Breaking News

પ્રેમ માટે બદલ્યો પોતાનો ધર્મ, હવે છે શિવસેનાની સૌથી સુંદર નેતા.

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એ વિશ્વનો એક એવો શબ્દ છે જે દરેક વ્યક્તિને સંપૂર્ણ રીતે બદલી દે છે. પ્રેમ નથી જોતો કોઈ ધર્મ કે નથી જોતો તેની જાતિ, પ્રેમ તો બસ થઇ જાય છે. આજે અમે તમારી માટે એવી જ એક પ્રેમની કહાની લઈને આવ્યા છીએ જેમાં પ્રેમને કારણે તેમને ધર્મ બદલી લીધો હતો.

આજે અમે વાત કરવાના છે શિવસેનાની એક મહિલા નેતા વિષે જે જન્મથી તો હતા મુસલમાન પણ તેમને પ્રેમ થાય છે હિન્દૂ સાથે અને આજે તેઓ ખુશી ખુશી પોતાનું જીવન વિતાવે છે. આખી શિવસેનામાં તેમની સુંદરતા ચર્ચામાં છે.

પ્રેમ માટે આ વ્યક્તિઓએ બદલી દીધો પોતાના ધર્મ

5 ફૂટ 2 ઇંચની ઊંચાઈ ધરાવતી દિપાલીએ પોતાની સુંદરતાથી ઘણાબધા લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. તે મોટાભાગે સાડી પહેરેલી જ જોવા મળતી હોય છે અને અવારનવાર તે મોટા મોટા એવોર્ડ ફંક્શનમાં અને મોટા ઇવેન્ટમાં જોવા મળે છે.

તેમનો જન્મ 1978માં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને ધર્મથી ખુબ પ્રેમ હતો. પણ મોટા થયા પછી તેમને એક હિન્દૂ યુવક સાથે પ્રેમ થઇ જાય છે અને તેમણે લગ્ન કર્યા પછી પોતાનો ધર્મ બદલી લીધો હતો. હિન્દૂ ધર્મ અપનાવ્યા પછી દિપાલી એક ખુશહાલ જીવન જીવી રહી છે. તમને જણાવી દઈએ કે દિપાલીને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી.

અત્યારે દિપાલી 41 વર્ષની છે અને શિવસેનાના એક હોનહાર મહિલા નેતા છે. તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ધર્મ એ વ્યક્તિએ બનાવેલ માયાજાળ છે જેમાં એક બાળક જન્મે છે અને તે ફસાઈ જાય છે. તેમણે જેમની સાથે પ્રેમ કર્યો છે એ તેમને ખુબ પ્રેમ કરે છે અને તેનું ખુબ ધ્યાન રાખે અને સમાજમાં તેમનું ખુબ નામ છે અને તેમની ઈજ્જત પણ છે.

દિપાલી શિવસેના પાર્ટી સિવાય બીજા ઘણા સોશિયલ કામ કરે છે. મહિલા સંસ્થા સાથે જોડાઈને તે ઘણા લોકોની મદદ કરે છે. એક મુસલમાન ઘરમાં જન્મ લીધો હતો એ વાત કહેવામાં તે ક્યારેય પીછેહટ કરતી નથી.

દિપાલી આજે પોતાના પરિવાર અને કામમાં વ્યસ્ત હોય છે પછી તે બધા સોશિયલ ઇવેન્ટ અટેન્ડ કરે છે. દિપાલી બહુ જ સુંદર છે અને તેમના ચર્ચા રાજનીતિની ગલીઓમાં ખુબ જોવા મળે છે દિપાલી ઘણીવાર સાડી પહેરેલી જોવા મળે છે કેમ કે તેમને સાડી પહેરવી ખુબ પસંદ છે અને તે સોશિયલ ઇવેન્ટ દરમિયાન કોઈ બીજા ડ્રેસમાં જોવા મળતી નથી.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *