Breaking News

ટ્રેન નીચે આવીને કરી આત્મહત્યા સુસાઇડ નોટમાં લખેલું હતું પીએમ નરેન્દ્ર મોદીનું નામ…

ગ્વાલિયરનો રહેવાસી એક યુવક કે જેની ઉમર 16 વર્ષ હતી તેણે ટ્રેનની સામે આવીને પોતાનો જીવ આપી દીધો હતો. યુવક 11માં ધોરણનો વિદ્યાર્થી હતો તે ગ્વાલિયરમાં કેન્સર હોસ્પિટલ આસપાસ રહેતો હતો. ઝાંસી રોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજીવ નારાયણ શર્માના જણાવ્યા અનુસાર આ યુવકે રવિવાર રાત્રે ટ્રેન સામે કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. ટ્રેન સ્પીડમાં હોય છે એટલે ટ્રેન તેના શરીર પર થઈને આગળ નીકળી જાય છે. અને જે તે જગ્યાએ જ તેનું મૃત્યુ થઇ જાય છે.

તમને જણાવી દઈએ યુવક પાસે એક સુસાઇડ નોટ મળી છે. આ નોટમાં તેણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લખ્યું છે. વાત એમ છે કે આ યુવક એક ડાન્સર બનવા માંગતો હતો જોકે તેને આ કામમાં તેના મિત્રો અને પરિવારનો કોઈનો પણ સપોર્ટ મળતો નથી. આ કારણે તેનું સપનું પૂરું ના થઇ શક્યું એટલે તેણે સુસાઇડ કરી લીધું.

નવાઈની વાત એ છે કે તેને સુસાઇડ નોટમાં નરેન્દ્ર મોદીનું નામ પણ લખ્યું છે. તેણે મોદીજીને એક મ્યુઝિક વિડિઓ બનાવવા માટે વિનંતી કરી હતી. યુવકે લખ્યું હતું કે તેના મૃત્યુ પછી એક મ્યુઝિક વિડિઓ બનાવે અને તેમાં સિંગર હોય અરજીત સિંહ અને તેમાં ડાન્સ કોરિયોગ્રાફ કરે નેપાળનો આર્ટિસ્ટ સુશાંત ખત્રી. યુવકે લખ્યું હતું કે આવું થશે પછી જ તેની આત્માને શાંતિ મળશે.

એક રીતે જોઈએ તો આ મ્યુઝિક વીડિયો છોકરાની છેલ્લી ઈચ્છા છે, જે તેણે પીએમ મોદીને પૂરી કરવાની વિનંતી કરી છે. અત્યારે પોલીસ દરેક ખૂણાથી તપાસ કરી રહી છે. વધુ તપાસ બાદ જ પોલીસ આ બાબતે વધુ કહી શકશે. આ સાથે જ છોકરાના મોતથી પરિવારમાં શોકનું વાતાવરણ છે. હવે તેને અફસોસ થઈ રહ્યો છે કે તેણે નૃત્યાંગના બનવાના સ્વપ્નમાં તેના પુત્રને શા માટે સાથ ન આપ્યો.

આ સમગ્ર બાબત પર તમારો અભિપ્રાય શું છે, કૃપા કરીને અમને કોમેન્ટ દ્વારા જણાવો. વળી, જો તમારા મનમાં આત્મહત્યાનો વિચાર આવે તો તેને તરત જ ફેંકી દો. આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. હિંમત રાખો, સખત મહેનત કરતા રહો અને તમારા દુ:ખ અન્ય લોકો સાથે પણ વહેંચો. જો જરૂરી હોય તો, મનોચિકિત્સકની સલાહ પણ લો.

About gujju

Check Also

10 પત્નીઓ ની સાથે રહે છે આ વ્યક્તિ ,ફિદા રહે છે મહિલાઓ તેના પાર જણાવ્યું તેની આ સફળતા નું રાજ

એક પત્ની લોકોને સંભાળતી નથી, પરંતુ આ યુવક 10-10 પત્નીઓ સાથે રહે છે. ખાસ વાત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *