Breaking News

સલામ છે આ યુવતીને જેને ઓક્સિજન બોટલ સાથે આપી હતી પરીક્ષા…

આજે અમે એક ખાસ વ્યક્તિની કહાની તમારી માટે લાવ્યા છે જેના વિષે જાણીને તમને ખુબ જ પ્રેરણા મળશે. આજના ઘણા બધા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટુડન્ટ એવા હોય છે કે તે જો કોઈપણ પરીક્ષામાં નિષ્ફળ થાય તો પણ ડિપ્રેશનમાં આવી જાય છે કે પછી કોઈ વ્યક્તિ બીજી કોઈ વાતે રેશન થઈને તેમને ડિપ્રેશન આવી ગયું હોય. એટલે આ લેખ અંત સુધી જરૂર વાંચજો તમને ખરેખર નવું જાણવા મળશે. તમારા બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો.

કોટ્ટયમની રહેવાસી છે આ 24 વર્ષની લતીશા અંસારી. ગંભીર બીમારીથી પીડાતી આ યુવતીએ ઓક્સિજન બોટલ સાથે આપી હતી UPSCની પરીક્ષા. તેના ફોટો જોઈને તમને તેની પર ભલે દયા આવતી હોય પણ તે પોતાની આ પરિસ્થિતિ ભૂલીને જે રીતે પોતાનું સપનું પૂરું કરવા માટે પ્રયત્ન કરી રહી છે ખરેખર વખાણવા લાયક છે. લતીશા એ વહીલચેર સાથે ઓક્સિજન સિલેન્ડર લગાવીને UPSCની પરીક્ષા આપી હતી.

લતીશા જણાવે છે કે આ પરીક્ષા માટે તે છેલ્લા એક વર્ષથી તૈયારી કરી રહી હતી અને તેને વિશ્વાસ નહોતો થતો કે તેની આ મહેનત રંગ લાવશે. લતીશામેં હાડકા સંબંધિત બીમારી છે જેના લીધે તે બરાબર શ્વાસ પણ લઈ શકતી નાથી. એટલે જ તેમને શ્વાસ લેવા માટે ઓક્સિજન સિલેન્ડર સાથે રાખવો પડે છે પણ આના લીધે પણ તે ક્યારેય નિરાશ થતી નથી. લતીશા અન્સારી એ લોકો માટે એક આદર્શ બની ગઈ છે જે કોઈને કોઈ લીધે નિરાશ થઇ રહ્યા છે.

લતીશા અન્સારીની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી બગડી રહી છે, જેના કારણે તે વ્હીલચેર પર છે. વ્હીલચેરની સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, જેના કારણે ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે. ઓક્સિજન સિલિન્ડર વિના, લતિશા અન્સારીની હાલત વધુ ખરાબ થાય છે. જો કે, જ્યારે તે ઓક્સિજન સિલિન્ડર સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે તેને અંદર જતી અટકાવવામાં આવી હતી, પરંતુ બાદમાં જિલ્લા કલેકટરના પી.આર.ના હસ્તક્ષેપ બાદ તેના માટે પરીક્ષા કેન્દ્રમાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેણીએ પરીક્ષા આપી હતી.

લતીશાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કલેકટર બનવા માંગે છે જેથી તે લોકો સાથે ન્યાય કરી શકે સાથે તે એ પણ જણાવે છે કે તેને એક વર્ષથી આ પરીક્ષા માટે ખુબ મહેનત કરી રહી હતી. અને તેમને વિશ્વાસ પણ છે કે તેની આ મહેનત રંગ લાવશે જ. તમને જણાવી દઈએ કે લતીશા એ પોતાની શારીરિક તકલીફને ક્યારેય તેના સપના વચ્ચે બાધા બનવા દીધી નથી. લતીશા એ આવી પરીક્ષા આપનાર બીજા ઉમેદવાર માટે એક પ્રેરણા સ્વરૂપ છે. તેનામાંથી આપણે શીખવું જોઈએ કે કોઈપણ પરિસ્થિતિ હોય આપણે હારવું કે નિરાશ થવું જોઈએ નહિ.

તમને આ યુવતીની માહિતી કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, બીજા મિત્રો સુધી આ વાતો પહોંચે એટલે શેર પણ જરૂર કરજો.

About gujju

Check Also

વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ એક વિદ્યાર્થીના કારણે થયું આવું…

વૃક્ષો અને છોડ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેમના વિના માણસ એક મિનિટ પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *