Breaking News

ઝાડના પાન કે છોડના પાન તોડવા પર ચીસો પાડે છે છોડ કે ઝાડ, જાણીને નવાઈ લાગશે આ હકીકત.

આપણે ઘણીવાર જોતા હોઈએ છે કે બગીચામાં અમુક જગ્યાએ જયારે કોઈ બાળક ફૂલ છોડ કે તેના પાન તોડવા માટે પ્રયત્ન કરે છે તો તેને કહેવામાં આવે છે કે એવું ના કરીશ. ઝાડ હવે સુઈ ગયું હોય અથવા તો ઝાડ પર કોઈ પક્ષીઓ સુતા હશે તેમને ખલેલ પડશે. આમ આવી ઘણીબધી વાતો તમે પણ સાંભળી હશે. આજે અમે એક ખાસ માહિતી લાવ્યા છીએ જેમાં અમે તમને જણાવીશું કે આપણી આસપાસ રહેલ અનેક ઝાડ અને છોડ એ તેમને દુખે ત્યારે ચીસો પાડતા હોય છે પણ તે આપણા જેવા સામાન્ય લોકો સાંભળી શકતા નથી, ચાલો તમને વિગતે જણાવીએ.

જો તમને પણ લાગે છે કે અમે આ બધી વાતો એમજ કરી રહ્યા છે તો તમારે આ ખાસ વાંચવું જોઈએ. આ ટોપિક પાર હમણાં જ રિસર્ચ કરવામાં આવી હતી અને તેમાં જ આ ખુલાસો થયો છે કે ઝાડ અને છોડને પણ દુખતું હોય છે. રિસર્ચ ટીમ વધુમાં જણાવે છે કે તેમને આ રિસર્ચ ટામેટા, તંબાકુના પ્લાન્ટ પર કરી હતી. રિસર્ચ અનુસાર બહારથી દબાણ એટલે કે પાન તોડવા પર કે પછી પર્યાવરણમાં થતા પરિવર્તન ને લીધે પણ છોડ બહુ અવાજ કરે છે. આની સાચી હકીકત જાણવા માટે શોધકર્તા એ છોડથી 10 મીટર દૂર એક હાઈ ક્વોલિટી માઈક્રોફોન મુકવામાં આવે છે અને પછી છોડ શું કરી રહ્યો છે એ બધું ચેક કરવામાં આવે છે.

આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જયારે કોઈ વ્યક્તિ આ ઝાડ અથવા છોડના પણ તોડે છે અથવા તો દબાણ બનાવે છે તો છોડ એ ચીસો પાડે છે. એ ચીસો 20 થી 100 કિલોહર્ટ્જ સુધીની અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સી ઉત્સર્જિત કરે છે. આ રીતે અવાજ કે પછી ચીસો પાડીને એક છોડ બીજા છોડ કે ઝાડને પોતાનું દુઃખ જણાવે છે. આ સિવાય રિસર્ચમાં બીજી 35 નાની મોટી મશીન મૂકીને આ છોડની બધી ગતિ વિધિઓ પર નજર રાખે છે.

રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે જયારે તમાકુ અને ટામેટાને અમુક દિવસ સુધી પાણી નથી આપવામાં આવતું તો તેમાંથી 35 અલ્ટ્રાસોનિક ડિસ્ટ્રેસ સાઉન્ડ બને છે. મતલબ જયારે આપણે કોઈ છોડને પાણી નથી આપતા તો તેમને તણાવ થાય છે અને તેઓ ચીસો પાડે છે. હવે એ વાત અલગ છે કે તેમની વાત આપણે સમજી કે સાંભળી શકતા નથી. પણ તમને જાણીને નવાઈ લાગશે પણ અમુક જીવ છે જેમને આછોડનો અવાજ સંભલાય છે. ઉંદર અને ચામરચિઢિયા જેવા જીવો આ છોડની બૂમો સાંભળી શકે છે. આ સાથે શોધકર્તાઓ એ પણ માને છે કે આ અવાજ બીજા ઝાડ અને છોડ પણ સાંભળી શકે છે.

તમે પહેલા ક્યારેય સાંભળી હતી આ વાતો? આ હકીકત છે તો તમારા મિત્રો સાથે આ માહિતી શેર જરૂર કરજો અમારું પેજ લાઈક પણ કરજો.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *