Breaking News

એક સમયે ફી ભરવાના પૈસા નહોતા, પંચરની દુકાન પર કર્યું હતું કામ આજે છે ઓફિસર.

એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ મહેનત કરે અને તેના ઈરાદા મજબૂત હોય તો કોઈપણ પરિસ્થિતિ આવે તે સરળતા મેળવીને રહે છે. બસ થોડી મહેનત અને સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂરત છે. અહીંયા આજે અમે તમને જણાવીશું એક એવા વ્યક્તિ વિષે જેની વાત જાણીને તમને પણ પ્રેરણા મળશે.

આજે અમે તમને આ લેખ દ્વારા એક એવા વ્યક્તિ વિષે જણાવીશું કે જેની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. વાત થોડી જૂની છે પણ આજે આ વ્યક્તિ જે જગ્યાએ છે એ તેણે અહીંયા સુધી પહોંચવા માટે કરેલ મહેનત અને જુસ્સો સામેલ છે. આજે અમે તમને જણાવીશું IAS ઓફિસર બનેલા વરુણ વિષે. તેઓ વર્ષ 2013માં UPSC ક્લીઅર કરીને એ પરીક્ષામાં 32મુ સ્થાન મેળવે છે. તેમના જીવનમાં સૌથી વધુ મુશ્કેલી પૈસા સંબંધિત હતી. કોઈપણ સુવિધા વગર તેમની મહેનત અને લગ્નથી તેઓ આગળ આવે છે અને પરિવારનું નામ રોશન કરે છે.

તમને જણાવી દઈએ વરુન બરાનવાલ એ મહારાષ્ટ્રના એક નાનકડા શહેર બોઇસર ના રહેવાસી છે. તેમનો જન્મ એક ખુબ જ ગરીબ પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેઓ ભણવામાં ખુબ હોશિયાર હતા અને તેઓ ખુબ જ ભણવા માંગતા હતા. ઘરમાં ગરીબી અને પૈસાની કમીને કારણે સારું ભણવું તેમની માટે શક્ય નહોતું. પણ એવી પરિસ્થિતિ હોવા છતાં પણ તેઓ હારતા નથી અને ખુબ જ મહેનતથી આગળ વધતા રહે છે. તેઓ પોતાનું ભણવાનું ચાલુ રહે એટલે સાયકલની દુકાન પર કામ કરે છે.

જયારે તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા ત્યારે એક મુશ્કેલી તેમના જીવનમાં આવે છે. તેમના પિતાનું નિધન થઇ જાય છે અને પિતાના ગયા પછી તે વધુ દુઃખી થઇ જાય છે. આ સમય તેમની માટે ખુબ જ અઘરો હોય છે. એક સમય એવો પણ આવે છે કે તે નક્કી કરે છે કે તે ભણવાનું છોડી દેશે, પણ ત્યારે જ તેમના 10માં ધોરણનું રિઝલ્ટ આવે છે જેમાં તેમણે આખી સ્કૂલમાં ટોપ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર જયારે તેઓ 10માં ધોરણમાં ટોપ કરે છે તો લોકો તેના ખુબ વખાણ કરે છે. ત્યારે તેમના ઘરના લોકો નક્કી કરે છે કાંઈ પણ થઇ જાય તે વરુણને ખુબ ભણાવશે. જયારે તેના પિતાના ડોક્ટરને ખબર પડે છે કે તેને ટોપ કર્યું છે તો તેઓ પણ તેની મદદે આવે છે. તેમણે વરુણના ભણતર માટે રૂપિયા 10000ની સહાય કરી. બસ આવી જ રીતે કોઈને કોઈ વરુણને હેલ્પ કરવા માટે આગળ આવે છે.

એક મીડિયાના ઇન્ટરવ્યૂ દરમિયાન વરુણ જણાવે છે કે તેઓ નસીબદાર છે. તેમણે કહ્યું કે તેમણે એકપણ રૂપિયો પોતાના ભણવા પર ખર્ચ કર્યો નથી. કોઈને કોઈ તેમની માટે પુસ્તકો ખરીદતું તો કોઈ તેમની ફી ભરી દેતા, કોઈ તેને ફોર્મ ભરવા માટે પૈસા આપતા. જયારે તે એન્જીનીયરનું ભણવાનું પૂરું થયું તો તેમની પાસે નોકરીનો સારો અવસર હતો પણ તે સિવિલ સર્વિસ માટે તૈયારી કરવા માંગતા હતા. એટલે પછી તેઓ UPSCની તૈયારી કરવા લાગે છે.

આખરે વરુણની અને તેને મદદ કરવાવાળા બધાની મહેનત ફાળે છે અને UPSCમાં તે 32માં રેન્કમાં આવે છે. વરુણે સાબિત કરી બતાવ્યું છે કે મહેનતથી અને પોતાના લોકોના સપોર્ટથી વ્યક્તિ ખુબ આગળ વધી શકે છે. તો તમે પણ મહેનત કરજો અને તમારા ધ્યેય મેળવવા સુધી મહેનત કરજો.

About gujju

Check Also

વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ એક વિદ્યાર્થીના કારણે થયું આવું…

વૃક્ષો અને છોડ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેમના વિના માણસ એક મિનિટ પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *