Breaking News

ઘાયલ થયેલ કૂતરો પોતે જ પહોંચી ગયો સારવાર માટે, પછી જે થયું ને કે….

કૂતરાઓ આપણા જીવન માં આપણા ક્યાંક દોસ્ત તો ક્યાંક આપણે તેના દુશ્મન પણ રહી ચૂક્યા છે. ઘણા શોખીન લોકો નું કૂતરા પાળવાનો શોખ હોય છે અને તેની પૂરી રીતે માવજત પણ કરે છે પરંતુ અહી આપણે એક એવા કૂતરાની વાત કરીશું જેની વાત અત્યંત નિરાલી છે. આપણે ઇન્ટરનેટ કે સોશીયલ  મીડિયા પર કૂતરાઓના અનેક વીડિયો જોયા હશે.  કેટલાક વિડીયો સુંદર અને રમુજી પણ હોય છે, જ્યારે  કેટલાકમાં કૂતરો અન્ય લોકોનો જીવ બચાવે છે અથવા તો બીજા પાસે થી મદદ માગી લાવે છે. અને કેટલીકવાર તે તેની વફાદારીનો પુરાવો આપે છે.  કૂતરો બહુ   વર્ષો થી મનુષ્યો ના વફાદાર મિત્ર રહ્યા છે. એટલે આપણે આ વાત ઘણી વખત જોઈ અને સાંભળી છે.  પરંતુ શું તમે જાણો છો કે શ્વાન પણ ખૂબ બુદ્ધિશાળી અને ચતુર  હોઈ શકે છે?  જો આપણે પાલતુ કૂતરા વિશે વાત કરીએ, તો તે દરરોજ ઘરે તેના માલિક પાસેથી ઘણું શીખે છે.  તેને એવી રીતે તાલીમ આપવામાં આવે છે કે તે કોઈને પણ  પરિસ્થિતિમાં શું કરવું તે આટલી જ હોશિયારી થી નિભાવે છે.  પરંતુ જ્યારે શેરીના રખડતા કૂતરાઓની વાત આવે છે, ત્યારે તેમને શીખવવા માટે કોઈ હોતું નથી વધુ માં લોકો તેને હેરાન કરી નાખતા હોય છે. તેઓ તેમના રોજિંદા અનુભવોમાંથી શીખે છે અને તેની લાઈફ માં જીવવાનો પ્રયત્ન કરે છે.

ઉદાહરણ તરીકે, જો તમારા પાલતુ કૂતરાને ઈજા થાય, તો તમે તેને ઉપાડી ને તરત જ તેને ડોક્ટર પાસે સારવાર માટે લઈ જશો.  પરંતુ જો શેરીના કૂતરાને ઈજા થાય તો તેને મદદ કરવા માટે કોઈ તૈયાર જલ્દી થયું  નથી તો ક્યારેય અથવા તો ક્યારેય એનિમલ હેલ્પ લાઈન નંબર પણ નથી જોડતા.   આવી સ્થિતિમાં એક સરસ કિસ્સો ઇસ્તાબુલ શહેર માં જોવા મળ્યો છે જેમાં શેરીના કૂતરાએ પોતાની સમજણનું ખૂબ જ સારું ઉદાહરણ પૂરું પાડ્યું  છે.  ખરેખર, આ દિવસોમાં ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.  આ વીડિયોમાં, સ્વાન મેડિકલ સ્ટોરના ગેટ પર ઉભો જોવા મળે છે અને ત્યાં તે એવું વર્તન કરે છે કે જાણે તેઓ કહેતો  હોય કે હું બીમાર છું કે મને મારા શરીર પર ઈજા થઈ છે, તો તમે  મારી સારવાર કરવામાં મદદ કરો.

આ વીડિયો માં આપણે જોઈ શકીએ છીએ કે  મેડિકલ સ્ટોરના માલિક બાનુ સેંગિઝે કહ્યું કે કૂતરાને પગમાં ઈજા થઈ હતી અને તેમાંથી લોહી વહેતું હતું.  આવી ને આવી સ્થિતિમાં, તે મારી ફાર્મસીની દુકાનમાં આવ્યો અને મને મદદ કરવા કહેતો હોય તેમ મારી તરફ સતત જોવા લાગ્યો અને પૂંછડી પણ આમતેમ જોર થી હલાવવા લાગ્યો. આ પછી બાનુ તે કૂતરાને અંદર લાવ્યો અને તબીબી સારવાર આપવાનું શરૂ કર્યું.  આમાં, કૂતરા એ પણ પૂરો સાથ આપ્યો અને તેનો પંજો બાનુના હાથમાં રાખ્યો હતો રસપ્રદ બાબત એ છે કે જ્યારે બાનુએ તેની સારવાર કરવાનું ચાલુ કરી ત્યારે તે જમીન પર સૂઈ ગયો હતો જેમ કે એક નોર્મલ મનુષ્ય દર્દી  જાણે તે  ધન્યવાદ કહેતો હોય છે  મને તમારા પર વિશ્વાસ છે.  આ પછી, બાનુએ કૂતરાને પાણી અને ખોરાક પણ આપણે તેની યોગ્ય સર્ભરા કરી.

બીજી તરફ, આ સમગ્ર ઘટનાના બે વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ ફેલાઈ રહ્યો છે. પહેલો વીડિયો સીસીટીવી  ફૂટેજ થી લેવામાં આવ્યો  છે, જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી છે.  બીજા વીડિયોમાં કૂતરા નો  ક્લોઝઅપ વિડિયો છે.  આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ફાર્મસી દુકાનના આ માલિક બાનુના વખાણ કરી રહ્યા છે અને તેમને દિલ થી એક જરૂરત મંદ સ્વાન ને મદદ કરવા બદલ તેમણે અભિનંદન આપી રહ્યા હતા.તેમણે કોઈ પણ અંગત સ્વાર્થ વગર કૂતરાને ખૂબ સારી રીતે મદદ કરી છે.  લોકો પણ આશ્ચર્યચકિત છે કે કૂતરો કેવી રીતે ઈજાગ્રસ્ત થયા પછી તેના અંતર મન સાથે મેડિકલ સ્ટોર પર આવ્યો અને મદદ માટે જાણ કરી આ સાબિત કરે છે કે શ્વાન ખૂબ જ બુદ્ધિશાળી છે.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *