Breaking News

શિવના આ મંદિરમાં ખુબજ રહસ્યમય અને આશ્ચર્યજનક છે આ બાબત, જે પણ ભક્ત ભોલેબાબાના દર્શને આવે છે તેમને બાબા નિરાશ કરતા નથી.

આજ ની આ દુનિયામાં ભોલે બાબાના ભક્તોની કોઈ કમી નથી રહેતી, પરંતુ ભક્તો ભોલે બાબાની પૂજા કરે છે કોઈ પણ સ્વાર્થ વગર અને તેમના આશીર્વાદ મેળવે છે. ભગવાન શિવના આવા ઘણા મંદિરો છે જેમકે ઉજ્જૈન નું પ્રખ્યાત મંદિર છે ત્યાં ભભૂત બધા ને આપવામાં આવે છે જે કપાળે લગાડવામાં આવે છે .બીજું સોમનાથ નું પણ શિવ ભગવાનું મંદિર છે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે શ્રાવણ મહિના માં બવ જ ભીડ થતી હોય છે, શિવનું આ મંદિર ખૂબ જ ચમત્કારિ ગણવામાં આવે છે  આ મંદિરોની અજાયબીઓ  ભક્તોને તેમની તરફ આકર્ષે છે. આજે અમે તમને શિવના આવા જ કેટલાક ખાસ અને ચમત્કારિક મંદિરો વિશે માહિતી આપણે જોઈશું કે  જેના વિશે એવું કહેવામાં આવે છે કે અહીં દર્શન કરવા આવતા ભક્તો પર ભોલે બાબા ના આશીર્વાદ હમેશા આપણા પર  રહે છે. ભોલે બાબાની કૃપાથી કોઈ પણ ભક્ત આ મંદિરોથી નિરાશ થતો નથી. અને દુઃખી પણ રહેતો નથી.

બીજલી મહાદેવ મંદિર

દેવતાઓના દેવ ભગવાન મહાદેવનું બીજલી મહાદેવ મંદિર ખૂબ જ અનોખું માનવામાં આવે છે. ભારત માં ઘણા અદભુત મંદિરો આવેલા છે તેમાંથી એક હિમાચલ પ્રદેશમાં કુલ્લુ માં  સ્થિત છે જે વીજળી મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. કુલ્લુ શહેરમાં બિયાસ અને પાર્વતી નદીઓના સંગમ નજીક એક પર્વત પર ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર બનાવેલું છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે દર 12 વર્ષમાં એકવાર અહીં સ્થિત શિવલિંગ પર વીજળી પડે છે. શિવલિંગ વીજળીના કારણે વિખેરાઈ જાય છે, ત્યારબાદ પુજારી શિવલિંગના ટુકડાને માખણમાં લપેટી દે છે અને સૌથી મોટી ખાસિયત અને ચમત્કાર એ છે કે આ શિવલિંગને ફરીથી જોડવામાં આવે છે.
અચલેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કુલ્લુ  ખીણ માં એવું માનવામાં આવે છે કે આ ખીણ એક વિશાળ સાપ જેવા આકાર ની છે  આ સાપ આકાર ખીણ ની રચના  ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલી છે તેવી માન્યતા માનવામાં આવે છે.

 

ભગવાન શિવના આ મંદિરમાં સ્થિત શિવલિંગ નો દિવસમાં ત્રણ વખત રંગ બદલાય છે  આ મંદિર રાજસ્થાનના ધોલપુરમાં આવેલું છે.  જંગલોની વચ્ચે આવેલું આ મંદિર પોતાનામાં ખૂબ જ અનોખું માનવામાં આવે છે. આ મંદિરમાં શિવલિંગનો રંગ સવારે લાલ હોય છે.ત્યાર બાદ  બપોરે કેસરી રંગવામાં આવે છે અને સાંજ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આ શિવલિંગનો રંગ ઘેરો બને છે.અને તેવું પણ માનવામાં આવે છે. ત્યાં ઘણા હરીભક્તો ની દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગે છે. ઘણા લોકો ત્યાં દર્શન માટે જાય છે અમુક  પ્રવાસીઓ પણ ત્યાં ની મુલાકાત લે છે.

ભોજેશ્વર મંદિર

ભગવાન શિવનું આ મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 32 કિલોમીટર દૂર રાયસેન જિલ્લાના ભોજપુરમાં ભોજપુરની ટેકરી પર બનેલું છે. અહીંનું શિવલિંગ ખૂબ વિશાળ અને અદભૂત માનવામાં આવે છે. ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર પરમાર વંશના પ્રખ્યાત રાજા ભોજે બનાવ્યું હતું. અહીં આવેલું શિવલિંગ એક જ પથ્થરથી બનેલું છે જેમાં સરળ લાલ સેન્ડસ્ટોન છે.અહીંયા ઘણા લોકો તેની મુલાકાત લે છે અને ત્યાં પ્રવાસીઓ પણ આવે છે ત્યાં ઘણા લોકો ફરવા ના બહાને પણ ત્યાં દર્શન કરવા જાય છે ત્યાં ની કોતરણી એકદમ સરસ દેખાય છે. આ કોતરણી એકદમ ઝીણી ઝીણી દેખાય છે ભોજેશ્વર મંદિર નું અદભુત રહસ્ય હોવા મળે છે  આ મંદિર પાટનગર ભોપાલ થી 20 કિલો મીટર દૂર સ્થિત ભોજપુર ગામમાં આવેલું એક અધૂરું હિન્દુ મંદિર છે.

લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર

ભગવાન શિવના આ મંદિરમાં જે શિવલિંગ છે તેમાં એક લાખ છિદ્રો છે. તેની કોતરણી પણ જોરદાર છે  આ કારણોસર તેને લક્ષલિંગ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ શિવલિંગ પર જે પણ પાણી ચઢાડાવવામાં  આવે છે તે બધું પાણી આ શિવલિંગમાં સમાઈ જાય છે. આ મંદિર ખૂબ જ ચમત્કારી છે.

નિષ્કલંક મહાદેવ:

ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે. ઘણા લોકો ના કામ થયા છે અને ચમત્કાર પણ થયા છે શિવનું આ મંદિર ગુજરાતના ભાવનગરના કોલિયાક કિનારેથી 3 કિમી દૂર અરબી સમુદ્રમાં આવેલું છે.  કહેવાય છે કે દરરોજ અરબી સમુદ્રના મોજા અહીં શિવલિંગનો અભિષેક કરી ને પાછો જાય છે. જ્યારે ભરતી સમાય જાય છે ત્યારે ભક્તો મંદિર જોવા માટે જાય છે ઘણા લોકો આના દર્શન કરવા માટે જાય છે. આ શિવલિંગ પર દૂધ નો પણ અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ પાણી નો પણ અભિષેક કરવામાં આવે છે.

About gujju

Check Also

શિયાળામાં દરરોજ ખાવો જોઈએ ગોળ અઢળક પોષકતત્વોથી ભરપૂર છે ગોળ…

આયુર્વેદમાં પણ ગોળને ઔષધીય ગુણોથી ભરપૂર બતાવ્યો છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *