Breaking News

ભારતીય કરન્સી પર કેમ લખવામાં આવે છે, “धारक को पैसे अदा करने का वजन क्यों देते है” રસપ્રદ માહિતી.

આજે દરેક ભારતીયના ખિસ્સામાં 10-20-50 કે એનાથી પણ વધુ કિંમતની નોટ હશે જ. પણ શું તમે ક્યારેય તમારા ખિસ્સામાં પડેલી એ કોઈપણ નોટ ધ્યાનથી જોઈ છે? આપણા દેશની કરન્સીની ઘણી બધી રસપ્રદ વાતો છે જે આજે ઘણા બધા લોકો જાણતા નથી. તમને જોવામાં એ નોટ સામાન્ય લાગતી હશે પણ તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય એવી ખાસિયત હોય છે આપણા દેશની કરન્સીમાં. આજે અમે તમને જણાવીશું એવી અવનવી ખાસ વાતો.

દેશના ઘણાબધા લોકો છે જેને આ વિષે જાણકારી નથી હોતી. શું તમે જાણો છો કે ભારતીય કરન્સીમાં ભાષા પેનલમાં કેટલા પ્રકારની ભાષા હોય છે? મતલબ અહીંયા અંગ્રેજી અને હિન્દી સિવાય કેટલી ભાષામાં કિંમત લખેલી હોય છે. તમારા પર્સમાં રહેલ કોઈપણ સો રૂપિયાની નોટ કાઢો અને પછી તેને પલટાવો ત્યાં એક બાજુ અલગ અલગ ભાષામાં 100 રૂપિયા લખેલા હશે.

શું તમે જાણો છો કે નવા બેન્ક નોટ પર મુદ્રિત થવાવાળું રેખાચિત્ર કોણ નક્કી કરે છે? આ વિષે તમે આરબીઆઇની વેબસાઈટ પર જઈને જોઈ શકો છો. ભારતીય રિઝર્વ બેન્કના અધિનિયમ ધારા 25 પ્રમાણે બેંકનોટની રૂપ રેખા, સ્વરૂપ અને સામગ્રી એ આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડની અનુશંસા પર વાત વિચાર કરીને પછી કેન્દ્ર સરકાર દ્વારા અનુમોદન અનુસાર નક્કી કરવામાં આવે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બેન્ક નોટ પર “मैं धारक को … रुपये अदा करने का वचन देता हूं” એવું કેમ લખવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમ 1934ની ધારા 26નું માનીએ તો બેન્કનોટના મૂલ્યનું ભૂગતાન કરવા હેતુ બેન્ક જવાબદાર હોય છે. નોટને જાહેર કરવાની માંગને કારણે આ માંગ પુરી કરવા માટે આ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવે છે. આ લખેલ વાક્ય આરબીઆઇ તરફથી આ વાતની ગેરંટી દેવામાં આવે છે કે 100 રૂપિયાની નોટ માટે ધારકને 100 રૂપિયા આપું છું. આ એકરીતે નોટોનું મૂલ્ય પ્રત્યે આરબીઆઇનું વચન હોય છે.

તમને જણાવી દઈએ કે ભારતીય મુદ્રા નોટ ખરેખરમાં કાગળથી નથી બનતી. તે એક ગુંદેથી બનેલ હોય છે જેમાં કપાસ, બાલસમ, વિશેષ રંગ અને જીલેટીન કે પોલિવિનાઈલ વાપરવામાં આવે છે. આ સામગ્રીઓ નોટને મજબૂતાઈ આપે છે. રૂપેનું પ્રતીક આપણે જાણીએ છીએ કે ₹ આવું હોય છે જેને 2010માં જાહેર કરવામાં આવે છે. સરકારે આ ચિન્હ પસંદ કરવા માટે એક પ્રતિયોગિતા યોજી હતી. આ ડિઝાઇન ડી/ ઉદય કુમારે જીતી હતી. આ પ્રતીક દેવનગરી ‘ર’ અને લેટિન ‘R’ ના મિશ્રણથી બનાવવામાં આવ્યો હતો.

આવી જ રસપ્રદ માહિતી માટે અમારું પેજ લાઈક જરૂર કરજો અને આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવો.

About gujju

Check Also

મેદાનમાં નાની નાની ટેકરીઓ નીચે છે આલીશાન મહેલોના ઘર, આખું ગામ અહી રહે છે જમીનમાં,જોવો તસવીરો..

જ્યારે આજે સમગ્ર વિશ્વ મંગળ પર જીવન શોધવામાં વ્યસ્ત છે. ત્યારે દુનિયામાં આવું એક ગામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *