Breaking News

નવવધૂને સસરાએ આપી અનોખી ભેટ, સમાજ માટે ઉદાહરણ સ્વરૂપ.

એક દીકરી પોતાના જીવનનો અડધો ભાગ માતા પિતાના ઘરમાં વ્યતીત કરતી હોય છે. દીકરીઓ ક્યારે મોટી થઇ જાય છે તે ખબર જ નથી પડતી. લગ્ન પછી દીકરી જયારે સાસરે જાય છે તો માતા પિતાનું ઘર ખાલી થઇ જાય છે પણ સસરાના ઘરમાં રોનક થઇ જાય છે. આજે એક એવી વાત અમે લઈને આવ્યા છે જે જાણીને તમને પણ થઇ જશે કે નસીબ તો આ દીકરી જેવું હોવું જોઈએ. આ દીકરીને સસરાના રૂપમાં મળ્યા પિતા. વિદાઈ પર સસરાએ કર્યું એવું કે તે ભાવુક થઇ ગઈ અને રડવા લાગી.

ઉત્તરપ્રદેશના રહેવાસી કારોબારીએ પોતાના દીકરાના લગ્ન એક ખેડૂતની દીકરી સાથે નક્કી કર્યા હતા. જયારે લગ્ન થયા ત્યારે વિદાયના સમયે વરના પિતાએ એક ગાડી નવવધૂના ઘરની બહાર ઉભી કરી દીધી. જયારે દુલ્હને ગાડી જોઈ તો પૂછ્યું કે આ ગાડી કોની છે ત્યારે તેને ખબર પડે છે કે આ ગાડી તેમના સસરાએ ગિફ્ટમાં આપી છે.

તમને જણાવી દઈએ કાનપુરના રહેવાસી અર્પણ કુમારે પોતાના દીકરા આદર્શ રાજના લગ્ન પોતાના ગામના જ એક ખેડૂત કે જેમનું નામ ચંદ્રમોહન છે તેમની દીકરી અંજલિ ત્રિવેદી સાથે નક્કી કરી લીધા હતા. આદર્શ અને અંજલીના લગ્ન બહુ ધામધૂમથી કરવામાં આવે છે. બીજા દિવસે જયારે તેમની વિદાઈ હોય છે ત્યારે તેમને નવી ગાડીમાં બેસાડવામાં આવે છે. જયારે અંજલિ ગાડીમાં બેઠી પછી તેને ખબર પડે છે કે આ ગાડી તેના સસરાએ તેને ભેટમાં આપી છે અને ગાડીની ચાવી એ નવવધૂના હાથમાં આપે છે.

અંજલીના સસરાએ જયારે ગાડીની ચાવી તેને આપી તો એ વિચારમાં પડી ગઈ તે પૂછે છે કે કેમ ગાડીની ચાવી તેને આપી તો તેનો પતિ કહે છે કે આ ગાડી પપ્પાએ ભેટમાં આપી છે. આ વાત સાંભળીને નવવધૂ ભાવુક થઇ જાય છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. તેમના સંબંધીઓને જયારે આ વાત જાણવા મળે છે ત્યારે તેઓ પણ હેરાન થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે દુલ્હાના પિતા અર્પણ કુમાર ત્રિવેદી એ ગલ્લા કારોબારી અને ગન હાઉસના મલિક છે અને તે તેમની વહુ અને તેના ઘરનાને ઘણા સમયથી ઓળખે છે. બંને પરિવારમાં બહુ પહેલાથી જ ઓળખાણ છે. સસરા કહે છે કે તેમની વહુ ખુબ સંસ્કારી છે તેની આગળ કોઈપણ મિલકત ઓછી પડે. તેઓ જણાવે છે કે તેઓ દહેજ વિરોધ્ધી છે તેમને લગ્નમાં છોકરીવાળા તરફથી કોઈપણ વસ્તુની માંગ કરી નથી. સસરા તરફથી ગાડી મળવા પર અંજલિને તે ગિફ્ટ કેવી લાગી એ જાણવા માંગતા હોય છે.

આ વાત પણ અંજલિ કહે છે કે પહેલા તો મને કશું ખબર પડી નહિ કે આખરે આ ગાડીની ચાવી તેને કેમ આપવામાં આવી. જયારે તે ગાડીમાં બેઠી તો તેણે પતિને પૂછ્યું અને ત્યારે પતિએ જણવ્યું કે ગાડી તેના સસરાએ ગિફ્ટમાં આપી છે આ જાણીને અંજલિ રડવા લાગે છે. તે કહે છે કે હું બહુ ભાગ્યશાળી છે તેણે કહ્યું કે આવા સસરા ભગવાન બધી દીકરીઓને આપે. અંજલિ પોતાને ખુબ જ નસીબદાર માને છે કે તેને આટલા સારા સસરા મળ્યા.

About gujju

Check Also

મેદાનમાં નાની નાની ટેકરીઓ નીચે છે આલીશાન મહેલોના ઘર, આખું ગામ અહી રહે છે જમીનમાં,જોવો તસવીરો..

જ્યારે આજે સમગ્ર વિશ્વ મંગળ પર જીવન શોધવામાં વ્યસ્ત છે. ત્યારે દુનિયામાં આવું એક ગામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *