Breaking News

જો તમારા પૂર્વજો છે તમારાથી નારાજ તો આપશે આ સંકેત, જાણો….

માનવજીવ ને પૂર્વ જન્મો ના કર્મો ના આધારે સુખ દુઃખ ભોગવવા પડતા હોય છે. એવું  કહેવાય છે કે જો માણસ પાસે સારા કર્મો હોય તો તેને કોઈ પણ વસ્તુથી જીવવાના અને મર્યા પછી પણ  ડરવાની જરૂર નથી.  ઘણી વખત લોકો પિત્રુ દોષના કારણે ખૂબ તેમની લાઈફ માં ખુબ હેરાન થતા હોય છે અને  ડરી જાય છે.  લોકોના મનમાં ભ્રામક માન્યતા છે કે પિત્રુ દોષ એક ભયંકર નડતરરૂપ છે.  જો તમે ખોટા માર્ગ પર છો કે ઘણી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો. તો તમારા માટે આ વિશે વિચારવું ખૂબ જ અનિવાર્ય  છે.  પિત્રુ પક્ષ એટલે પૂર્વજોની પૂજા લાંબા સમયથી ચાલી રહી છે.  આ વખતે પિત્રુ પક્ષ 2 સપ્ટેમ્બરથી શરૂ થયો છે.  લોકો જુદી જુદી તારીખે તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ અને પિંડ દાન કરે છે. અને ખીર બનાવીને જમાડે છે.

 

શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મમાં માનતા દરેક વ્યક્તિ માટે પૂર્વજો માટે શ્રાદ્ધ કરવું ખૂબ જ જરૂરી કે મહત્વનું છે.  પિત્રુ દોષને કારણે ઘરમાં અશાંતિ રહે છે અને લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  આજે, જો તમને પિતૃ દોષ હોય તો તમે ઘરમાં કેવા લક્ષણો જુઓ છો? આ અંગે આપણે માહિતી જોઈશું.

પિતૃત્વના લક્ષણો:

સપનામાં પૂર્વજોની વારંવાર મુલાકાત:

જો તમે સ્વપ્નમાં તમારા મૃત સંબંધીઓને વારંવાર ઊંઘ માં જોતા હોય તો તેનો અર્થ એ છે કે તમારા પિતાની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે  આવી સ્થિતિ માં, તમારે તમારા મૃત સ્વજનોની મનપસંદ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને દાન કરવી જોઈએ. અને ઘર ના દરેક સભ્યો એ બેસી ને બધા એ સાથે શ્રાધ માં જમવું જોઈએ. જેથી આપણા પૂર્વજો ને શાંતિ મળે.

ઘરમાં ગંધ આવવવી:

જો તમારા ઘરની સારી રીતે સફાઈ કરી રહ્યા છો પરંતુ તેમ છતાં તમારા ઘરમાંથી દુર્ગંધ આવે છે, તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી નારાજ છે.  શાસ્ત્રો મુજબ  પૂર્વજો ગુસ્સે થવાના સંકેત માનવામાં આવે છે. જેથી આપણે તેનો ઉપાય કરવો જરૂરી છે.

ખોરાકમાંથી વાળ નીકળવો.

જો તમે જમવા  બેઠા હોવ અને તમારા જમવામાં વાળ બહાર આવે અથવા તમારા પરિવારના કોઈ સભ્યને ખોરાકમાંથી વાળ આવે તો તેને અવગણશો નહીં, તરત જ તમારે જ્યોતિષ ને તમારી જન્મકુંડળી બતાવવાની જરૂર છે કારણ કે તે પિત્રુ દોષના લક્ષણો હોઈ શકે છે. જેથી જ્યોતિષ કહે તેમ કરવું જરૂરી છે.

લગ્નમાં વિલંબ:

જો લગ્નમાં રૂકાવટ આવે તો અથવા જો સંબંધ તૂટી જાય , તો તેનો અર્થ એ છે કે પિતા તમારાથી નારાજ છે. તે પણ તમે તરતજ જ્યોતિષ પાસે જઈને જન્માક્ષર બતાવવા જોઈએ. જેથી તેનો જલ્દી નિકાલ આવે.

સારા કાર્યોમાં રૂકાવટ:

જો તમે કોઈ શુભ કાર્ય કરી છો પરંતુ તમે વારંવાર રૂકાવટ સામનો કરી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી નારાજ છે. તો આ પિતૃ દોષ નો પ્રભાવ હોય તો તે ઘણા પ્રકાર ની મુશ્કલીઓ થી ઘેરાયેલી રહે છે. સખત મહેનત અને સતત પ્રયત્ન કરવા છતાં તેને મહેનત નું ફળ મળતું નથી.

પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાયો:

જો તમે પિતૃ દોષથી છુટકારો મેળવવા માંગતા હોય, તો દરરોજ સવારે અને સાંજે ઘરની અંદર સંધ્યા આરતી સાથે કપૂર નો ધૂપ કરો.વધુ માં પિતૃ દોષ ને જ્યોતિષ શાસ્ત્ર માં અશુભ ફળ દેનારું કહેવાય છે.જો તમારી કુંડળીમાં પિતૃ દોષ હોય તો શ્રાદ્ધપક્ષ તેના નિવારણ માટે ઉત્તમ સમય છે.

ઘર માં હનુમાન ચાલીસા વાંચો.

તમારે તમારા કર્મને સુધારવાની જરૂર પડે છે જેથી હનુમાન ચાલીસા કરવી જરૂરી છે વધુ માં કે  જો તમારા ઘર માં ઝગડા કે કંકાસ ચાલ્યા કરવું.તે પણ પિતૃ દોષ નડતો હોય તો પણ આવું બની શકે છે.

ગુસ્સો અને દારૂ છોડી દો.

પરિવારના બધા સભ્યો સાથે હળી મળી ને  પ્રેમથી જીવો. ગુસ્સો તો ક્યારેય પણ કરવો નહીં. અને દારૂ વસ્તુ તો છોડવી મુશ્કેલ છે જો એકવાર તેની લત લાગે તો તે છૂટે નહિ. તેની આદત પડી જતી હોય છે.

પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે તમારે ઘરની વાસ્તુ સુધારવાની જરૂર પડે છે. ઘરમાં સતત પૈસા ની અછત , લગ્ન માં મુશ્કેલી ઓ, પરિવાર માં કલહ , ઘરમાં કોઈને કોઈ બીમાર રહેતું હોય જો આમાંથી કોઈ પણ સમસ્યા સતત આવતી હોય તો તમારે પિતૃ ને શાંતિ માટે જ્યોતિષ સાથે પૂજા કરાવવી જરૂરી છે.

તમે પરિવારના તમામ સભ્યો પાસેથી એક જ સરખા પ્રમાણમાં સિક્કા ભેગા કરો અને તમે તે સિક્કા કોઈપણ મંદિરમાં દાન કરી શકો છો.

તમારે નિયમિતપણે કાગડા, પક્ષી, કૂતરા અને ગાયને રોટલી ખવડાવવી જોઈએ. જેથી આપણા પૂર્વજો ને શાંતિ મળે છે.

તમારે પીપળાના વૃક્ષને નિયમિત પણે જળ અર્પણ કરવું જોઈએ અને કપાળ પર કેસરનું તિલક લગાવવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાથી, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવાથી પિતૃ દોષ સમાપ્ત થાય છે. અને ઘર માં એકદમ શાંતિ રહે છે.

About gujju

Check Also

માસ્ક વગર આઈસ્ક્રીમ લેવા પહોંચી હતી મહિલા, દુકાનદારે ટોકી તો કંઇક કર્યું આવું, જુઓ વિડીયો

કોરોના વાયરસનો ફેલાવો હજુ પણ ચાલુ છે. કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *