Breaking News

સસરા વનરાજ કરી રહ્યા છે વહુ સાથે ડાન્સ, તમે વિડિઓ જોયો?

ટીવીનો મશહૂર શો અનુપમા હમણાં ટીઆરપીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. શોની શરૂઆતથી જ તે સીરિયલના બધા કલાકાર લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. આ શોમાં વનરાજનું પાત્ર ભજવનાર સુધાંશુ પાંડે અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. હમણાં તેમનો એક વિડિઓ બહુ વાઇરલ જઈ રહ્યો છે.

સુધાંશુના આ વિડિઓને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડિઓમાં નિધિ સહ પણ તેને સારો સાથ આપી રહી છે. તમને જણાવી દઈએ કે અનુપમા સીરિયલમાં નિધિ શાહ એ વનરાજના મોટા દીકરા એટલે કે પરિતોષનું પત્નીનું પાત્ર કરી રહી છે. આ વિડિઓમાં સુધાંશુ પાંડે અને નિધિ શાહ તેલગુ ફિલ્મ ‘મારી 2’ ના ‘રાઉડી બેબી’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. વિડીઓમાં સુધાંશુએ સફેદ ઝભ્ભો પહેર્યો છે અને નિધિએ ઓરેન્જ અને પિન્ક કોમ્બિનેશન વાળી સાડી પહેરી છે. બંનેની જોડીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સુધાંશુ પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વખત તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ સુધાંશુએ તેના પરફેક્ટ બોડીની કેટલીક તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અનુપમા સીરિયલમાં સુધાંશુ પાંડે ભલે 3 મોટા બાળકોના પિતાની ભૂમિકામાં દેખાય પરંતુ વાસ્તવિક જીવનમાં તે ફિટનેસમાં સૌથી આગળ છે.

તમને જણાવી દઈએ કે, સુધાંશુ પાંડેએ ટીવી સિરિયલો સિવાય 40 જેટલી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન, પ્રિયંકા ચોપરા અને ગ્રેસી સિંહ સાથે પણ કામ કર્યું છે. આ સિવાય સુધાંશુ પાંડેએ જેકી ચાન સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે સૌથી મોંઘી ફિલ્મ 2.0 માં વિલનની ભૂમિકામાં પણ જોવા મળ્યો છે.

થોડા દિવસ પહેલા સુધાંશુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “જયારે મને ટીવી પર પરત ફરવા માટે આ શોની ઓફર મળી તો મેં હા કહેતા પહેલા ઘણું વિચાર્યું હતું, પણ હવે આ શો ઘણો પ્રખ્યાત થઇ ગયો છે તો તેનાથી સારું લાગી રહયું છે. આ સિરિયલ મારા કરિયર માટે એક મેલ સ્ટોન સાબિત થઇ રહ્યો છે.

સુધાંશુ પાંડે ઉપરાંત પ્રખ્યાત અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ શોમાં અનુપમાની ભૂમિકામાં જોવા મળી રહી છે. લોકોને અનુપમા તરીકે રૂપાલી ગાંગુલી ખૂબ પસંદ છે. તમને જણાવી દઈએ કે, રૂપાલી આ પહેલા પણ ઘણી ટીવી સિરિયલોમાં દેખાઈ ચૂકી છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુધાંશુ પાંડેની જેમ, રૂપાલી ગાંગુલી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વખત તેના ફની વીડિયો શેર કરીને ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *