Breaking News

દર ગુરુવારે આ વૃક્ષ નું પૂજન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની મળશે કૃપા.

કેળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં તુલસી ના છોડ ની જેમ જ  ખૂબ જ પવિત્ર અને  શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા વિદ્વાનો કેળા ના ઝાડ રોપવાનો ઇનકાર કરે છે તેની પાછળ કોઈક તર્ક જરૂર હોવો જોઈએ આની વાત આપણે ફરી ક્યારેક કરીશું આપણે આજે જોઈએ કે કુદરતે આપણને આવા ઘણા વૃક્ષો અને છોડ આપ્યા છે જેની આપણે ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે .જેની મદદથી વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ કે ઉપાધિઓ દૂર થઈ શકે છે.  કેળાનું વૃક્ષ આ છોડમાંથી એક છે અને તે શુભ પરિણામ આપે છે. જે આપણે ઘર ની સત્યનારાયણ ની કથા માં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. હા, આ કારણોસર કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

કોઈપણ શુભ કાર્યમાં કેળાના પાન અને કેળાના વૃક્ષની પૂજા કરવાનો રિવાજ છે.  જો આપણે ધાર્મિક માન્યતા મુજબ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ  જોઈએ તો કેળા ના ઝાડ માં દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ વશે છે.  આપણે ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કારણ કે જો ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તો તે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, એટલું જ નહીં પરંતુ દર ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો  ઘરમાં ધન અને સંપત્તિ નું જરૂર થી આગમન થાય છે અને ઘરમાં શાંતિ પણ રહે છે.  ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ક્યારેય પણ ઉત્પન્ન થતી નથી.હવે આપણે કેટલાક  કેળાના ઝાડ માટે ના  સરળ ઉપાયો જોઈશું જો તમે ગુરુવાર  કરો તો તેનાથી તમારી ઘણી સમસ્યાઓ નું સમાધાન થઈ શકે છે.

ભગવાન વિષ્ણુ કેળાના વૃક્ષમાં હમેશા  રહે છે

ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે તો તે વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે કારણકે તેઓ સુખ સમૃધ્ધિ આત્મ નિયંત્રણ સાત્વિકતા અને વૈવાહિક સુખ નું પ્રતિનિધિત્વ કરે છે અમુક માન્યતા અનુસાર જો ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ  તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ, સમૃદ્ધિ, શાંતિના આશીર્વાદ મળે છે  હિન્દુ ધર્મમાં કેળાના વૃક્ષને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક  પણ ગણવામાં આવે છે, તેથી યોગ્ય ભક્તોએ દર અઠવાડિયા ના  ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ.

લગ્નમાં અવરોધો આવતા હોય તો તેણે  દૂર કરવા :

સમાજ માં આપણે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ ખરાબ જતી હોય તો તેના કારણે લગ્નમાં અવરોધો ઊભા થવા લાગે છેતેણે લીધે ઘણીવાર આવી વ્યક્તિઓ ના વિવાહ થતાં નથી હોતા પરંતુ  જો તમે પણ આ પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહ્ય છે  તો કેટલાક સારા  જ્યોતિષની સલાહ લીધા પછી, ગુરુવાર ના  ઉપવાસ રાખો અને કેળાના વૃક્ષનું  પૂજા આર્ચના  કરો છો તો   આમ કરવાથી ગુરુ ગ્રહ જરૂર તમારી કુંડળી નો ભાગ્યોદય કરશે અને જીવન માં ઉચ્ચ પ્રગતિ ના સોપાન સર કરાવશે. અને લગ્નજીવનમાં આવતા તમામ અવરોધો દૂર થશે.

કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો જેથી ઘર માં પણ નસીબ નો ભાગ્યોદય થાય છે.

 

જો તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને પ્રસન્નતા  મેળવવા માંગો છો, તો ગુરુવારે કેળાના ઝાડ નીચે ચોક્કસપણે દીવો પ્રગટાવો જોઈએ. હમેશા અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવામાં આવે તો તમને જરૂર થી ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ મળશે.જો તમે ગુરુવારે પીળા વસ્ત્રો ધારણ કર્યા બાદ કેળાના વૃક્ષ  નીચે દીવો પ્રગટાવો છો તો તેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.

ગુરુવારે ભૂલીને પણ આ કામ ન કરવા જોઈએ નહિતર આપણે નુકસાન થાય છે.

આપણે ક્યારેય પણ ગુરુવારે વાળ અને માથું ધોવું જોઈએ નહીં અને  આ દિવસે સાબુ અથવા શેમ્પૂનો કદાપી ઉપયોગ કરશો નહીં.એવું પણ માનવામાં આવે છે કે ગુરુવારે, રોજિંદી સફાઈ સિવાય બીજી કોઈ જ સફાઈ ન કરવી જોઈએ.

ગુરુવારે આ કામ કરવાથી પૈસા પાછા મળવામાં મદદ મળે છે.

જો તમે ગુરુવારે કાળી ગાયને પીળા લાડુ ખવડાવશો તો તેના દ્વારા તમારા ફસાયેલા પૈસા પાછા આવશે, એટલું જ નહી જો તમારી મિલકતને લઈને કોઈ વિવાદ કે ડખો  હોય તો તેઓ ને તેનાથી પણ છુટકારો મળશે.
કેળા ના પણ ખાવા થી ઉંમર અને આરોગ્ય ની વૃદ્ધિ થાય છે અને ધન સમૃદ્ધિ પણ વધે છે. જેથી બધા એ ગુરુવાર કરવો જરૂરી છે.

About gujju

Check Also

સદીઓ બાદ થયુ આવુ મહા ચંદ્રગ્રહણ શું મચાવશે ભારે ઉથલ-પાથલ?…

વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ રાજકીય ઉથલપાથલનું કારણ બનશે. આ લગભગ 6 સદીઓનું સૌથી લાંબુ આંશિક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *