Breaking News

પ્રેમિકા આવે છે પોતાના પરણિત પ્રેમીને મળવા માટે, પત્ની જુએ છે બંનેને સાથે અને..

લોકડાઉનના લીધે ઘણાબધા લોકોને મુશ્કેલી થઇ હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ લોકડાઉંનને કારણે ભોપાલમાં રહેવાવાળા એક વ્યક્તિના અફેરની પોલ તેની પત્ની સામે ખુલી ગઈ હતી. વાત એમ હતી કે 45 વર્ષના લગ્ન કરેલ પ્રેમી અને તેની 57 વર્ષની પ્રેમિકા બંને એકબીજા સાથે ઘણીવાર મળેલા હતા.

એ બંને એકસાથે કામ કરતા હતા અને લોકડાઉનને કારણે તેઓ મળી શકતા નથી. એવામાં બંને પ્રેમી અને પ્રેમિકા એકિબીજાને મળવા આતુર થઇ જાય છે અને પ્રેમીકા એ પ્રેમીના ઘરે પહોંચી જાય છે. અહીંયા પ્રેમીની પત્ની એ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ પકડી લે હે. પછી જે થયું એ ખરેખર જોવા લાયક અને હેરાન કરી દેવાવાળું હતું.

ભોપાલના રચનાનગરના રહેવાસી 57 વર્ષની પ્રેમિકા નોકરી દરમિયાન ચુનાભટ્ટીમાં રહેવાવાળા 45 વર્ષના પ્રેમીની મુલાકાત થઇ હતી. પહેલા આ બંને મિત્રો બને છે પણ પછી તેમની મિત્રતા કયારે પ્રેમ એની જાય છે એ ખબર જ નથી પડતી. પ્રેમિકાને તેના દીકરા અને વહુ સાથે બહુ ખાસ બનતું નહોતું. તે લોકડાઉન દરમિયાન એકલતા અનુભવી રહી હોય છે.

એટલે તેનાથી રહેવાતું નથી અને તે પછી પોતાના પ્રેમીને મળવા માટે તેના ઘરે પહોંચી જાય છે. પ્રેમીની પત્ની આ મહિલાને ઘરે આવેલ જોઈને તે રસોડામાં ચા બનાવવા જાય છે પછી ચા લઈને પરત આવે છે તો ચોંકી જાય છે. પોતાના પતિનો હાથ પેલી મહિલાના હાથમાં હોય છે પછી ત્યાં બહુ મોટો ઝઘડો થાય છે.

જયારે વાદ વિવાદ વધવા લાગે છે તો પ્રેમિકા એ પ્રેમીની પત્ની સામે ઓફર મૂકી કે તું મારી બધી પ્રોપર્ટી લઇ લે અને બદલામાં મને તારો પતિ આપી દે. પ્રેમિકા તે પત્નીને સમજાવે છે કે મને ફક્ત તારા પરી સાથે રહેવા માટે પર્મિશ આપી દે.

પ્રેમીની પત્ની આ વાત માટે રાજી થતી નથી.આ પછી પ્રેમિકાના દીકરા અને વહુને ઘરે બોલાવે છે અને પછી આ અઢી બાબત પોલીસ પાસે પહોંચે છે જેના પછી બંને પરિવારને કાઉન્સલર સરિતા રાજાની દ્વારા ઓનલાઇન કાઉન્સિલિંગ થયું હતું.

57 વર્ષની પ્રેમિકા એ પતિના મૃત્યુ 10 વર્ષ પહેલા જ થઇ ગયું હતું. તેમના દીકરાએ પણ લગ્ન કરી લીધા હતા. આમ તેઓ પોતાના બધા જ કામમાંથી મુક્ત થઇ ગયા હતા. દીકરાના લગ્ન પછી વહુ સાથે તેમને વધુ બનતું નથી.

તો બીજી તરફ દીકરો પણ તેમનું સાંભળતો નથી. એવામાં પ્રેમિકા એકલાપણુ અનુભવે છે. ઓફિસમાં તેની સાથે કામ કરતા પ્રેમી સાથે તે પોતાનું દુઃખ વહેંચવા લાગે છે. બસ આ વાત દરમિયાન જ તે બંનેની દોસ્તી પ્રેમ તરફ આગળ વધે છે.

About gujju

Check Also

ભીખ માંગીને નહિ પણ મહેનત કરીને કમાવવામાં માને છે આ વૃદ્ધ મહિલા…

તમે ટ્રાફિક સિગ્નલ પર અને રોડ પર ઘણા બધા જુવાન અને સ્વસ્થ વ્યક્તિને ભીખ માંગતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *