Breaking News

ધર્મેન્દ્ર અને હેમાના નામથી કંટાળી ગઈ હતી દીકરી ઈશા, તેમના જીવનની ખોલી દીકરીએ પોલ.

હેમા માલિની અને ધર્મેન્દ્ર  બોલીવુડની ખુબ જ પ્રસિદ્ધ જોડી છે. આ જોડીને હિન્દી સિનેમા અવનવી અને સુપર હિટ ફિલ્મો આપી છે અને આજે પણ આ જોડીને ખુબ પસંદ કરવામાં આવે છે. ધર્મેન્દ્ર અને હેમાના સન્ની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ આ બાળકોએ પણ ફિલ્મ લાઈનમાં સારું નામ કર્યું છે. પણ એક સમય એવો આવે છે કે ઈશા દેઓલ એ તેમના માતા પિતાના સ્ટારડમથી કંટાળી ગઈ હતી અને તેને કોલેજ વચ્ચેથી જ છોડી દેવી હતી.

વાત એમ છે કે સ્કૂલનું ભણવાનું પૂરું કરીને તે મુંબઈની મશહૂર મીઠીબાઇ કોલેજમાં એડમિશન લીધું. ઈશાએ પોતાની માતા હેમા માલિનીની બાયોગ્રાફીમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે જયારે તેમણે મીઠીબાઇ કોલેજમાં એડમિશન લીધું તો તેને દરરોજ યાદ અપાવવામાં આવતું હતું કે તેઓ હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી છે. જયારે પણ કોલેજમાં ઈશા આ વાત સાંભળતી એ વધારેને વધારે પરેશાન થઇ જતી હતી. તેમને ધર્મેન્દ્ર અને હેમાના નામ પર મળતી ઓળખ જરા પણ પસંદ નથી.

ઈશા આગળ જણાવે છે કે જેવી તે કોલેજમાં એન્ટર થાય કે તેની આસપાસના લોકો તેને જોઈને વાત કરવાનું શરુ કરી દેતા હતા અને તેની આસપાસ તેને હંમેશા ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું જ નામ સંભળાતું હતું. તે સતત આવા વાતાવરણથી કંટાળી ગઈ હતી અને તેને ફક્ત એક જ વર્ષ આ કોલેજમાં પૂરું કર્યું પછી તેણે આ કોલેજમાંથી પોતાનું નામ કઢાવી લીડું હતું.

સમાચારોનું માનીએ તો આ કોલેજ છોડ્યા પછી ઈશા દેઓલે પોતાનું ભણવાનું ડિસ્ટન્સમાં શરુ કર્યું. એ પછી ઈશાને ફિલ્મો માટે પણ ઘણી ઓફર મળવા લાગી. તમને જણાવી દઈએ કે ઈશાએ પોતાની ફિલ્મી કરિયર ‘કોઈ મેરે દિલ સે પૂછે’ થી કરી હતી. આ ફિલ્મ પછી તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ વર્ષ 2011 પછી તે બહુ ઓછી ફિલ્મોમાં દેખાતી હતી. ઈશા છેલ્લી વાર વર્ષ 2015માં ફિલ્મ ‘કિલ ધેમ યંગ’ નામની ફિલ્મમાં દેખાઈ હતી.

ફિલ્મોથી કેમ દૂર ગઈ ઈશા એ સવાલના જવાબમાં તે જણાવે છે કે ‘મારા બાળકો નાના છે અને તે પોતાના જીવનની મજા લેવા માંગે છે. મારુ માનવું છે કે મહિલાઓનો સમય હંમેશા સાચા કાર્ય કરવામાં જ લાગવું જોઈએ. એક મહિલા તરીકે મારા મમતે પરિવાર શરુ કરવું અને તેમને સમય આપવો એ જરૂરી છે. દરેક સબંધને બરાબર સમય અને સન્માન મળવું જોઈએ.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *