Breaking News

બે વર્ષ પહેલા યુવક પર લગાવ્યો બળા@@ત્કારનો આરોપ અને પછી તેની સાથે જ કર્યા લગ્ન.

એવું કહેવાય છે કે પ્રેમ માટે વ્યક્તિ કાંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. તમને અવારનવાર અનેક અજીબોગરીબ પ્રેમ અને લગ્નના કિસ્સા જાણવા મળતા હશે. પણ આજે અમે જે વાત તમારી માટે લાવ્યા છે એ કંઈક વધારે જ અલગ અને અજીબ છે.

યુપી અલીગઢથી આ બાબત સામે આવી છે. જ્યાં એક પ્રેમિકાએ પોતાના 18 વર્ષની ઉંમર થતા જ ઘર પરિવારના લોકોની મરજી વિરુદ્ધ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નના વિરોધમાં યુવતીના ઘરના લોકો એ યુવક પર અપહરણ અને દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો અને આને લીધે તે પ્રેમીને 5 મહિના સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું.

મળેલી જાણકારી અનુસાર ખુશી પાઠક પંચનગરીની રહેવાસી છે. ત્રણ વર્ષ પહેલા તે કોચિંગમાં ભણવા માટે જતી હતી અને ત્યાં તેની મુલાકાત એક વરુણ નામના યુવક સાથે થાય છે. બીજી બાજુ જયગંજના રહેવાસી વરુણ એ ખુશીને જોઈને જ પોતાનું દિલ આપી દે છે. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે પણ યુવતીના ઘરના લોકોને આ સંબંધ મંજુર હતો નહિ.

જયારે એ બંનેને લાગે છે તેમના ઘરના લોકો તેમનો સંબંધ સ્વીકારશે નહિ ત્યારે બંને ઘરથી ભાગી ગયા હતા પણ ખુશીના પિતા પ્રેમચંદે પોલીસ સ્ટેશન જઈને વરુણ વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. કેસ થયા પછી પોલીસે બંનેને પકડી લીધા અને વરુણને પકડી લેવામાં આવ્યો હતો અને તેને જેલમાં પુરી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે એ સમયે ખુશી 18 વર્ષે પુરા નહોતા એટલે કોઈ મોટો નિર્ણય તે લઇ શકી નહિ. તો બીજી તરફ ખુશીના પિતાએ ટી વરુણ સાથે સબંધ રાખશે તો આત્મહત્યા કરશે એવી ધમકી આપે છે. ઘરના વિરોધને કારણે ખુશી 3 વર્ષ સુધી કશું કહેતી કે કરતી નથી. પછી ખુશી જેમ તેમ કરીને પ્રેમીથી દૂર જીવવા લાગે છે.

જયારે વરુણ એ 5 મહિના સુધી જેલમાં રહે છે અને પછી તે જમાનત માટે હાઇકોર્ટમાં અપીલ કરે છે અને હાઇકોર્ટ દ્વારા તેમને જમાનત આપવામાં આવે છે. 31 માર્ચ 2021ના દિવસે ખુશી પાઠક એ 18 વર્ષની થઇ ગઈ હતી. એવામાં તે પોતાની મરજીથી એક નિર્ણય કરે છે. તે પોતાનો વકીલ લઈને પહોંચી જાય અને કોર્ટમાં તે પોતાના પ્રેમની બધી કહાની કહે છે અને ખુશી ન્યાયાલયમાં વરુણ સામે ચાલી રહેલ ટ્રાયલને પાછી લઇ લે છે.

ખુશી કોર્ટમાં કહે છે કે, “કોર્ટમાં મારા પરિવારે કેસ કર્યો હતો પણ 18 વર્ષ થઇ જવા પર વરુણના બચાવમાં બયાન આપ્યું છે અને હવે તે 18 વર્ષની છે એટલે હવે હું મારી મન મરજી પ્રમાણે લગ્ન કરી શકું છું.” વરુણના પિતાનું પણ કહેવું છે કે તેઓ બંને એકબીજાને 3 વર્ષ પહેલાથી પ્રેમ કરે છે અને તેઓ લગ્ન પણ કરવા માંગતા હતા પણ યુવતીની ઉમર નાની હતી એટલે લગ્ન કરવા શક્ય હતા નહિ. પણ હવે એ પોતાની મન મરજીથી લગ્ન કરી શકે છે.

પણ હવે ખુશીએ મંદિરમાં પૂજારી, વકીલ અને વરુણના પિતાની હાજરીમાં લગ્ન કરી લીધા છે. પણ હજી પણ ખુશીના ઘરના લોકો રાજી નથી. ખુશીને હજી પણ પોતાના પરિવારની બીક લાગે છે એટલે તેણે મુખ્યમંત્રી, ssp અને મહિલા અયોગ્યને પત્ર લખી તેમની સુરક્ષા માટે અરજી કરી છે. આમ આખરે આ બંને પ્રેમીઓ એકબીજા સાથે રહી રહ્યા છે.

About gujju

Check Also

ભીખ માંગીને નહિ પણ મહેનત કરીને કમાવવામાં માને છે આ વૃદ્ધ મહિલા…

તમે ટ્રાફિક સિગ્નલ પર અને રોડ પર ઘણા બધા જુવાન અને સ્વસ્થ વ્યક્તિને ભીખ માંગતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *