Breaking News

સાક્ષી તંવરથી શમિતા શેટ્ટી સુધી, બોયફ્રેન્ડ દ્વારા ધોકો મળ્યા બાદ હજુ સુધી લગ્ન નથી કર્યા.

દરેક બોલીવુડ અભિનેત્રીઓ માટે કોઈનું કોઈ દિવાના હોય છે. તેના ચાહકોની લાંબી લાઈન લાગે છે કોઈને અક્ષય કુમાર ગમે , કોઈને શાહરુખાન ગમે કે કોઈને , અજય દેવગણ ગમે આ અભિનેત્રીઓના ઘણા ચાહકો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ઘણી અભિનેત્રીઓએ આજે લગ્ન કરીને પોતાનું ઘર વસાવ્યું છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે 40 વર્ષ થઈ ગયાં પણ હજુ કુંવારી જ છે. હજુ પણ લગ્ન નથી કર્યા. આમ તો થઈજાય પણ થોડા સમય પછી છૂટાછેડા ની વાત આવી જતી હોય છે. બોલીવુડ માં એવી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્નની ઉંમર હોવા છતાં પણ હજુ સુધી કુંવારી છે તો આપણે જોઈએ કે કોણ છે કે તે સૌથી પહેલા તો અમીષા પટેલ લગ્ન ની ઉંમર પછી પણ બોલીવુડ ની કુંવારી હિરોઈન નોની યાદી માં નામ આવે છે. ઋત્વિક રોશન સાથે પોતાનું કેરિયર ની શરૂઆત કરનારી અમીષા પટેલ આજે પણ ઘણી સુંદર અને બોલ્ડ છે.

તબ્બુ:

તબુનું પૂરું નામ તબસ્સુમ હાશ્મી ઉર્ફે તબુ છે. તબ્બુ ને તો દરેક જાણે છે આ બોલીવુડ ની સૌથી સારી હિરોઈન માનવામાં આવે છે. તબ્બુ આજે પણ ઘણી સુંદર દેખાય છે અને ધારે તો તે કોઈપણ સાથે લગ્ન કરી શકે છે. પણ તેને જોઈ ને એવું નથી લાગતું કે તે ક્યારેય લગ્ન કરવાનું પણ વિચારે છે. તેઓ ફિલ્મ ઉદ્યોગમાં મોટું નામ છે. તબ્બુ 48 વર્ષની છે પણ આજ સુધી તેને તેનો જીવનસાથી મળ્યો નથી. તબ્બુ એકવાર દક્ષિણ અભિનેતા નાગાર્જુન સાથેના તેના અફેરને કારણે ચર્ચામાં હતી. આજે પણ તેમના લગ્ન વિશે કોઈ સમાચાર નથી. એકવાર એક મુલાકાત દરમિયાન, તેણે કહ્યું હતું કે જ્યારે તેણીને મિસ્ટર પરફેક્ટ મળશે ત્યારે તે લગ્ન કરશે.

નગ્મા

નગ્મા 90 ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે ફિલ્મ ‘બાગી રેબેલ ફોર લવ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. નગ્માનું સાચું નામ નંદિતા મોરારજી છે, તે 47 વર્ષની છે. અભિનેત્રીએ બોલીવુડની સાથે સાથે તમિલ, તેલુગુ અને ભોજપુરી સિનેમામાં પણ પોતાની ઓળખ બનાવી છે. એક સમયે, પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથેના તેના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા. આ સિવાય તેનું નામ ભોજપુરી સ્ટાર રવિ કિશન સાથે પણ જોડાયેલું છે. એક ઈન્ટરવ્યુ માં નગ્મા એ કહ્યું કે અમારી વચ્ચે પ્રેમ છે અને બ્રેક અપ પણ થઈ ગયું છે આ વાત ની બધા ને ખબર પડી ગઈ હતી. નગ્મા એ વાત નો ખુલાસો કરી ને કહ્યું કે અમે બંને એકબીજા ને પસંદ કરતા હતા અને આ પસંદ માં ક્યારે પ્રેમ માં ફેરવાય ગઈ ખબર ના પડી . અને અમારી બ્રેક અપ નું કારણ 2000 માં સૌરવ ગાંગુલી પોતાના કરીયલ ને લઈ ને બહુ સિરિયસ હતા. અને તેના કરિયલ પર ધ્યાન રાખવું જરૂરી હતું. અને હું સમજી શકું છું પણ આપણે ત્યાં બધા ને બીજા જીવન માં શું ચાલે છે તેમાં વધારે રસ હોય છે.હાલ માં નગ્મા રાજનેતા છે.

અમીષા પટેલ

અભિનેત્રી અમીષા પટેલે વર્ષ 2000 માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, તેણે ‘ગદર એક પ્રેમ કથા’ અને ‘રેસ -2’ જેવી ફિલ્મોથી ઘણું નામ કમાવ્યું. તે 43 વર્ષની છે અને હજુ પણ કુંવારી છે. તેની લગ્ન ની ઉંમર હોવા છતાં પણ હજુ તેણે લગ્ન નથી કર્યા. અમીષા પટેલ આજે પણ ઘણી સુંદર દેખાય છે.

શ્મિતા શેટ્ટી

શ્મિતાશેટ્ટી અભિનેત્રી શિલ્પા શેટ્ટીની નાની બહેન છે. તેણે ફિલ્મ ‘મોહબ્બતેં’ થી ઘણું નામ કમાવ્યું. 2 ફેબ્રુઆરી, 1979 ના રોજ જન્મેલી શમિતા હજુ 42 વર્ષની ઉંમરે પણ જીવન સાથીની શોધમાં છે. હજુ સુધી તેને લગ્ન નથી કર્યા. આટલી ઉંમરે પણ તે ખૂબ સુંદર દેખાય છે.

તનિષા મુખર્જી:

બોલિવૂડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનીષા મુખર્જી 43 વર્ષની થઈ ગઈ છે. તે નીલ એન નિક્કી, સરકાર, ટેંગો ચાર્લી અને સરકાર રાજ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે પણ હજુ કુંવારી છે. તનિષા મુખર્જી આજકાલ બોલ્ડ તસવીરો ના કારણે ચર્ચા માં છે. તનિષા મુખર્જી હાલમાં પોતાના બોલ્ડ ફોટાઓ ના કારણે સોશિયલ મીડિયા પર છે. અભિનેત્રી તનિષા મુખર્જી ભલે અભિનય થી દુર હોય પણ પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સુષ્મિતા સેન:

સુસ્મિતા સેન ભારત માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ મોડલ રહી છે. અભિનેત્રીનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમથી લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાણી સુધી ઘણા લોકો સાથે જોડાયેલું છે. સુષ્મિતા 46 વર્ષની છે પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી. તેણે બે છોકરીઓને પણ દત્તક લીધી છે. સુસ્મિતા ને 18 વર્ષ ની ઉમરે ફેમિના મિસ ઇન્ડિયા 1994 નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં જીતનારી પ્રથમ ભારતીય છે.

અનુ અગ્રવાલ:

અનુ અગ્રવાલ આશિકી ફિલ્મથી દેશભરમાં પ્રખ્યાત થયા. 1999 માં તેમને કાર અકસ્માત થયો હતો. તેમને આમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. 52 વર્ષની અનુ પરિણીત નથી. અનુ અગ્રવાલ ભૂતપૂર્વ ભારતીય મોડેલ અને અભિનેત્રી છે.

સાક્ષી તંવર

અભિનેત્રી સાક્ષી તંવર 48 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. એકવાર 2015 માં આવા સમાચાર આવ્યા કે તેણીએ એક વેપારી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. બાદમાં સાક્ષીએ કહ્યું હતું કે આ સમાચારમાં કોઈ સાચું નથી. તેણે કહ્યું, આજ સુધી મને એવી કોઈ વ્યક્તિ મળી નથી કે જેની સાથે હું લગ્ન કરી શકું. તમને જણાવી દઈએ કે ટીવી અભિનેત્રી સાક્ષી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે સની દેઓલ સાથે ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’માં અને આમિર ખાન સાથે દંગલમાં પત્ની તરીકે જોવા મળી છે. આ ટેલિવિઝન પર ઘર ઘર કી કહાની માં અને બડે અચ્છે લગતે હૈ માં તેમાં કામ માટે જાણીતી હતી.
આયુષ્માન ખુરાના પૈસાના અભાવે ટ્રેનમાં ગીત ગાતો હતો અને આજે તેની પાસે કેટલી સંપત્તિ છે…

રેડિયો જોકી તરીકે નોકરી ની શરૂઆત કરનાર અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની શાનદાર અભિનય દ્વારા બોલિવૂડમાં ખાસ સ્થાન બનાવ્યું છે. અત્યાર ના સમયમાં આયુષ્માન ખુરાના બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે જેની સાથે દરેક કામ કરવા માંગે છે. 14 સપ્ટેમ્બર, 1986 ના રોજ ચંદીગઢ માં જન્મેલા આયુષ્માન ખુરાનાને ફિલ્મફેર એવોર્ડથી નેશનલ એવોર્ડ આપી ને તેનું સન્માન કરવામાં આવ્યું છે. આયુષ્માન ખુરાના ભારતીય અભિનેતા ,ગાયક , લેખક અને ટેલિવિઝન હોસ્ટ હતો. જે હિન્દી ફિલ્મો માં કામ કરે છે. સામાજિક પુરુષો ના સમાચારો ના અભિનય માટે જાણીતા છે જે હમેશા સામાજિક ધારાધોરણો સામે લડતા હોય છે.

આયુષ્માન ખુરાના

પરંતુ આયુષ્માન ખુરાનાનું નામ પણ ભારતના સૌથી વધુ પગાર મેળવનારા કલાકારોમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020 માં ટાઈમ મેગેઝિને આયુષ્માન ખુરાનાને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આયુષ્માન ખુરાના પાસે કેટલી પ્રોપર્ટી છે અને તેને તેના જીવનમાં કેવા શોખ છે?

આયુષ્માન ખુરાના

મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા આયુષ્માન ખુરાના આજે કરોડોની સંપત્તિના માલિક છે. હા આયુષ્માન ખુરાનાનું મુંબઈમાં એક વૈભવી અને ખૂબ જ સુંદર ઘર છે જેની કિંમત કરોડોમાં છે. તેના ભાઈ સાથે મળી ને આયુષ્યમાને પંચકુલા માં કરોડો નું ઘર ખરીધ્યું હતું આ સિવાય તેની પાસે ઘણી મોંઘીદાટ કાર છે. એક રિપોર્ટ અનુસાર, હાલમાં આયુષ્માન ખુરાના પાસે 43 કરોડથી વધુની સંપત્તિ છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મો સિવાય, આયુષ્માન ખુરાના પણ જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા ઘણી કમાણી કરે છે. એવું કહેવાય છે કે, અત્યારે આયુષ્માન માત્ર એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, જ્યારે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાના દર મહિને 50 લાખ રૂપિયાથી વધુ કમાય છે જ્યારે એક વર્ષમાં 6 કરોડથી વધુ કમાણી કરે છે. આયુષ્માન ખુરાના ખૂબ વધુ તેની પાસે સંપતિ છે અને ઘર પણ કરોડો નું છે.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના અત્યારે મુંબઈના અંધેરીમાં એક મોંઘુ દાટ મકાનમાં રહે છે, જેનું ભાડું આશરે 5.25 લાખ છે. આ સિવાય મુંબઈ અને ચંદીગઢ આયુષ્માન ખુરાનાની ઘણી સ્થાવર મિલકતો છે જેની કિંમત કરોડોમાં છે. આયુષ્માન ખુરાના લક્ઝરી કારનો પણ શોખીન છે. તેની પાસે BMW 5 સિરીઝ કાર, ઓડી A6 અને મર્સિડીઝ બેન્ઝ-એસ ક્લાસ જેવા ઘણા વાહનો છે. અને ઘણી મોંઘી કાર પણ તેની પાસે છે.

એવું કહેવાય છે કે તેની નોકરીની શરૂઆત દરમિયાન આયુષ્માન ખુરાના પાસે પોકેટ મની પણ નહોતું. તેમના સંઘર્ષના દિવસોને યાદ કરતા આયુષ્માન ખુરાનાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે એક વખત તેઓ તેમના કોલેજ ગ્રુપ સાથે ગોવા ગયા હતા. આ સમય દરમિયાન તેની પાસે પ્રવાસ માટે પૂરતા પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેણે પૈસા ભેગા કરવા માટે ટ્રેનમાં ગીત ગાતો આ પછી, આયુષ્માને સતત ઘણા દિવસો સુધી ટ્રેનમાં ગીતો ગાયા અને પોકેટ મનીમાંથી પૈસા ઉપાડવા લાગ્યા. દિવસે દિવસે તે અમીર થવા લાગ્યો તેને પહેલા સખત મહેનત કરી.

બીજી એક અગત્યની વાત કે આયુષ્માન ખુરાના ફિલ્મોમાં આવતા પહેલા એક રેડિયો ચેનલમાં આરજે તરીકે કામ કરતા હતા. એમટીવીનો પ્રખ્યાત શો ‘રોડીઝ 2’ જીત્યા બાદ તે પ્રસિદ્ધિમાં આવ્યો હતો. આ શો જીત્યા બાદ આયુષ્માન ખુરાના શૂજિત સરકારની સુપરહિટ ફિલ્મ ‘વિકી ડોનર’માં દેખાયો અને તે તેની કારકિર્દીની હિટ સાબિત થઈ. આ ફિલ્મ દ્વારા આયુષ્માન ખુરાના રાતોરાત સુપરસ્ટાર બન્યા અને તેમને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

‘વિકી ડોનર’ પછી, આયુષ્માન ખુરાના ‘હવાઈઝાદા’, ‘બેવકુફિયાં’, ‘નૌટંકી સાલા’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેની ફિલ્મો કંઈ ખાસ ચાલી નહતી. પરંતુ વર્ષ 2015 માં, આયુષ્માન ખુરાનાની કાર ફરી એકવાર ફિલ્મ ‘દમ લગાઈ હૈસા’ દ્વારા ચાલુ થઈ. આ પછી તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મજબૂત અભિનેતા બન્યા અને આજના સમયમાં દરેક વ્યક્તિ આયુષ્માન ખુરાના સાથે કામ કરવા માંગે છે.

About gujju

Check Also

બે દિવસ પહેલા ગાયબ થયેલ અભિનેત્રીની ક@પાયેલ લા@શ મળી બાચકામાં બાંધેલી…

અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ એકદિવસ પહેલા ગુમ થઇ ગઈ હતી. હવે એક એવા સમાચાર આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *