Breaking News

સલમાન ખાન સાથે કોઈ પણ ગર્લફ્રેન્ડ લાંબો સમય ટકી શકી નથી, જણાવ્યું તેનું કારણ તેના પિતા સલીમ ખાને….

બોલીવુડ માં આમતો ઘણા ઍક્ટર છે પણ આ બધા માં  બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ની વાત જ કંઈક નિરાલી છે તે એક સારો અને ઉચ્ચા કોટી નો ઍક્ટર અને સમાજ સેવક પણ છે અને  તેના ફિલ્મ ના ચાહકો પણ ઘણા છે . સલમાન ખાન ઘણા દર્શકો ને પસંદ કરે છે તેણે ઘણી ફિલ્મો માં કામ કર્યું છે સલમાન ખાન નું દબાંગ ફિલ્મ સુપર હિટ ગયું હતું . લોકો ફિલ્મ જોવા માટે થીયેટર માં લાઈનો લગાવતા હતા. સલમાન ખાન ની પ્રેમ કહાની હમ દિલ દે ચૂકે સનમ થી શરુ થઇ હતી તેમાં એશ્વર્યા રાય સાથે પ્રેમ થયો હતો. આ ફિલ્મ એક એવું કેનવાસ છે જેના પર નિર્દેશક સંજય લીલા ભણસાલી એ પ્રેમની પરિભાષા વ્યક્ત કરી હતી. પોતાના અફેર માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.  સલમાનનું નામ બોલિવૂડની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય સાથે અને  કેટરિના કૈફ સાથે પણ જોડાયેલું હતું.  પરંતુ સલમાનનો કોઈ પણ અભિનેત્રી સાથેનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો ન હતો.  તાજેતરમાં સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ આનું કારણ આપ્યું છે.  સલીમ ખાન કહે છે કે સલમાન નો પ્રેમ નિષ્ફળ નતો જતો તેનું કારણ તેની માતા સલમા ખાન છે.

 

ખરેખર, સલમાન ખાન તેના માતા -પિતા સાથે ફરાહ ખાનના શો ‘મેરે બીચ’માં આવ્યો હતો.  આ શોમાં સલમાનના પિતા સલીમ ખાને સલમાનના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે વાત કરી હતી.  આ સિવાય સલમાનના પરિવારની ફની સ્ટાઇલ પણ આ શોમાં જોવા મળી હતી.હકીકત માં એવું સાંભળવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ખાન પરિવાર માં શહનાઈ અને ઢોલ વાગી શકે છે પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે સલમાન ખાનના લગ્ન ની શહનાઈ વાગવાની છે તો તમે સંપૂર્ણ પણે ખોટું વિચારી રહ્યા છો.કારણકે આપણે સલમાન ખાન ની વાત નથી કરી આપણે તેના નાના ભાઈ અરબાઝ ની વાત કરીએ છીએ હવે બધા જ જાણે છે કે અરબાઝ ની પહેલી પત્ની એટલે કે મલાઈકા અરોરા છૂટાછેડા આપી દીધા છે જો કે હજુ અરબાઝ અને મલાઈકા અરોરા હજુ બન્ને સારા મિત્રો છે.

 

હવે આપણે ફરાહ ખાન ટીવી શો  માં પણ કામ કરે છે અને ફિલ્મો માં પણ કામ કરે છે ફરાહ ખાન સાથે વાતચીત કર્યા બાદ સલમાન ખાન ની માતા સલમા એ કહ્યું કે સલમાનની બધી ગર્લફ્રેન્ડna  સલમાન સાથેના સબંધો ખૂબ સારા છે. આવું કહેતા સલમાનના પિતા એ મજાક મસ્તી માં કહ્યું કે સલમાનને સૌથી વધારે નુકસાન તેની માતા એ કર્યું છે.

સલીમ ખાને કહ્યું કે, ‘સલમાનની માતાએ સૌથી વધુ નુકસાન કર્યું જેના કારણે સલમાન પોતાના માટે ગર્લફ્રેન્ડને પસંદ કરે છે પરંતુ પછી તે  છોકરી તેની માતાને શોધવાનું શરૂ કરે છે અને તેથી જ છોકરીઓ તેને છોડી દે છે.’ કોઈપણ પ્રેમિકા તેને પ્રેમ આપી શકતી નથી  જો તે તેની માતાને તેની ગર્લફ્રેન્ડ પાસે મૂકે છે, તો તે છોકરી ભાગી જશે. ”  તમને જણાવી દઈએ કે, સલમાન ખાન તેના માતા -પિતાનું બધું માને છે તે ખૂબ પ્રેમ કરે છે જેથી તેના માતા પિતા તેની સાથે ખૂબ નજીક છે.

 

તે હંમેશા તેના માતાપિતા સાથે મિત્રની જેમ રહે છે.  એવું કહેવાય છે કે સલમાન ખાન હંમેશા તેના માતા -પિતા સાથે રહેવા માંગે છે અને આ જ કારણ છે કે તે ક્યારેય પોતાના મોટા ઘરમાં શિફ્ટ થતો નથી સલમાન ખાન પોતાના માતાપિતા ને ક્યારેય છોડવા માંગતો નથી.તે ખૂબ જ પ્રેમ કરે છે સલમાન ખાન એવું માને છે કે માતાપિતા થી મોટું કોઈ જ નથી તે જ આપણા ભગવાન છે સલમાન ખાન તેના માતાપિતા નું ખૂબ સન્માન કરે છે. સલમાન ખાન એ નક્કી કરી લીધું છે કે તે તેના માતા પિતા સાથે જ રહેશે.

આપણે જાણીએ કે, તેમની ફિલ્મી નોકરી ની શરૂઆતમાં સલમાન ખાને તે જમાનાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી સંગીતા બિજલાનીને ચોઇસ કરી હતી.  કહેવાય છે કે સંગીતા અને સલમાનના લગ્નના કાર્ડ પણ છપાયા ગયા હતા પરંતુ તે પહેલા જ તેમના સંબંધો તૂટી ગયા હતા. આ બન્ને ની લવ સ્ટોરી ઘણી રસપ્રદ હતી. દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે એક સમય હતો જ્યારે સલમાન અને સંગીતા એકબીજાના પ્રેમમાં દિવાના હતા.આ પછી સલમાન ખાનનું નામ પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી ખાન સાથે જોડાયું. સલમાન ખાન નું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું  પરંતુ સલમાન ખાન હજુ આ ઉમરે એકલો છે સમાચાર મુજબ સલમાન અને સોમી લાંબા સમયથી એકબીજાને પસંદ કરતા હતા.  જોકે, સલમાન ખાનનો આ સંબંધ પણ સમાપ્ત થઈ ગયો.

 

આ પછી સલમાન ખાનના જીવનમાં અભિનેત્રી એશ્વર્યા રાયની એન્ટ્રી થઈ હતી.  એવું કહેવાય છે કે એશ્વર્યા રાયને સલમાન ખાનના કહેવાથી જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં કામ મળ્યું હતું.  આ ફિલ્મમાં બતાવવામાં આવેલી સલમાન અને એશ્વર્યા વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ લોકપ્રિય બની હતી. ઘણા દર્શકો ફિલ્મ જોવા માટે લાઈનો લગાવતા હતા. જોકે સલમાન અને એશ્વર્યાની લવ સ્ટોરી પણ બાકીની વાર્તાઓની જેમ અધૂરી રહી ગઈ.  એશ્વર્યા બાદ સલમાન ખાનનું નામ કેટરીના કૈફ સહિત ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે.  આ ફિલ્મમાં સલમાન ખાનની સામે અભિનેત્રી કેટરીના કૈફ જોવા મળશે. આ ફિલ્મ માટે ઘણા દર્શકો રાહ જોઈ રહ્યા છે. ટાયગર 2 ફિલ્મ માં કેટરી ના કૈફ જોરદાર એક્શન કરે છે આ ફિલ્મ એકદમ રસપ્રદ છે તેમાં જોરદાર ફાયટિંગ કરે છે. આ ફિલ્મ સુપર હિટ ગયું હતું ઘણા લોકો એ આ ફિલ્મ જોયું હશે.

About gujju

Check Also

રજનીકાંતની દીકરી એશ્વર્યા અને અભિનેતા ધનુષે લીધા છૂટાછેડા જાણો તેમની પ્રેમકહાની વિષે…

સામાન્ય જીવનમાં લગ્નને જન્મો જન્મ માટેનું બંધન માનવામાં આવે છે, પણ ફિલ્મી સિતારાઓ માટે લગ્ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *