Breaking News

વાંદરાના મૃત્યુ પર દુઃખી થયું આખું ગામ, મૃત્યુ પર કર્યું અનોખું કામ.

આજના જમાનામાં એક વ્યક્તિ બીજા વ્યક્તિના મૃત્યુ પર દુઃખી નથી થતો પણ બીજી તરફ બિહારના સમસ્તીપુર જિલ્લાના એક ગામમાં એ સમયે ખુબ દુઃખ ફેલાઈ ગયું જયારે આ ગામમાં એક વાંદરાનું મૃત્યુ થઇ ગયું. એવામાં દુઃખી ગામના લોકોએ વાંદરાની અંતિમયાત્રા કાઢી હતી અને હિન્દૂ રીત રિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

માનવતાની ખુબ સારી મિશાલ આપે છે આ સમસ્તીપુર જિલ્લાના રોસરા અનુમંડળ એરિયામાં આવેલ સિંધિયા ગામની. અહીંયા રહેવાવાળા ગામના લોકો એ એક અનોખું ઉદાહરણ આપ્યું છે. તેઓએ વાંદરાને ખુબ જ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાવ્યા. જયારે પણ કોઈ પ્રાણી મૃત્યુ પામે છે તો લોકો તેમને જોવું પસંદ નથી કરતા, પણ આ ગામના લોકોએ તો વાંદરાની અંતિમ વિદાઈ ખુબ જ યાદગાર બનાવી લીધી.

નવાઈની વાત તો એ હતી કે આ વાંદરાના મૃત્યુ પર આખા ગામના લોકો દુઃખી થઇ ગયા હતા. તેના અંતિમ સંસ્કારમાં ગામના બધા જ લોકોઇ આંખમાં આંસુ હતા. આ વિષે તે ગામની આસપાસના બધા જ ગામમાં ચર્ચાઓ હતી. જાણકારી પ્રમાણે વાંદરાની અંતિમ યાત્રા સિંધિયા પ્રખંડ ક્ષેત્રના દક્ષિણ બિહાર ગ્રામીણ બેન્ક પાસેથી કાઢવામાં આવી હતી. અહીંયા તેની સંપૂર્ણ હિન્દૂ રીત રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વાત એ પોતાનામાં એક બહુ ખાસ વાત હતી.

સ્થાનીય લોકો નુસાર વાંદરો લગભગ એક મહિના પહેલા ગામમાં આવ્યો હતો. ગામના લોકો અવારનવાર તેને ખાવાનું આપતા હતા. તે વાંદરો ગામના બધા લોકો સાથે સારી ભળી ગયો હતો. પણ એકદિવસ અચાનક તે બીમાર પડવા લાગે છે. ગામના લોકોએ તેનો ઉપચાર પણ કરાવ્યો પણ તેનો કોઈ ફાયદો થયો નહિ. વાંદરાની તબિયત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. એવામાં એક દિવસ અચાનક તેનું મૃત્યુ થઇ જાય છે. વાંદરાના મૃત્યુના સમાચાર મળતા જ આખા ગામમાં દુઃખનું વાતાવરણ થઇ ગયું હતું.

સિંધિયા ગામના લોકોએ પૂર્ણ માન અને સન્માનથી વાંદરાને પીતામ્બરી સમર્પિત કર્યું હતું. તેમણે વાંદરાના મૃત શરીરને ખુબ ધામધૂમથી ગામના સ્મશાનઘાટ સુધી પહોંચાડી હતી. પછી પૂર્ણ હિન્દૂ રીત રિવાજ પ્રમાણે તેના શબનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એ વાતમાં કોઈ શંકાનું સ્થાન નથી કે સિંધિયા ગામના લોકોમાં ખુબ જ માનવતા છે. તેમને એક અબોલ જાનવર માટે ઘણું બધું કર્યું જે આજે કોઈ પોતાના વ્યક્તિ માટે પણ ના કરે. તમને અમારી આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી જ અવનવી માહિતી માટે લાઈક કરો અમારું પેજ.

About gujju

Check Also

પૃથ્વી પર દર સેકન્ડે બહાર આવે છે 300 લિટર પાણી વૈજ્ઞાનિકો પણ સ્ત્રોત શોધવામાં નિષ્ફળ…

આપણે 21મી સદીમાં પહોંચી ગયા છીએ અને વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આ પછી પણ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *