Breaking News

દીકરી સાથેના ડાન્સનો આ વ્યક્તિએ શેર કર્યો વિડિઓ, કોઈ બીજાના નામે ફરી રહેલ છે આ વિડિઓ તમે જોયો?

સોશિયલ મીડિયા પર કોઈ સારી વાત જેટલી ઝડપથી વાઇરલ જાય છે એટલી જ ઝડપથી ખોટી અને જુઠ્ઠી વાતો પણ વાઇરલ જતી હોય છે. ઘણીવાર વ્યક્તિ કશું જ વિચારતો નથી તેને જે દેખાય છે એ જ તે શેર કરી દેતો હોય છે જે તે વાત કે વિડિઓ હકીકત છે કે પછી ફેક કોઈ જ તપાસ કરતા નથી અને શેર કરી દેતા હોય છે. આજે અમે તમને જણાવીશું એવા જ એક વીડિઓની વાત જે તમારે જાણવી જોઈએ.

છેલ્લા કેટલાક દિવસથી ‘તારે ગિન ગિન યાદ મેં તેરી’ ગીત પર એક ડાન્સનો વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ વડીઓમાં કોઈપણ અશ્લીલતા નથી કે નથી ગીત દરમિયાન કોઈ એવા અશ્લીલ શબ્દ આવતા. પણ અને રાજસ્થાન પોલીસ ઉદયપુરના માવલી ડીએસપી હિતેશ મેહતા સાથે જબરજસ્તી જોડી દેવામાં આવ્યો છે. આની પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ રાહત લોકોએ વિડિઓ પણ બહુ ખરાબ ખરાબ કોમેન્ટ પણ કરેલ છે. અને આ વિડિઓ વધુ ને વધુ વાઇરલ જઈ રહ્યો હતો.

એએસપી મેહતાને આ વિડિઓ સાથે જોડી દેવામાં આવ્યા હતા.

આ બનાવ દરમિયાન ડીએસપી હિતેશ મેહતાને રાજસ્થાન પોલીસના મુખિયા મોહન લાલ લાથર દ્વારા એપીઓ કરવામાં આવ્યો હતો. આ વિષે ખબર નથી પડતી કે કે તેમના એપીઓને આની સાથે જોડવામાં આવી રહ્યા હતા. પણ ચર્ચા તો એ પણ હતી કે આ વિડિઓ માં ડીએસપી મેહતાને એપીઓ કરવામાં આવ્યા હતા.

ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો આ વિડિઓ.

સોશિયલ મીડિયામાં ઘણા લોકો આ વિડિઓને અશ્લીલ વિડિઓ ગણીને રિપોર્ટ કરી રહ્યા છે અને તેને બ્યાવર ડીએસપી હીરાલાલ સૈની સાથે જોડી દેતા દેખાઈ રહ્યા છે. આટલું જ નહિ બીજા ઘણા લોકો કાંઈ પણ વિચાર્યા વગર આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેસબુક યુઝર આ વિડિઓને શેર કરે છે અને સાથે લખે છે કે ડેપ્યુટી સાહેબને શાનદાર ડાન્સ કરવા માટે એપીઓ. ઉદયપુર ના એસપી હિતેશ મેહતાને અનુશાશનહીનતા માટે કરવામાં આવ્યા એપીઓ. આ બંનેમાં છે ખુબ જ ટેલેન્ટ, કોઈપણ ફિલ્મ લાઈનમાં જય શકે છે પણ તેઓ ભૂલથી રાજસ્થાન પોલીસમાં આવી ગયા છે.

આ વિડીઓમાં રિટાયર્ડ કર્નલ સંદીપ કુમાર શર્મા છે.

જયારે આ વિડિઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો સાચી વાત સામે આવે છે આ વિડિઓમાં ડાન્સ કરી રહેલ વ્યક્તિ રિટાયર્ડ કર્નલ સંદીપ કુમાર શર્મા છે. જે હમણાં રિયલ એસ્ટેટ સંબંધિત પ્રેસ્ટિજ ગ્રુપમાં જીએમ પદ પર છે. આ વિડીઓમાં તેમની સાથે ડાન્સ કરવાવાળી યુવતી બીજું કોઈ નહિ પણ તે તેમની દીકરી નિકિતા શર્મા છે. નિકિતા શર્મા એક ટીવી કલાકાર છે.

આ વિડિઓ 17 જૂન 2021નો છે.
રિટાયર્ડ કર્નલ સંદીપ કુમાર શર્માની દીકરી નિકિતાના ઇન્સ્ટા પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ વિડિઓ 17 જૂનના દિવસે અપલોડ તેમના વેરિફાઇડ પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. રિટાયર્ડ કર્નલ સંદીપ કુમાર શર્માનું પસૅનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે પોતાના એકાઉન્ટમાં તેઓ પોતાની દીકરી નિકિતા શર્મા સાથે ફોટો શેર કરતા હોય છે.

એટલે આ વિડિઓ હમણાં ખોટા નામ સાથે ફરી રહ્યો છે તો ઇગ્નોર કરજો.

About gujju

Check Also

એક પત્ર વાંચવાની સજા બે વર્ષની જેલ અને લાખો રૂપિયાનો દંડ, એક નાનકડી ભૂલ પિતાને પડી ભારે.

એક પિતાને મળી દીકરાનો પત્ર વાંચવાની સજા. તમને વાંચીને નવાઈ લાગશે પણ આ પિતાને તેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *