંત્ર, ત્રિશુલ વગેરે જેવી કોઈપણ વસ્તુ લેવી પછી તેને લાવીને પૈસા રાખતા હોવ તિજોરીમાં એવી જગ્યાએ મૂકવું અને ધનતેરસના દિવસે આ વસ્તુની પૂજા કરવી. પછી આ વસ્તુને લાલ કે ગુલાબી રંગના કપડાં પર તિજોરીમાં મૂકવું. પૈસા સંબંધિત બધી જ તકલીફ દૂર થઇ જશે.

જો તમે કોઈ કારણસર નવરાત્રી દરમિયાન કન્યા ભોજન નથી કરાવી શક્યા તો તમારે શરદ પૂનમ પહેલા અથવા તો તે દિવસે બાળકીઓને ઘરમાં બોલાવીને સારું જમવાનું ખવડાવું જોઈએ. આમ કરવાથી ઈશ્વર તમારા પર પ્રસન્ન થશે. તમારી બધી મનોકામના આ ઉપાય કરવાથી પુરી થઇ જશે. શરદ પૂનમના દિવસે સાંજે માતાજી સામે દીવો કરો અને પ્રસાદમાં ઈલાયચી અને સાકરની પ્રસાદ ધરાવવી. પછી આ પ્રસાદ દંપતીએ લેવાનો રહેશે આમ કરવાથી સંતાન પ્રાપ્તિનું શીખ પણ મેળવી શકાય છે.

About gujju

Check Also

આ રાશિના જાતકો હોય ખુબ ભાગ્યશાળી સુખ-સંપત્તિમાં આજીવન આળોટે…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ રાશિઓ અને ગ્રહોનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ, ચારિત્ર્ય, ગુણો અને ભવિષ્ય પર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *