Breaking News

આ ખેલાડીની કિસ્મત ચમકી! ટી-20 વર્લ્ડકપમાં લઇ શકે છે હાર્દિક પંડ્યાનું સ્થાન…

ટી-20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021) આગામી મહિનાથી યૂઓઇ અને ઓમાનમાં રમાશે. આ વર્લ્ડકપને જીતવા માટે ટીમ ઇન્ડિયાને મોટે દવેદાર માનવામાં આવી રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ 24 અક્ટોબરે કોબીમાં પ્રથમ મુકાબલો પાકિસ્તાન વિરૂદ્ધ છે. પરંતુ આ મોટી ટર્નામેન્ટ પહેલા ટીમ ઇન્ડિયા સામે એક મોટી મુશ્કેલી ઉભી થઇ છે. હા્રદિક પંડ્યાની ફિટનેસને લઇ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોક આ ખબરો તમામ લોકો માટે ખરાબ નથી.

આ ખેલાડીની કિસ્મત ખુલી ગઇ!

હાર્દિક પંડ્યાની ફિટનેસ પર ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. આઇપીએલમાં તેને મુંબઇની ટીમે 2 મેચમાં સ્થાન આપ્યું નથી. એવું લાગે છે કે ટી-20 વર્લ્ડકપમાં તેનું રમવું પણ મુશ્કેલ છે. પરંતુ હાર્દિકના અનફિટ થવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઇ શકે છે. શાર્દુલ ઠાકુર હામલાં ફોર્મમાં છે અને તે ટીમ ઇન્ડિયા માટે એક સારો ઑલરાઉન્ડર સાબિત થઇ રહ્યો છે. પણ આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2021 માટે 15 સભ્યો ભારતીય સ્ક્વોડમાં તે નથી અને સ્ટેન્ડબાઇ પ્લેયર્સમાં તેને રાખવામાં આવ્યા છે.

શાર્દુલને તક મળી શકે છે

હાર્દિક પંડ્યા ના રમતા શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે શાર્દુલ ઇંગ્લેન્ડ સામે 4માથી 2 મેચ રમી ચૂક્યો છે, જેમાંથી 3 ઇનિંગમાં તે 39.00ની બેટિંગ એવરેજ અને 102.63 સ્ટ્રાઈકથી 117 રન બનાવ્યા હતા, જેમાં તેની બે અડધી સદી પણ સામેલ છે. આ સિરીઝમાં શાર્દુલના રનની સંખ્યા અંજિક્ય રહાણે કરતા પણ વધુ છે. રહાણેએ 109 રન હનાવ્યા હતા.

બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝની 4 ઇનિંગોમાં 22.00ની સરેરાશથી 7 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર 2-22 રહી છે. શાર્દુલની વિકેટોની સંખ્યા રવીન્દ્ર જાડેજાથી પણ વધારે છે.

ફિટ નથી હાર્દિક પંડ્યા

ટીમ ઇન્ડિયાના સૌથી મોટા મેચના વિનરથી ઓળખાતા ઑલરાઉન્ડર પંડ્યા હાલમાં ફીટ નથી અને તેની ફિટનેસ પર સખત સવાલો ઉદ્ભવી રહ્યા છે. હાર્દિક પંડ્યા આઇપીએલ 2021 મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ ટેન્શનમાં છે કે આખરે આ ધાકડ ખેલાડીને શું થયું છે. આ એક મોટું કારણ છે કે આઇપીએલ રમી રહ્યો નથી.

About gujju

Check Also

જાડેજા બાદ વોર્નર પર ચઢ્યો ‘પુષ્પા’નો રંગ, instagram પોસ્ટ વાયરલ

તાજેતરના T20 વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નરે ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *