Breaking News

મોદીના નામ પર ચલાવતો હતો નકલી વેબસાઈટ અને પછી એકદિવસ…

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર ચાલી રહેલ ફેક યોજનાને ચલાવનાર એક યુવકને હમણાં જ પકડી લીધો છે. આ યુવક પર આરોપ છે કે તેને તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજી વાર પીએમ બનતા જ એક નકલી વેબસાઈટ બનાવી અને તેનાથી આરોપી યુવક લોકોનો પર્સનલ ડેટા ભેગો કરતો હતો. દિલી પોલીસ પ્રમાણે તેમને આ વાતની સૂચના મળી હતી કે પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના નામ પર એક નકલી વેબસાઈટ બનાવવામાં આવી હતી. આ જાણકારી મળ્યા પછી ચેકીંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે www.modi-laptop.wishguruji.com નમતી એક નકલી વેબડાઈટ બનાવવામાં આવી હતી અને તેમાં 2 કરોડ લોકોએ મોદી સરકાર દ્વારા આપવામાં આવેલ ફ્રી લેપટોપની વાત કરી હતી અને તેમાં લોકો પોતાની પર્સનલ માહિતી તેમાં આપતા હતા. આ પછી સ્પેશિયલ સેલ સાઇબર ક્રાઇમ યુનિટે આ આખી બાબત વિષે ચકાસણી કરે છે અને પછી આરોપીને પકડી લેવામાં આવે છે.

પોલીસ મુજબ આ આરોપી યુવકનું નામ રાકેશ કુમાર છે કે જે રાજસ્થાનના નાગૌર શહેરનો રહેવાસી છે. રાકેશ કુમાર IITથી પોસ્ટગ્રેજ્યુએટ છે અને પછી તેણે આ વેબસાઈટ બનાવી હતી. પોલી દ્વારા મળેલ જાણકારી પ્રમાણે જે લોકો ફ્રી લેપટોપ લેવા માટેની ઈચ્છા જાહેર કરે એટલે પહેલા તેમને રજીસ્ટ્રેશન કરવું પડતું હતું. તેમાં રાકેશ એ રજીસ્ટ્રેશનના બદલે લોકોની પર્સનલ માહિતી લઈ લેતો અને સાથે તે અમુક જુવાન લોકોના ડેટા ભેગો કરતો હતો.

પોલીસ અનુસાર રાકેશને પકડવા માટે એક વિશેષ ટીમને ગોઠવવામાં આવે છે અને ઘણી મહેનત પછી રાકેશને પકડી લેવામાં આવે છે. પોલીસના કહેવા પ્રમાણે રાકેશને રાજસ્થાનના નાગૌર જિલ્લમાં એક ગામમાંથી પકડી લેવામાં આવ્યો હતો. તેની ઉંમર 23 વર્ષની છે અને તેણે વર્ષ 2019માં IIT થી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું હતું. પોલીસને તેની પાસેથી એક કોમ્પ્યુટર અને જરૂરી દસ્તાવેજ પોતના કબ્જે કર્યા હતા. અને પોલીસના કહેવા અનુસાર રાકેશના આ ગુનાહમાં તેનો ભાઈ પણ સામેલ હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રાકેશ વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનોહ દાખલ કર્યો છે.

ફ્રીમાં લેપટોપ મેળવવા માટેની સ્કીમથી આકર્ષિત થૈને ઘણા બધા લોકો તેમાં પોતાની પર્સનલ માહિતી તેમાં આપે છે પોલીસ અનુસાર વેબસાઈટ પર બે દિવસમાં લગભગ 15 લાખ લોકો આવેદન કરે છે અને તેનું પંજીકરણ કરે છે જેથી લેપટોપ તેમને મળી શકે.

આરોપી જણાવે છે કે તે આ નકલી યોજના હેઠળ તે પોતાની વેબસાઈટ પર ટ્રાફિક જમા કરીને જે એડ્સ જોવા મળે તેનું કામ કરવા માંગતો હતો અને તે પૈસા કમાવવા માંગતો હતો. જયારે પોલીસ જણાવે છે કે તે ફ્રી લેપટોપની યોજનાથી લોકોની પર્સનલ વિગતો ભેગી કરતો હતો.

About gujju

Check Also

4 વર્ષ સાથે હતા પણ સાથે રહ્યા ફક્ત 40 દિવસ, વિક્રમ બત્રા અને ડિમ્પલની લવ સ્ટોરીના એ 40 દિવસ…

વર્ષ 1999માં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વિક્રમ બત્રાની કહાની હવે ફિલ્મ ‘શેરશાહ’ને લીધે બધાને ખબર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *