Breaking News

જીવનની વધી રહી છે સમસ્યાઓ તો બુધવારે કરો આ વિશેષ ઉપાય તમને મળશે લાભ..

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈના  લગ્ન હોય ત્યારે પણ છોકરા છોકરીઓ ના જન્માક્ષર મેળવે છે ત્યારે કોઈને બુધ નડતો હોય છે તો કોઈ ને શની ગ્રહ કે કોઈને મંગળ ગ્રહ નડતો હોય છે.જેથી બધા અત્યારે  વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની ખામી દેખાય તો તેના કારણે જીવનની ઘણી સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જતી હોય છે. અમુક ગ્રહો ની બ્રામણ જોડે પૂજા કરાવતા હોય છે જેમ કે કોઈ ના લગ્ન ના થતા હોય તો ગ્રહો ની પૂજા કરાવતા હોય છે જેથી તેના મન ને શાંતિ મળે અને તેના જે કાર્યો અટકેલા હોય તે કામ પૂરા થઈ જાય.વ્યક્તિનો સ્વભાવ પણ ચીડિયા જેવો બની જાય છે, એટલું જ નહીં  પરંતુ તેને માથાનો દુખાવો તણાવ  માન -સન્માન જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. જો તમે બુધ ગ્રહ સાથે સંબંધિત દોષોથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેના માટે  બુધવાર આ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે બુધવારે કેટલાક ઉપાય કરો તો બુધ દોષથી છુટકારો મેળવવાની સાથે જ તમને ગણેશજીના આશીર્વાદ પણ મળી રહેશે. તો ચાલો આપણે જાણીએ બુધવારના આ ઉપાયો વિશે.

બુધવારના આ ઉપાયોથી ક્રોધિત ગ્રહો સુધરશે:

આપણે બધા જાણીએ છીએ કે બુધવાર ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરો તો તે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. ભગવાન ગણેશ જી તો સુખ હરતા અને  દુઃખ હરતા છે જેથી તમારા કંઇપણ દુઃખ હશે તો તે દૂર કરશે જ.  બુધવારે કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો બુધ ગ્રહ સારી એવી અસર કરે છે  તમે તેમને ગણેશજીની પૂજા દરમિયાન મોદક ચડાવો અથવા મોતી ચૂરના લાડુ ચડાવો તો આ બુધ ગ્રહના દોષો જલ્દી દૂર થઈ જશે.અને તમને શાંતિ નો અનુભવ થશે. તમારા જે પણ દોષો હશે તે બધા દૂર થઈ જશે.

 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ  જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ નો  દોષ હોય તો તેના માટે  અનેક વખત માન
સન્માનમાં ઘટાડો થતો હોય છે. કોઈ કારણસર અથવા અન્ય કારણે  સન્માન અને આદરને ઠેસ પહોંચે છે.તે વ્યક્તિ નું ખૂબ અપમાન થતું હોય છે  તે બહુ શાંત ના રહી શકે અથવા તે બહુ ગુસ્સે થતો હોય તેને આવા બધા દોષો ને દુર કરવા માટે પૂજા કરવી જોઈએ. અને આદર પણ કરવો જોઈએ તે ના કરે તો આ બુધ ગ્રહ હોય તેવું ખબર પડે છે જો તમે આવા પ્રકાર ની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય  તો તમારે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી છે  બુધવારે તમારે તમારા જમણા હાથની નાની આંગળી પર નીલમણિ રત્ન પહેરવું જોઈએ. જો તમે નીલમણિ રત્ન પહેરતા પહેલા જ્યોતિષને પૂછી ને જ પહેરજો તો  તે ખૂબ સારું રહેશે.તો તે જલ્દી અસર કરશે અને મન પણ એકદમ શાંત રહેશે.

જો તમે બુધ દોષ દૂર કરવા માંગો છો તો જ્યોતિષશાસ્ત્રમાં આપેલ આ ઉપાય ચોક્કસ થી કરવા જોઈએ.તો જલ્દી તમારા દોષ દૂર થઈ જશે. ગમેતેવો દોષ હશે તો પણ તે દૂર થઈ જશે. તમે દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. આ પણ નિયમિત કરવું જોઈએ. આ ઉપાય કરવાથી બુધના દોષ દૂર કરવા સાથે ભગવાન ગણેશના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી, તમે બુધ દોષની અસર ઘટી શકે છે.પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે આ ઉપાય માત્ર દર બુધવારે નિયમિતપણે કરવો જોઈએ. આ તમારા જીવનની સમસ્યાઓનો ટૂંક સમયમાં અંત આવશે અને ખૂબ જલ્દી તમને  દોષો થી મુક્ત થઈ જશો. અને જલ્દી થી તમારું મન એકદમ શાંત થઈ જશે તેવો અનુભવ તમને થશે.

બુધ દોષને લીધે  તમારું જીવન અશાંત બની ગયું હોય તો તમારે એક પછી એક ઘણી પરેશાનીઓમાંથી પસાર થવું પડતું હોય તો આવી સ્થિતિમાં કૃપા કરીને ભગવાન ગણેશને પ્રાર્થના  કરો કે જલ્દી થી મારા દોષો ને દૂર કરો અને મારા ઘર માં અશાંતિ થઈ ગઈ છે તો તે પણ દૂર થઈ જાય તેવી મારી ઇચ્છા છે તો ભગવાન ગણેશ એ જ પ્રાર્થના. મારી પ્રાર્થના જરૂર થી સ્વીકાર જો. તમે દર બુધવારે ભગવાન ગણેશને સિંદૂર ચડાવવું જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો ધીરે ધીરે તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે  પરંતુ તમારે ધ્યાન રાખવાનું કે તમારે ભગવાન ગણેશજી ને 11 અથવા 21 ગાંઠ બાંધી ધરો ચઢાવવા માં આવે છે   તેનાથી તે ખૂબ જ જલ્દી ખુશ થશે અને તમારી બધી ઈચ્છાઓ પુરી કરશે. આબધુ કરવાથી ભગવાન ગણેશ જી ખૂબ ખુશ થાય છે અને ભક્તો પર પ્રસન્ન થાય છે ભગવાન તો પ્રેમાળ છે તે કોઈ નું અહિત ના કરે. ભગવાન ગણેશજી ના મંદિર ઘણા પ્રખ્યાત છે જેમકે સિદ્ધિ વિનાયક મહેમદાવાદ, તેના થી મોટું મુંબઈ માં સિદ્ધિ વિનાયક અને બીજું એક ગણપતપૂરા માં ત્યાં ઘણા લોકો પોતાની માનતા રાખે છે કે ત્યાં ઘઉ નો ઉંધો સાથીયો કરે છે અને જ્યારે આપણું કામ થઈ જાય ત્યારે છતો સાથીયો કરવાનો આવું ત્યાંના લોકો નું માનવું છે ઘણા લોકો આવું કહે છે પણ તે સાચું છે ત્યાં મંદિરે કાચા કેળા ની વેફર બહુ વખણાય છે તે તો તમે જાવ ત્યારે ચોક્કસ થી ખાજો.

મહેમદાવાદ ની વાત કરીએ તો ત્યાં સિદ્ધિ વિનાયક માં મુંબઈ થી સિદ્ધિ વિનાયક મંદિર માંથી અખંડ જ્યોત લાવવામાં આવી હતી. તે સિદ્ધિ વિનાયક એકદમ મસ્ત લાલ કલર નું છે અને અંદર થી ગુફા જેવું દેખાય છે ત્યાં નાના બાળકો માટે બધી જ રાઇડ્સ છે જેથી બાળકો બહુ ખુશ થઈ જાય છે લાખો હરી ભક્તો ત્યાં દર્શન કરવા જતા હશે.

About gujju

Check Also

સદીઓ બાદ થયુ આવુ મહા ચંદ્રગ્રહણ શું મચાવશે ભારે ઉથલ-પાથલ?…

વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ રાજકીય ઉથલપાથલનું કારણ બનશે. આ લગભગ 6 સદીઓનું સૌથી લાંબુ આંશિક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *