Breaking News

જ્યારે કોઈ મહિલા માસ્ક વગર દેખાઈ તો પોલીસે તમામ કપડાં ઉતારી દીધા અને  મહિલાએ પોલીસ પર કેસ કર્યો. પછી જોવો શું થયું.

અત્યારે કોરોના કાળ માં દેશ અને દુનિયામાં કોરોનાનો ખતરો ના વધે તે માટે દરેક પ્રયત્ન કરવામાં આવે છે   આ રોગચાળાથી બચવાનો સૌથી સહેલો રસ્તો નિયમિત માસ્ક પહેરવાનો છે.  જોકે ઘણા લોકો આ નિયમનું પાલન કરે છે, પરંતુ ઘણા લોકો બજારમાં માસ્ક વગર ફરતા જોવા મળે છે. અને બીજું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું જરૂરી છે  જો કે, કેટલાક લોકો તેમની શારીરિક સમસ્યાઓના કારણે માસ્ક લાગુ કરવામાં અસમર્થ છે.  આવો જ એક કિસ્સો ઇંગ્લેન્ડનો છે જ્યાં મહિલાએ પોતાની અંગત સમસ્યાને કારણે માસ્ક પહેર્યું ન હતું.  ચહેરા પર માસ્ક ન પહેરવા બદલ, આ મહિલાને એવી સજા મળી કે તેને અપમાનિત પણ થવું પડ્યું.પોલીસે તે મહિલા નું અપમાન પણ કર્યું. જ્યારે કોરોના વધારે હતો ત્યારે આખા દેશ માં લોક ડાઉન હતું ત્યારે કોઈ બહાર નીકળે તો પોલીસ ને જોઈ ને એવા ભાગી જાય અને માસ્ક વગર તો ક્યારેય બહાર નતુ નીકળાતું. અત્યારે લોકો તો બજાર માં પણ ટોળે ટોળા વળી ને બજાર માં માસ્ક વગર ફરતા જોવા મળે છે. પહેલા તો શાકભાજી લેવા જઈએ તો પણ બીક લાગતી કે કોરોના થઈ જાય તો એટલે બધા સેનીટાઝર જોડે જ રાખતા હતા અત્યારે તો કોઈ કઈ નિયમ મુજબ પાલન નથી કરતા.

 

હકીકત માં આ કેસ તે સમયનો છે જ્યારે ઇંગ્લેન્ડમાં માસ્ક પહેરવાનું ખૂબ મહત્વનું હતું.  કારણકે ત્યાં કોરોના ના કેસ વધુ હતા આ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો ત્યાંની પોલીસ તેમને સજા કરતી હતી. આ દરમિયાન, 25 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડના સસેક્સમાં રહેતી જુલિયટ જોહ્ન્સન નામની મહિલા સુપરમાર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી.  આ દરમિયાન, જુલિયટ જોહ્ન્સને માસ્ક પહેર્યો ન હતો અને તો તેણે પોતાનું મોં કોઈ પણ પ્રકારના કપડાથી ઢાંક્યુ નતું. કોરોના વધારે એ સમયે હતો તો માસ્ક પહેરવું ફરજિયાત હતું. તેને પહેરેલું નહતું.

જ્યારે જુલિયટ સુપરમાર્કેટમાં સામાનની ખરીદી કરી રહી હતી ત્યારે ત્યાંના સુરક્ષાકર્મીએ માસ્ક ન પહેરવા બદલ તેને અટકાવી હતી. તેણે તરતજ ત્યાંના સુરક્ષાકર્મી રોકી કીધું કે માસ્ક પહેરવું ફરજિયાત  છે  જો કે, મહિલાએ કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હતી તેના કારણે તેને માસ્ક પહેરવાની મંજૂરી નથી આપતા. એટલું જ નહીં, પરંતુ મહિલાએ માસ્ક ન પહેરવાનું કારણ સમજાવતા ગાર્ડને પુરાવા તરીકે કેટલાક ડોક્ટરના કાગળો પણ બતાવ્યા હતા. તો પણ તે સમજ્યા નહી. માસ્ક તેને પહેરાય તેવું નહતું તેથી તેણે માસ્ક નતું પહેર્યું.

આ દરમિયાન, ગાર્ડ તેની ફરજ પૂરી કર્યા પછી ચાલ્યો ગયો, પરંતુ જેવી જ મહિલા ખરીદી માટે પહોંચી, દુકાનના મેનેજરે તેને માસ્ક પહેરવાનું કહ્યું.  મહિલાએ મેનેજરને પણ આવું જ કારણ આપ્યું હતું પરંતુ મેનેજર મહિલાની વાત સાંભળવા માટે જરાય તૈયાર નહોતા અને સ્થળ પર પોલીસને બોલાવી હતી.  જ્યારે પોલીસ સુપરમાર્કેટમાં પહોંચી ત્યારે મહિલાએ માસ્ક ન પહેરવાનું કારણ પોલીસને જણાવ્યું, પરંતુ આ દરમિયાન પોલીસે મહિલાની વાત ન માની અને તેને હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

આ દરમિયાન મહિલા પોલીસકર્મીઓએ જુલિયટ જોહ્ન્સનને તેના કપડા ઉતારવાનું કહ્યું.  જ્યારે જુલિયટ આ બાબતે સહમત ના થઈ.આવું તો ના જ કરવું જોઈએ. ત્યારે મહિલા પોલીસકર્મીઓએ તેને બળજબરી કરી અને તેના તમામ કપડાં ઉતારવાની સૂચના આપી જેથી તે ચેક કરી શકે.  આ દરમિયાન, પીડિત મહિલા પોલીસકર્મીઓની વર્તણૂકને સમજી શકતી ન હતી અને તે ખૂબ જ ગુસ્સામાં હતી પરંતુ તેમ છતાં તેણે પોલીસકર્મીઓના ગુસ્સે વર્તનને જોતા તેના તમામ કપડા ઉતારી દીધા છે.

પીડાય રહેલી મહિલા ને પોલીસે થોડા સમય માટે જેલમાં રાખી હતી અને બાદમાં તેને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી.  પરંતુ આ ઘટના પછી, જુલિયટ જોહ્ન્સન ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તે પોલીસકર્મીઓથી બદલો લેવા માટે વળી ગઈ  એટલું જ નહીં  મહિલાએ સસેક્સ પોલીસ સામે ફરિયાદ નોંધાવી અને તેમની સામે તેમની સત્તાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. જેથી તેને ન્યાય મળે અને બીજી મહિલા સાથે ના કરે આવું.

About gujju

Check Also

સાળા ને થપ્પડ મારવી પડે ભરી,ગુસ્સેલ દુલ્હને તોડ્યા લગ્ન

લગ્ન એ માત્ર બે લોકોનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું મિલન છે. કન્યા ઈચ્છે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *