Breaking News

બાઇકમાં આગળ ટાંકી પર બેઠેલ આ ગાયનો વિડિઓ તમે જોયો? જુઓ આ વાઇરલ વિડિઓ.

આખી દુનિયામાં મોટરસાયકલ એટલે કે બાઈક ખુબ જ પોલ્યુલર વાહન છે. આના ઘણા કારણો છે. આ બાઈક બહુ સરળતાથી જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જઈ શકીએ છે. ગમે એટલો ટ્રાફિક હોય બાઈક ચલાવનારને તે ક્યારેય નડતો નથી તે તો નાની નાની ગલીઓ માંથી પણ સરળતાથી નીકળી જતા હોય છે.

બાઈક કેટલું સુવિધાજનક હોય છે એ વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકશો કે જયારે ફાટક બંધ થઇ જાય અને ટ્રેન આવવાને વાર હોય તો પણ વ્યક્તિ ફાટક નીચેથી બાઈક કાઢશે અને કોસીંગ પાર કરશે. જો કે આવું કરવું એ જોખમકારક છે ક્યારેય આવું કરશો નહિ. આજે અમે તમને એક વ્યક્તિએ કરેલ એવા જુગાડની વાત જણાવવાં છે જે જાણીને તમે ખરેખર માની જશો કે વ્યક્તિ ખરેખર બહુ દિમાગ વાપરતા હોય છે.

કોઈપણ મોટી વસ્તુઓ અને ભારે વસ્તુઓની હેરફેર માટે આપણે હંમેશા મોટા વાહન જેવા કે ટ્રક કે ટેમ્પોનો ઉપયોગ કરતા હોઈએ છે પણ આ વ્યક્તિએ જે કર્યું એ ખરેખર અદભુત છે. તમે આજ સુધી બાઈક પર કોઈને એવી વસ્તુઓ લઈ જતા જોયા છે જે શક્ય નથી હોતી પણ અમુક લોકો એ અશક્યને શક્ય કરીને બતાવે છે. આવા જ એક વ્યક્તિની વાત અમે લઈને આવ્યા છે.

તમે અત્યાર સુધી બાઈકની આગળ ટાંકી પર કોઈ બાળકને બેઠેલું જોયું હશે પણ આ વ્યક્તિએ પોતાની બાઇકમાં આગળ ટાંકી પર ગાયના વાછરડાને બેસાડી દીધું. નવાઈની વાત તો એ હતી કે ગાયનું વાછરડું પણ એટલી જ શાંતિથી બેથેલ હતું.

તે જરા પણ હાલતું પણ નહોતું જેથી વ્યક્તિને બાઈક ચાલવામાં કોઈપણ મુશ્કેલી થતી હતી નહિ. જાણકારી મુજબ આ વિડિઓ પાકિસ્તાનનો હોય એવું લાગી રહ્યું છે, અહીંયા એકે યુવક ગાયના વાછરડાને એક કપડાથી ઢાંકી દીધું છે અને તેને બાઇકમાં આગળ ટાંકી પર બેસાડી દીધું હતું.

એ યુવક એ વાછરડા સાથે બહુ સરળતાથી બાઈક પર બેઠો છે તે આપણે વિડીઓમાં જોઈ શકીએ છીએ. હવે આવો નજારો રોડ પર જોવા મળે તો કોઈપણ તેનો વિડિઓ બનાવવા લાગે એ સહજ છે. આ વિડિઓ તે બાઈકની આસપાસ ચાલી રહેલ કોઈ બીજા બાઇકના સવારે ઉતારેલ છે. અત્યારે આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ જઈ રહ્યો છે.

વીડીમાં એક વ્યક્તિ કહે છે કે વાહ કમાલ છે. અહીંયા આ એક પાકિસ્તાની જુગાડ છે. નવાઈની વાત તો એ છે આ બાઈક પર એ ગાયનું વાછરડું આરામથી ફિટ બેસી પણ રહ્યું છે. સામાન્ય રીતે ગાયને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઇ જવા માટે ટેમ્પો કે એવા મોટા વાહનો ઉપયોગ કરતા હોય છે.

આ વિડિઓ વાઇરલ જતા ઘણા લોકો આને મજાક તરીકે પણ લઇ રહ્યા છે તો ઘણા આ વિડિઓને વખોડી પણ રહ્યા છે અને ગાય માટે સહાનુભૂતિ પણ બતાવે છે. એક યુઝરે લખ્યું છે કે આ વિડિઓ પરથી જાણી શકાય છે કે ખરેખર પાકિસ્તાનમાં કાંઈ પણ થઇ શકે છે.

About gujju

Check Also

માસ્ક વગર આઈસ્ક્રીમ લેવા પહોંચી હતી મહિલા, દુકાનદારે ટોકી તો કંઇક કર્યું આવું, જુઓ વિડીયો

કોરોના વાયરસનો ફેલાવો હજુ પણ ચાલુ છે. કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *