Breaking News

અહીંયા મુસલમાન પર કરવામાં આવે છે અત્યાચાર, પાણી માંગવા પર મોઢામાં બોટલ ઠુંસી દેવામાં આવે છે.

વિશ્વમાં એવા ઘણા દેશ છે જ્યાં ખુલ્લેઆમ માનવાધિકારનું ઉલ્લંઘન થયું હોય છે. તેનું એક તાજું જ ઉદાહરણ જોવા મળ્યું છે અફગાનિસ્તાનમાં. જ્યાં નાગરિકોને ખાસ કરીને મહિલાઓ ઉપર તાલિબાની અત્યાચાર કરી રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે દુનિયામાં ચીનનું નામ પણ આમાં આગળ છે. અહીંયા મુસલમાનો પર તાલિબાનીઓ જેવી જ ક્રૂરતા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જો ચીની લોકોની વાત માનતા નથી તે મુસલમાન પર ઘણા અમાનવીય કૃત્ય કરવામાં આવે છે. ચીનના એક પૂર્વ પોલીસઓફિસરે એક ઇન્ટરવ્યૂમાં તેમનું નામ બહાર ના પાડવાની શરતે બધી વાતો જણાવી હતી.

તેઓ જણાવે છે ચીની ડિટેનશન સેન્ટરમાં ઉઇગર મુસલમાનોના મોઢામાં પાઇપ નાખીને હાથ અને પગ બાંધી દેવામાં આવે છે. એટલું જ નહિ પાણી માંગે કોઈ તો તેના મોઢામાં પાણીના બોટલનું ઢાંકણું ઠુંસી દેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ ચીની પોલીસ અધિકારીએ આગળ કહ્યું કે ઉઈગુરોને ચીની સૈનિકો માલગાડીઓમાં અટકાયત કેન્દ્રોમાં લાવે છે. જ્યારે તેઓ ભૂખ્યા હોય ત્યારે તેમને ખોરાક પણ આપવામાં આવતો નથી. તેઓ ઘણા દિવસો સુધી ભૂખ્યા રહે છે. ખૂબ વિરોધ કરવા પર, ચીની સૈનિકોએ બે લોકોને એક જ હાથકડીમાં બાંધ્યા. કેટલીકવાર આ લઘુમતી સમુદાયોને માર મારવામાં આવે છે. જોકે, ચીને આ આરોપોને નકારી કા્યા છે અને ભૂતપૂર્વ પોલીસ કર્મચારીને સદીનો સૌથી મોટો જૂઠ્ઠો ગણાવ્યો છે.

ચીન એક અભિયાન હેઠળ આ મુસલમાનોને ખતમ કરવા માંગે છે. શિંજિયાંગ પ્રાંતમાં આ મુસલમાનની આબાદી હોય છે અને તેઓ ચીનથી અલગ થવા માંગે છે જયારે ચીનીઓ કોઈપણ ભોગે આ ભાગ છોડવા માંગતા નથી. વિરોધ કરવાવાળા પર ચીની સૈનિક બધી રીતના જુલ્મ કરે છે. જો કે ચીનીઓ તો હંમેશા આ ગુનાહ કરવાથી ના કહે છે.

બ્રિટિશ સ્કાય ન્યૂઝના અહેવાલ અનુસાર, જે લોકો અટકાયત કેન્દ્રમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે છે તેમની સાથે વધુ અમાનવીય વર્તન કરવામાં આવે છે. ચીની સૈનિક દ્વારા આવા લોકોને માથા પર જોરદાર ફટકો મારવામાં આવે છે, જેથી તેઓ ઘાયલ થાય અને ભાગી ન શકે. એટલું જ નહીં, ઉઇગુરોને ભાગવાના ડરથી શૌચાલયમાં જવાની મંજૂરી નથી.

પોલીસ ઓફિસરના કહેવા પ્રમાણે 2019માં ગિરફ્તાર કરવામાં આવેલ ઉઇગરોના માથે ટકો કરવામાં આવે છે અને તેમને આંખ પર પેટ્ટી બાંધીને ટ્રેનથી લઈ જવામાં આવતા. તેમની પર દબાણ કરવા માટે ઘણા બધા ઉપાય કરવામાં આવતા હતા. તેમને લાકડીઓથી માર મારવામાં આવતો હતો.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *